Last Update : 19-November-2012, Monday

 

સર્ફીંગમાં ગળાડૂબ રહેનારાઓ માટે ચાન્સ
ફેસબુક- ટ્‌વીટરનું વ્યસન છોડો, દિવાળી તહેવારો ઉજવો

 

- ઈન્ટરનેટ ભલે વિશ્વ સાથે આપણને સાંકળે પણ સામાજિક નેટવર્ક તોડે છે

 

એક તરફ મોંઘવારી છે, બીજી તરફ લોકો પાસે સામાજીક જોડાણોને તાજા રાખવાનો સમય નથી. દિવસમાં ૧૫-૧૫ કલાક કામમાં જોતરાયેલા લોકો ઝાડ પરથી પૈસા તોડવાના સપનાં જોયા કરે છે. સૌથી મોટો તહેવાર આપણા આંગણે આવીને ઉભો છે ત્યારે તેને આવકારવાના બદલે આપણે કયાં તો કોમ્પ્યુટરમાં મોં નાખીને બેસી રહીએ છીએ કે ટીવી સામે બેસીને બકવાસ સાંભળ્યા કરીએ છીએ.
ઇન્ટરનેટ પરનું સોશ્યલ નેટવર્ક પરંપરાગત સામાજીક નેટવર્ક તોડી રહ્યું છે. ફેસબુક પર મિત્રો સાથે ટોળ-ટપ્પાં મારતા લોકો બાજુમાં કોણ રહે છે અને શું કરે છે તે જાણવા નથી ઇચ્છતો. ફેસબુક અને ટવીટર પર બેસીને તેને ડંફાસો મારવાની ટેવ પડી ગઈ હોય છે એટલે પાયાની કે વાસ્તવીક સ્થિતિને તે સમજી શકતો નથી.
આવા લોકો અમેરિકાના પ્રમુખ પદે કોણ આવશે તેની ચંિતા કર્યા કરે છે પણ સ્થાનિક સ્તરે તેમના વિસ્તારનો કોર્પોરેટર કે ગામનો સરંપચ કોણ છે તેની ખબર નથી હોતી !
ભારતમાં ઇન્ટરનેટ કંઇ પા-પા પગલી નથી ભરી રહ્યું હવે તે મેચ્યોરીટીમાં પ્રવેશી ગયું છે.એક મઘ્યમ વર્ગના કુટુંબે પોતાના દિકરા માટે બ્લેક બેરી લઇ આપ્યો. શરૂઆતમાં તો તેમાંની એપ્લીકેશન તે લોકોને બતાવ્યા કરતો હતો. તમારા ફોનમાં શું નથી અને મારો ફોન કેવો લેટેસ્ટ છે તે બધાને બતાવ્યા કરતો હતો. આ ફોનનું તેને એવું વ્યસન થઇ ગયું કે તેને તે સૂતી વખતે પણ બાજુમાં રાખતો. હેન્ડ સેટના ટોપમાં આવેલી સતત ઝબકુતી લાઇટ આ યુવાનના શરીરને ચાર્જ કરતું હોય એમ લાગતું હતું. તે રાત્રે પણ અચાનક મેસેજ ચેક કરવા જાગી જતો હતો. તેના શરીર અને મગજ પર બ્લેક બેરીએ કાબુ જમાવી દીધો હતો.
પોતાના સંતાન બહાર રખડે નહીં તે માટે અને ખરાબ તત્વોની સોબતે તે ચઢે નહીં તે માટે વાલીઓ સતત જાગૃત રહેતા હતા. પરંતુ ઇન્ટરનેટ પર સર્ફીંગ એ એક પ્રકારની રખડપટ્ટી જ છે. તેમાં બધા જ અજાણ્યાઓ હોય છે, આવા લોકોની સોબત ટાઇમ કીલર હોય છે.
કેયુર વૈષ્ણવ નામના એક યુવાનને તેના કુટુંબે કહ્યું કે તું આપણા કુળદેવીના દર્શને જઇ આવ અને ગામનું ઘર જોતો આવ. (નામ બદલ્યું છે) કેયુર વૈષ્ણવ ઓન લાઇન ટર્ન ઓવર કરતો હતો. નાની ઉંમરે ઓન લાઇન પૈસા કમાવવા લાગ્યો હતો. પરંતુ ત્યાર બાદ તેનું જીવન લગભગ ઇન્ટરનેટ સાથે સંકળાઈ ગયું હતું.
‘ટેબલેટ’ તો લોકો બર્થ-ડે ગીફટમાં આપતા થઈ ગયા છે. આગામી પાંચ વર્ષમાં હાથમાં ઇલેકટ્રોનિક ગેજેટસ રાખવાની ફેશન જુનવાણી બની ગઇ હશે.
ઇન્ટરનેટ પર લોકો વિવિધ ક્રેઝ સાથે ચીટકી રહે છે. કેટલાકને યુ-ટયુબ જોવામાં રસ જાગે છે. યુ-ટયુબ જોતાં-જોતાં તે સેકસ ટયુબ જોતો થઇ જાય છે અને પછી તેનો બંધાણી બની જાય છે. બંધાણી, વ્યસન વગેરે માત્ર ખાણી-પીણી બાબતે નથી હોતું પણ ઇન્ટરનેટ બાબતે પણ હોય છે. અહીં આપણે યુ-ટયુબના વ્યસનની વાત કરી રહ્યા છીએ. યુ ટયુબ પર વીડીયો અપલોડ કરવાનું અને ડાઉનલોડ કરવાનું એટલું આસાન છે કે સર્ફીંગ કરતો સાવ નવોદિત પણ તે ચપટી વગાડતામાં શીખી જાય છે.
ેજેમ યુ-ટયુબ પરની બે-ચાર મિનિટની વીડીયો જોવા લોકો બેસી રહે છે એમ બ્લોક લખવાનો અને તેમાં કોમેન્ટ મેળવવાનો પણ એક ચસ્કો હોય છે. નવોદિત લેખક પોતાનો લેખ બહુ ઓછા વંચાતા મેગેઝીન કે અખબારમાં છપાયો હોય તો તે બગલમાં નાખીને બધાને વંચાવતો ફરે છે એવું જ બ્લોગરોમાં હોય છે. પોતાના બ્લોગની લીંક તે ફેસબુક, ટવીટર અને ઇ-મેલ જેવા માઘ્યમથી જાણીતા- અજાણીતા લોકોને મોકલે છે અને તેના પર આવતી હીટસ જોઇને હરખાયા કરે છે. કયારેક કોઇ તેના પર પોઝીટીવ કોમેન્ટ કરે છે તો તે બે રોટલી વધારે ખાય છે. જે દર્શાવે છે કે સાવ અજાણ્યાની પ્રશંસા પણ તમને ગમે છે. ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લોગરોની બોલબાલા છે. અહીં તમને પ્રાચીન કવિઓ, ભજનિકો અને કથાઓની સાથે વર્તમાન સમાચારો પણ જોવા મળશે.
દિવાળીના તહેવારો આવ્યા છે અને જશે એવું સમજીને બેસી રહેવાનો અર્થ નથી. આ દશ દિવસો દરમ્યાન ઇલેકટ્રોનિક ગેજેટસને દુર હડસેલી દેવાની જરૂર છે. ભારતમાં સામાજીક સંગઠન વિશેષ મહત્વનું છે, દરેક ઉત્સવ આ સામાજીક સંગઠનને મજબૂત બનાવવાના ઘ્યેય સાથે સંકળાયેલો છે. ઇન્ટરનેટ પર સોશ્યલ નેટવર્કીંગનો કોન્સેપ્ટ જેણે શરૂ કર્યો છે તેણે ભારતના સામાજીક ગઠબંધનનો અને તહેવારોની ઉજવણી નિહાળી હશે.
થોડા સમય માહિતીઓના ઇનપુટ વિનાનું મગજ રાખવાના પણ ઘણાં લાભ છે. ઇન્ટરનેટના વપરાશકારોના મગજમાં રોજ ઢગલો માહિતી વિવિધ સ્વરૂપે આવે છે જેના કારણે તે સામાજીક સંગઠનની મૂળ સંસ્કૃતિ ખોઇ બેઠો છે. ઇન્ટરનેટની માહિતીનો ફલો આવતો બંધ થાય તો તેની જગ્યાએ આસપાસની નવી માહિતીના ફલોને જગ્યા મળે અને તે માટે સમય ફાળવી શકાય.
દિવાળીના તહેવારોમાં આઓ આપણી સંસ્કૃતિ સાથે વણાયેલા સામાજીક નેટવર્કને મજબૂત બનાવીએ. આસપાસ રહેનારાઓને મળીએ, સંબંધીઓને મળીને સામાજીક સંગઠનની રચનાને વઘુ મજબુત બનાવીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 

 

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved