Last Update : 20-November-2012, Tuesday

 

વિક્રમધારક અવકાશયાત્રી
સુનીતા વિલિયમ્સ ૧૨૭ દિવસની અંતરિક્ષયાત્રા પછી ધરતી પર ઉતરી

હાડ થીજવતી માઇનસ ૧૧ ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં કઝાખસ્તાાનમાં કેપ્સ્યુલ ઉતર્યું

(પી.ટી.આઇ.) અલ્માટી/હાઉસ્ટન, તા. ૧૯
વિક્રમી ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના બે સાથી અવકાશયાત્રીઓ સાથે આઇએસએસ પરથી આજે પૃથ્વી પર સલામતભર્યું ઉતરાણ કર્યું હતું. અંતરિક્ષમાી ચાર મહિના વીતાવ્યા બાદ તેમણે કઝાખસ્તાનની ભૂમિ પર પગ મુક્યો હતો.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક્સપીડીશન ૩૩ મિશનનો કમાંડ સંભાળનાર વિલિયમ્સ અને તેના બે સાથી અવકાશયાત્રીઓ, ફ્લાઇટ એન્જીનીયર્સ યૂરી માલેન્ચેન્કો અને અકી હોશિડે સાથે રાતના અંધારામાં અર્કાલિક શહેરમાં ઉતર્યા હતા.
નાસાના પ્રવક્તા રોબ નાવિએસે 'ધ ક્રૂ ઇઝ હોમ' કહીને આ બાબતને સમર્થન આપ્યું હતું. સુનીતા ટીમ સાથે ઉતરવાના હતા ત્યારે તેમણ રનિંગ કોમેન્ટ્રી આપી હતી. ૪૭ વર્ષીય વિલિયમ્સ, રશિયાના અવકાશયાત્રીઓ માલેન્ચેન્કો અને જાપાનના હોશિડે તેમના કેપ્સ્યુલમાંથી બહાર નીકળ્યા બાદ સ્મિત આપીને તમામનું અભિવાદન ઝીલ્યું હતું.
હાડ થીજવતી ઠંડીના વાતાવરણમાં પોતાની જાતને ગરમ રાખવા માટે સુનિતાએ કામળો ઓઢી રાખ્યો હતો. એ પછી લેન્ડિંગ પછીની તબીબી ચકાસણી માટે તેઓ મેડિકલ કેમ્પમાં લઇ જવામાં આવ્યા હતા. લેન્ડિંગ પછી ક્રૂની શારીરિક સ્થિતિ સામાન્ય હતી.
જોકે કેપ્સ્યુલની ઉતરાણમાં થોડાક સેકન્ડનો વિલંબ થયો હતો. આ ટીમ ૧૫ જુલાઇએ આઇએસએસમાં અવકાશમાં ગઇ હતી. તેઓ ૧૨૭ દિવસની અવકાશયાત્રા સમેટીને આજે પૃથ્વી પર ઉતર્યા હતા. સુનીતા વિલિયમ્સ આ બીજી વખત અવકાશમાં આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા છે. તેઓ પોતાના બે મિશનમાં અત્યારસુધી કુલ ૩૨૨ દિવસ અવકાશમાં રહેવાનો રેકોર્ડ ધરાવે છે. અગાઉ તેઓ ૯ ડિસેમ્બર, ૨૦૦૬થી ૨૨ જૂન ૨૦૦૭ દરમિયાન એક એક્સ્પીડીશન ૧૪/૧૫ ફ્લાઇટ એન્જિનિયર તરીકે આઇએસએસમાં અવકાશની મુલાકાત લઇ ચૂક્યા છે.
જેના કારણે તેઓ અવકાશના ઇતિહાસમાં બીજા ક્રમની સૌથી અનુભવી મહિલા અવકાશયાત્રી બની ગયા છે. સૌથી વધુ વખત સુધી અવકાશમાં રહેવાનો રેકોર્ડ નાસાના પેગ્ગી વ્હિસ્ટનના નામે છે. તેમણે અવકાશમાં ૩૭૭ દિવસો કાઢ્યા હતા. હવે વિલિયમ્સ મહિલા અવકાશયાત્રીમાં સ્પેસવાકિગ ટાઇમનો રેકોર્ડ ધરાવે છે. સાત સ્પેસવૉકમાં તેઓ કુલ ૫૦ કલાક અને ૪૦ મિનિટ સુધી વાકિંગ કરી ચૂક્યા છીએ.
લેન્ડિંગ સાઇટનું તાપમાન બરફ જામે છે તેના કરતાં પણ નીચું રહ્યું હતું. આ તાપમાન ૧૨ ડિગ્રી ફેહરનાઇટ (માઇનસ ૧૧ ડિગ્રી સેલ્સિયસ) હતું. જોકે પવન ચાલતો હોવાને કારણે તેની અસર વધી ગઇ હતી અને તે માઇનસ ૧૭ ડિગ્રી જેવું અનુભવાતું હતું તેમ નેવિયાસે જણાવ્યું હતું.
હજુ ત્રણ અવકાશયાત્રીઓ આઇએસએસના બોર્ડમાં જ હતા અને તેઓ આવતા વર્ષે પાછા આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved