Last Update : 19-November-2012, Monday

 

રાહુલાયનઃ શતરંજ કે જુગાર?


આખરે, કોંગ્રેસે રાહુલ ગાંધીને સત્તાવાર ઢબે અને જવાબદારીભર્યું કોઇ કામ સોંપ્યું ખરું. અત્યાર સુધી બિહાર અને ઉત્તર પ્રદેશ એમ બન્ને મોટાં અને મહત્ત્વનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખાસ કશો પ્રભાવ પાડી ન શકેલા રાહુલ ગાંધીને કોંગ્રેસે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં સંકલન સમિતિના અઘ્યક્ષ બનાવ્યા છેે. અઘ્યક્ષપદું સત્તાવાર નથી, પણ કુલ છ નેતાઓની સમિતિમાં પહેલું નામ રાહુલ ગાંધીનું છે. તેમની સાથે પરિવારના રાજકીય સલાહકાર અહમદ પટેલ, ગુજરાતી નેતા મઘુસુદન મિસ્ત્રી, ‘હીઝ માસ્ટર્સ વોઇસ’ દિગ્વિજયસંિઘ, જૂના જોગી જનાર્દન દ્વિવેદી અને આઘુનિક-પ્રગતિશીલ જયરામ રમેશનો સમાવેશ થાય છે. આ સમિતિ અને બીજી ત્રણ સમિતિઓની રચના સ્વાભાવિક રીતે જ સોનિયા ગાંધીએ કરી છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની સમિતિ ચૂંટણી માટેની વ્યૂહરચનાઓ ઘડશે અને તેનો અમલ કરાવશે.
૪૨ વર્ષના રાહુલ ગાંધીને ‘દૂધપાક’ને બદલે પૂરા કદના ખેલાડી તરીકે મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસ પર ઘણા સમયથી દબાણ હતું. દબાણનો પ્રકાર મુખ્યત્વે આંતરિક હતો અને એના માટે રાહુલ ગાંધીની લોકપ્રિયતા નહીં, પણ કોંગ્રેસીજનોની પરિવારભક્તિ અને નિરાશાનું મિશ્રણ જવાબદાર હતું. બિનશરતી પરિવારભક્તિની મુખ્ય શરત ધરાવતા આ પક્ષમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાનપદનો ઇન્કાર કર્યા પછી એ સ્પષ્ટ હતું કે પક્ષમાં બીજા ગમે તેટલા પ્રતિભાશાળી, યુવાન કે અનુભવી નેતાઓ હોય, પણ ‘ગાદી’ જ્યારેત્યારે રાહુલ ગાંધીને જ મળવાની છે. તો પછી એમાં વિલંબ શા માટે? રાહુલ ગાંધીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવા માટે વડાપ્રધાન ડો.સંિઘ સહિત ઘણા લોકોએ જાહેર પ્રસ્તાવ મૂક્યા હતા. લોકશાહી દેશનો વડાપ્રધાન કોઇ ૪૨ વર્ષના જણને સામેથી પ્રધાન બનવા કહે અને એ માણસ પ્રધાન બનવાની ના પાડે એવી ‘કુળપરંપરા’ની બેશરમ અભિવ્યક્તિ ભારત જેવા દેશમાં જ સ્વીકાર્ય બને. રાહુલ ગાંધીએ અને સોનિયા ગાંધીએ હોદ્દા વિશે જે રીતે ઉદાસીનતા અને ધીરજ બતાવ્યાં, તે સોનિયા ગાંધીની રાજકીય પુખ્તતાનું અને તેમને મળેલી સાચી સલાહનું પ્રમાણ ગણાતાં રહ્યાં છે.
સત્તા મળતી હોય ત્યારે રાજકારણમાં કોઇ મોં ધોવા જતું નથી. એ વખતે ‘સત્તા ક્યાં જતી રહેવાની છે?’ એવી ટાઢક દાખવીને સોનિયા ગાંધીએ રાહુલને વિકસવા માટેનો ઘણો સમય આપ્યો છે. પરંતુ રાહુલ એ સમયનો કેવો અને કેટલો ઉપયોગ કરી શક્યા છે એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. અત્યાર લગી રાહુલ ગાંધી જાહેર વર્તાવની બાબતમાં અભિમાની કે મોંએ ચડાવેલા જણ જેવા લાગ્યા નથી. તેમના પિતા જેવો ઉત્સાહનો કાચો ઉભરો પણ તેમનામાં નથી. એ તેમની તરફેણમાં પણ જાય છે ને વિરોધમાં પણ. એ ખરું કે રાજીવ ગાંધીના અવસાનને વર્ષો વીતી ગયાં અને મતદારોની આખી પેઢી ત્યાર પછી ઉમેરાઇ ચૂકી છે, એટલે બાપ-દીકરા વચ્ચેની સરખામણીનો બહુ પ્રશ્ન આવવાનો નથી. છતાં રાહુલ ગાંધી માટે રસ્તો વધારે કપરો છે. કારણ કે કોંગ્રેસ પાસે હવે પહેલાં જેવી બેઠકસંખ્યાની તાકાત નથી.
પાપડતોડ પહેલવાને દાંતમાં દોરડું ભરવીને ટ્રક ખેંચવાની થાય એવી દશા કોંગ્રેસની છે. તેમાં ‘હઇસો હઇસો’ કરવા માટે સાથીપક્ષોની જરૂર પડે છે અને તેમને ખુશ પણ રાખવા પડે છે. રાહુલ ગાંધી એ બધી કળાઓમાં ખાસ પાવરધા હોય એવું લાગતું નથી. એમ જોવા જઇએ તો, રાહુલ ગાંધીની તરફેણમાં, બિહાર-ઉત્તર પ્રદેશ જેવા ધબ્બાને બાદ કરતાં એકંદરે કોરી પાટી અને અનુભવનો અભાવ જેવાં પરિબળો જ છે. એ સિવાય કોઇ વિશેષ પ્રતિભા કે ચમકારો હજુ સુધી રાજકારણના મેદાનમાં રાહુલ ગાંધી બતાવી શક્યા નથી. દસ-બાર વર્ષ પહેલાં કોલંબિયન ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં દેખાતા રાહુલને સંભવતઃ ‘વિદેશી પત્ની’ના મહેણાના પુનરાવર્તનમાંથી પણ ‘બચાવી’ લેવાયા છે. તેમને મળનારા તેમની સરળતાથી પ્રભાવિત થાય છે. પરંતુ રાજકારણમાં ફક્ત સાદા કે સારા હોવું પૂરતું નથી અને જાહેર જીવનમાં તેમનો રેકોર્ડ જરાય વખાણવાલાયક નથી.
સાંસદ તરીકે રાહુલ ગાંધીની લોકસભામાં અને પોતાના મતવિસ્તારમાં કામગીરી સાવ સાધારણ છે. ૧૪મી લોકસભામાં તેમણે ગણીને ત્રણ પ્રશ્નો પૂછ્‌યા હતા અને ૧૫મી લોકસભામાં તેમણે એક પણ સવાલ પૂછ્‌યો નથી. સાંસદો માટેના રૂ.૧૪ કરોડના ભંડોળમાંથી અમેઠીના સાંસદ તરીકે રાહુલે માંડ રૂ.૨.૩૨ કરોડ વાપર્યા છે અને તેમાંથી મોટા ભાગની રકમ તો રસ્તા બનાવવામાં જ વપરાઇ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અમેઠી-રાયબરેલી લોકસભા મતવિસ્તારોમાં પડતી બેઠકો પર કોંગ્રેસનો કરૂણ દેખાવ પણ રાહુલના જાહેર જીવનના બાયો-ડેટામાં નિષ્ફળતાનો ઠપ્પો લગાડનારો છે. પરંતુ ચોતરફ ઘેરાયેલી કોંગ્રેસ માટે ૨૦૧૪ની ચૂંટણીમાં નવા ચહેરા સાથે ઝંપલાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ નથી. એ રીતે તે મતદારોને ભૂતકાળ ભૂલીને નવા ભવિષ્ય માટે મત આપવા અપીલ કરી શકે છે. આ દાવ સફળ થાય તો તીર ને નિષ્ફળ જાય તો એ તુક્કો ગણાશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved