Last Update : 20-November-2012, Tuesday

 

સંસદના સત્રમાં લોકપાલ પસાર થવાની શક્યતા ઉજળી
વડાપ્રધાનને લોકપાલમાં લાવવા પસંદગી સમિતિની ભલામણ

લોકપાલ બિલમાંથી લોકાયુક્તની રચનાને બાકાત રાખવાની વિપક્ષોની માગણી સંતોષાઇ ઃ મોટાભાગની ભલામણો યથાવત્

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૯
રાજ્યસભાની એક પસંદગીની સમિતિએ વડાપ્રધાનને લોકપાલના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાની ભલામણ કરતાં અહેવાલના મુસદાને સ્વીકારી લીધો છે. જોકે બાહ્ય અને આંતરિક સલામતી, પરમાણુ ઊર્જા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને જાહેર આદેશ જેવી બાબતોના મામલે તેમને બાકાત રાખવામાં આવશે. આમ હવે લોકપાલ બિલ સંસદના શિયાળા સત્રમાં પસાર થવાની શક્યતા ઉજળી બની છે.
સંસદીય સમિતિએ લોકપાલ બિલમાં લોકાયુક્તની રચનાને બાકાત રાખવાની ભલામણ કરી છે. આમ વિપક્ષોની માગણી સંતોષાતા બિલનો સત્રમાં વિરોધ થવાની શક્યતા દેખાતી નથી. અગાઉ યુપીએને સમર્થન કરતાં પક્ષો સહિત રાજકીય પક્ષોએ ભારે વિરોધ કર્યો હતો. જોકે સમિતિએ જણાવ્યું છે કે રાજ્યસરકારોએ રાજ્ય વિધાનપરિષદ મારફત કાયદાની રચના કરીને તેમના પોતાના ઓમ્બુડ્સમેનની રચના કરવાની રહેશે. લોકપાલ એન્ડ લોકાયુક્ત બિલ, ૨૦૧૧ અમલમાં આવે તેના એક વર્ષની અંદર આ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
સમિતિની ભલામણોને વિરોધ પક્ષો અને યુપીએના ઘટક પક્ષો માટે એક રાહત સમાન માનવામાં આવે છે કેમ કે તેમણે વાસ્તવિક જોગવાઇને બંધારણીય માળખા પર એક પ્રહાર તરીકે ગણાવી હતી. તેમનું કહેવું હતું કે રાજ્યોને રાજ્યસ્તરના ઓમ્બુડસમેન સંદર્ભે પોતાનો કાયદો ઘડવા છૂટ આપવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના ગત શિયાળા સત્રમાં લોકપાલ બિલને પસાર થવા દેવાયું નહતું. આ ખરડો વિસ્તૃત ચકાસણી માટે આ વર્ષે મેમાં કમિટીને મોકલવામાં આવ્યો હતો. આજે સમિતિએ જે મુસદો સ્વીકાર્યો છે તેમાં 'અનામત'ને લગતી જોગવાઇમાં કોઇ ફેરફારની ભલામણ કરાઇ નથી. જેમાં એમ હતું કે લોકપાલના ૫૦ ટકાથી ઓછા સભ્યો એસસી, એસટી, ઓબીસી, લઘુમતિ અને મહિલા ન હોવા જોઇએ.
કમિટીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકપાલને લાવવામાં સમાજના વિભિન્ન વર્ગોને પ્રતિનિધિત્વ પુરું પાડવા માટે આ જોગવાઇ મુકવામાં આવી છે. ભાજપને આ જોગવાઇ સામે ભારે વિરોધ હતો અને આજની બેઠકમાં એક 'સલાહ નોંધ' પણ આપી હોવાનું કહેવાય છે. લોકપાલમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સમાવવાની પણ ડાબેરીના કેટલાક સભ્યોએ તરફેણ કરી હતી.
સૂચિત કાયદામાં વડાપ્રધાનને આંતરિક અને બાહ્ય સલામતી જેવા અનેક મુદાઓ પર બાકાત રાખવાની ભલામણ કરાઇ છે. સીબીઆઇને સરકારના અંકુશમાંથી મુક્ત કરવાની ભાજપ અને જેડી(યુ) જેવા પક્ષોએ કરેલી ભલામણોને આંશિક સ્વીકારતાં સિલેક્ટ કમિટીએ એવી ભલામણ કરી હોવાનું મનાય છે કે સીબીઆઇ વડાની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની બનેલી કોલેજિયમ દ્વારા થવી જોઇએ.
મુસદાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી કે વિદેશી સાય મેળવતી બિન-સરકારી સંસ્થાઓને પણ લોકપાલ હેઠળ આવરી લવા જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારે અને તેમની ટીમે એક મજબૂત લોકપાલ બિલ લાવવા માટે ગત વર્ષે ભારે આંદોલન કર્યું હતું. પ્રધાનો સાથે બિલ પર સમજૂતી ન સધાતાં ટીમ અણ્ણાએ જન લોકપાલ બિલના નામે પોતાનું વર્જન રજૂ કર્યું હતું. અણ્ણાએ ચેતવણી આપી છે કે જો સંસદના આ સત્રમાં બિલ પસાર નહિ થાય તો તેઓ ફરીથી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved