Last Update : 20-November-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૦-૧૧-૨૦૧૨, મંગળવાર
કારતક સુદ સાતમ-જલારામ જ્યંતી
જૈન અઠ્ઠાઈનો પ્રારંભ
પંચક સવારના ૧૧ ક. ૪૧ મિ. થી શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૪૫ મિ. (સૂ) ૭ ક. ૪૨ મિ. (મું) ૭ ક. ૩૮ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૧૧ ક. ૪૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ધનિષ્ઠા રાત્રે ૧૧ ક. ૪૧ મિ. સુધી પછી શતભિષા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર - સવારના ૧૧ ક. ૪૧ મિ. સુધી મકર પછી કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમંત ૠતુ રા.દિ.કા./૨૯
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ સાતમને મંગળવાર.
જલારામ જયંતિ, જૈન અઠ્ઠાઈનો પ્રારંભ, પંચક સવારના ૧૧ ક. ૪૧ મિ. થી શરૂ, વિષ્ટી સવારના ૮.૧૧ થી ૨૦.૨ સુધી, મૃત્યુયોગ રાત્રે. - વ્રજમાં નવનીતપ્રભુ પધારવાનો ઉત્સવ. - અમરેલી, લાલમણીજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૫ રોજ સ્પેર્ન્દામંદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ જલારામ જયંતી, જૈન અઠ્ઠાઈના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય.

 

વૃષભ ઃ આજે આપના નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. વધારાનું કામકાજ થાય.

 

મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત અનુભવતા જાવ. શારીરિક-માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. આનંદ રહે.

 

કર્ક ઃ જલારામ જયંતી, જૈન અઠ્ઠાઈના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામકાજમાં ખાવાપીવામાં, વાહન ચલાવવામાં સંભાળવું.

 

સંિહ ઃ જૈન અઠ્ઠાઈના પ્રારંભે, જલારામ જયંતીએ હૃદય-મનની પ્રસન્નતા-આનંદ અનુભવાય. ધર્મકાર્ય, નોકરી-ધંધાનું કામ થાય.

 

કન્યા ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ધંધો-આવક થાય. નોકરીના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યકરથી સાનુકૂળતા રહે.

 

તુલા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા ઓછી થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

વૃશ્ચિક ઃ આપના ઘર-પરિવારના, સગા સંબંધી-મિત્રવર્ગના તેમજ નોકરી-ધંધાના કામ અંગે, સરકારી, ખાતાકીય કામ અંગે ચંિતા, ખર્ચ થાય.

 

ધન ઃ નોકરી-ધંધાના કામ અંગે ઘ્યાન આપવું પડે. આકસ્મિક બહાર જવાનું થાય. ધર્મકાર્ય થાય. પત્ની-સંતાનનું કામ થઈ શકે.

 

મકર ઃ જલારામ જયંતી, જૈન અઠ્ઠાઈએ ધર્મકાર્ય થાય. નોકરી, ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ રહે.

 

કુંભ ઃ માનસિક પરિતાપ રહે. ચંિતા દ્વિધામાં અટવાયેલા રહો પરંતુ જૈન અઠ્ઠાઈ-જલારામ જયંતિએ ધર્મકાર્યથી, આનંદ, હળવાશ, રાહત રહે.

 

મીન ઃ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં તેમજ ઘર-પરિવારના કામમાં વ્યસ્તતા રહે. વધારાનું કામ થઈ શકે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૦-૧૧-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ પ્રતિકૂળતામાંથી સાનુકૂળતા તરફ આશાસ્પદ પ્રગતિનું બનતું જાય. વર્ષારંભે નોકરી-ધંધાના પ્રશ્ને તેમજ સગા-સંબંધી-મિત્રવર્ગ, વડીલવર્ગના પ્રશ્ને શાંતિ-રાહત જણાય નહીં. ખર્ચ વધારે અને ચંિતા-દોડધામ રહે.નોકરી-ધંધાના કામકાજમાં લોભ-લાલચમાં કે કોઈના દોરવાયા દોરવાઈ જઈને જોખમી નિર્ણયો કરવા નહીં. નાણાંની સલામતી ઘ્યાનમાં રાખવી.ભાગીદારીવાળા કામકાજમાં-ધંધામાં વર્ષ પ્રતિકૂળતાનું, સંઘર્ષ-વિવાદનું રહે. કાર્યક્ષેત્ર છોડવું પડે, નુકસાન સહન કરવું પડે.શારીરિક-માનસિક અસ્વસ્થતામાં, નાણાંકીય તકલીફમાં ટકી રહેવા માટે ભક્તિ-પૂજા-મંત્રજાપ પ્રેરણારૂપ બને.સ્ત્રી વર્ગને જશ મળે નહીં. મિત્રવર્ગથી તેમજ આડોશ પાડોશથી દોરવાઈ જવું નહીં.વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. હલ્કા મિત્રવર્ગથી તકલીફ થાય.

 

સુપ્રભાતમ્

- કન્યા (સાસરે) વળાવેલી સારી, પુત્રવઘૂને ઘેર તેડી લાવવી સારી, અનાજનો સંગ્રહ કરવો સારો અને ધર્મનું આચરણ રોજ રોજ કરવું તે જ સારૂં છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને મગન બગીચામાં બેઠા બેઠા ગપાટા મારી રહ્યા હતા. છગને પૂછ્‌યું, ‘એક સવાલ પૂછું?’
‘પૂછને!’ મગન બોલ્યો, ‘એમાં પૂછે છે શાનો?’
‘અચ્છા બાપા અચ્છા!’ છગન બોલ્યો, ‘માન કે તું રસ્તા પર જઈ રહ્યો છે અને નીચે તને ૧૦૦૦ રૂપિયાની અને ૫૦૦ રૂપિયાની નોટ પડેલી મળે છે તો તું કઈ નોટ લઈશ?’
‘એમાં વિચારવાનું શું?’ મગને કહ્યું, ‘૧૦૦૦ રૂપિયાવાળી વળી.’
‘બસ, એટલે જ તને લોકો મૂર્ખમાં ગણે છે.’ છગન બોલ્યો, ‘તું બન્ને નોટ પણ લઈ શકતો હતો.’

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોમાં અતિથિનો સત્કાર કરો અવનવી વાનગીઓથી

દિવાળીના રમકડા

 


દિવાળીમાં બનાવેલા નાસ્તો-ચોરાફળી, ફાફડા, મઠિયા, સેવ, ચેવડો, ગાંઠિયા વગેરે કડક વસ્તુઓ થોડી થોડી લેવી, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટૂકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટુકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો અખરોટના ટુકડા, બે ચમચા ખાંડ, બે લીંબુ, એક ચમચો લાલ મરચું, એક ચમચો કાચી વરિયાળી, એક ચમચો શેકેલા તલ, ૫૦૦ ગ્રામ મેંદો, મીઠું તેલ.

 


રીત ઃ બધા ફરસાણનો મિક્સીમાં ભૂકો કરવો. તેમાં ખાંડ, લીંબુ, ગરમ મસાલો, સૂકોમેવો, મરચું, વરિયાળી, તલ બઘું નાખી હલાવી સરસ પૂરણ તૈયાર કરવું. કોરું લાગે તો તેલ થોડું નાખવું. મેંદાને ચાળી તેમાં મીઠું તથા મુઠ્ઠી પડતું મોણ તથા લીંબુ નાખી કણક બાંધવી. થોડીવાર પછી એકદમ મસળી તેના નાના નાના લૂવા પાડવા. પછી તેની પુરીઓ વાળી તેમાં તૈયાર કરેલ પૂરણ ભરી તેના ધુઘરા, કચોરી, ઘડિયાળ (ચાર આંકડામાં ઇલાયચીના દાણા તથા કાંટાની જગ્યાએ લવંિગ) દાડમ, બેડા, સફરજન વગેરે ઘણી જાતના રમકડા બને છે. તે બનાવવા જાત-સૂઝથી ડેકોરેશન કરી તળી લેવો. દરેક ઉપર બ્રશથી જુદા-જુદા કલર કરી શકાય છે. આ રમકડા કોરો મસાલો હોવાથી લાંબો સમય સારા રહી શકે છે.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved