Last Update : 20-November-2012, Tuesday

 

લાકડાનો કામચલાઉ પૂલ તૂટતાં ભાગદોડ થઇ
પટણામાં છઠ્ઠ પૂજાએ ગોઝારી દુર્ઘટના ઃ ૨૦નાં મોત

મૃતકોમાં પાંચ બાળકો ઃ ૩૫ જખ્મી ઃ રજાના કારણે ડોક્ટરોની અછત ઃ સરકાર- પ્રશાસન વિફળ ગયાનો લાલુ-પાસવાનનો આક્ષેપ

પટણા, તા. ૧૯
બિહારનાં પાટનગર પટણામાં છઠ પૂજા દરમિયાન થયેલી ભાગદોડમાં ૨૦થી વધુ લોકોનાં મોત થયા હતાં. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. દુર્ઘટનામાં ૩૫ લોકો ઘાયલ પણ થય હતાં. ઉલ્લેખનીય છે કે છઠ પૂજા બિહારનો એક મુખ્ય તહેવાર છે અને પટણામાં તેને ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર પટણાનાં અદાલતગંજ વિસ્તારનાં ગંગાનાં ઘાટ પર લોકો છઠ પૂજા માટે એક્ત્ર થયા હતાં.
સાંજના સમયે અચાનક ગંગા કિનારા પર લાકડાથી બનાવવામાં આવેલો કામચલાઉ પૂલ તૂટતા ભાગદોડ શરૃ થઇ ગઇ હતી. જેમાં ૨૦થી વધુ લોકોનાં મોત થયા છે .મૃતકોમાં પાંચ બાળકો પણ સામેલ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ૩૫ વધુ લોકો ઘવાયા છે તથા મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
ઘાયલોને પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. બિહારનાં મુખ્યપ્રધાને મૃતકોનાં પરિવારજનોને ૨ લાખ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. લોક જનશકિત પાર્ટીનાં નેતા રામવિલાસ પાસવાને દુર્ઘટના માટે નિતિશ સરકારને જવાબદાર ઠેરવી હતી.
રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)નાં વડા લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે સરકાર અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. વહીવટી તંત્રે અશોક રાજપથ વિસ્તારનાં કિનારાઓ પર ન જવાની લોકોને સૂચના આપી છે. બીજી તરફ હોસ્પિટલોમાં રજાને કારણે ડોક્ટરોની અછત પ્રવર્તતી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ઓક્સિજન સિલિન્ડરની પણ અછત હતી.
આ ઘટના અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો. ભાજપે આ દુર્ઘટનાને દુઃખદ ગણાવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે લાકડાથી બનાવવામાં આવેલુ અસ્થાયી બ્રિજ તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઇ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમાર સિંહ અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જયંત કાંતે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved