Last Update : 19-November-2012, Monday

 

વિવેકબુઘ્ધિ વિના બઘું નકામું

વિચાર વિહાર - યાસીન દલાલ
- સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતિનાં સપનાં જોઈ શકે નહીં.

 

જીવનમાં આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, એમાંથી કેટલી સહજ આંતરિક અનુભૂતિથી પ્રેરાઈને કરીએ છીએ અને કેટલી માત્ર ક્રિયાકાંડ ખાતર કરીએ છીએ, એ કદીક નિરાંતે બેસીને વિચારવા જેવું છે. એનું તારણ કદાચ આપણને આંચકો આપનારું હશે. આપણા શહેરોમાં સારા-માઠા પ્રસંગોની વણઝાર ચાલ્યા જ કરે છે. રોજ છાપાંમાં આવતી અવસાનનોંધ પર નજર કરીએ, એટલે થોડાં નામો એવાં નીકળે, જે આપણી સાથે સંબંધિત હોય અને થોડાં નામો એવાં પણ નીકળે કે જેમાં જવાનું આપણે માટે વ્યવસાય કે બીજા કારણોસર જરૂરી હોય. આજ રીતે રોજ સાંજ પડે અને ઘરમાં બેચાર લગ્નની કંકોતરી એકઠી થઈ હોય, જેમાંથી મોટાભાગે તો બહુ ઝાઝો અંગત ઉમળકો કે લાગણી નહિ, પણ વ્યવસાય કે એવાં બીજાં કારણો જ હાજરી માટે પ્રેરતા હોય. શહેરની વાત બાજુએ રાખીએ તો બહારગામથી પણ લગ્નની કંકોતરી આવે તો બીજીબાજુ મૃત્યુના સમાચાર પણ આવે.
એક વાર આવા એક લગ્ન પ્રસંગે હાજરી આપવા હું જઈ ચડ્યો. લગ્નસ્થળ એક જાહેર જિમખાનામાં હતું. ત્યાં મોટા મેદાનના ત્રણ ભાગ પાડ્યા હતા અને ત્રણ જગ્યાએ જુદાં જુદાં લગ્નોનો ઉત્સવ ચાલુ હતો. હું એક મંડપમાં દાખલ થયો, ત્યાં થોડા પરિચિત ચહેરાઓ જોઈને નક્કી કર્યું કે મારે જ્યાં જવાનું છે તે આ જ મંડપ છે. મોટું મેદાન અને હજારો માણસોની હાજરીને લીધે વરવહુ ક્યાં બેઠાં હતાં, તે તો દૂરથી દેખાતું જ નહોતું. બે-ચાર મિત્રો મળી ગયા, એમની સાથે જમવાનું પતાવીને પછી વરવઘૂને શુભેચ્છા આપવા જઈએ, એમ વિચારીને જ્યાં રિસેપ્શનના પ્લેટફોર્મ પર ગયો ત્યાં આશ્ચર્ય. વરરાજા તો કોઈ બીજા જ હતા. મને ખ્યાલ આવી ગયો કે હું ભૂલથી કોઈ બીજા જ લગ્નસમારંભમાં જઈ ચડ્યો છું. તરત બહાર નીકળી પાકી તપાસ કરીને પછી સાચો મંડપ શોધી કાઢ્‌યો. કોઈ મંડપ ઉપર કોના લગ્નપ્રસંગ છે એનું કોઈ બેનર પણ મૂકેલું નહોતું.
ખરી વાત હવે આવે છે. એ લગ્ન સમારંભમાં પણ મોટા ભાગે એ જ ચહેરા, એ જ ટોળાં. એ જ શહેરના આગેવાન લોકો અને એ જ ઝાકઝમાળ. બધે એક પ્રકારનો બીબાંઢાળ ક્રિયાકાંડ, જમવામાં પણ એ જ વાનગીઓ, બઘું જ યાંત્રિક ત્યારે મનમાં પ્રશ્ન થયો. આ સ્થળે દરરોજ આવા ત્રણ-ચાર લગ્નપ્રસંગો યોજાય છે, એમાં આવનારા લોકોમાંથી અડધા તો એના એ જ લોકો હોય છે. કેટરર પણ મોટાભાગે એક જ. લગ્નનો મંડપ ઉભો કરનારા કોન્ટ્રાક્ટર પણ એ જ શહેરના જાણીતા એક-બે કોન્ટ્રાક્ટરમાંથી જ હોય. માત્ર વરવઘૂ બદલાય. બાકીનો બધો તમાશો, બધો તાસીરો એકસરખો જ હોય, તો પછી આવા નિરર્થક અને યાંત્રિક ક્રિયાકાંડોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવો અને અનેક લોકોની કીંમતી સમય બગાડવો કેટલો જરૂરી?
તમે કોઈ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે પ્રવાસીઓ સાથેની વાતચીતમાં એમના પ્રવાસનું કારણ પૂછજો. કેટલાક લોકો કોઈ લગ્નપ્રસંગે જતા હશે, તો વળી કેટલાક સગામાં કોઈના અવસાન નિમિત્તે ખરખરો કરવા જતા હશે, તો બહુ મોટી સંખ્યામાં લોકો કોઈને કોઈ માનતા પૂરી કરવા માટે. કોઈ ને કોઈ ધર્મસ્થળોએ ધસી જવાની આપણી પ્રજાની ઘેલછા પણ ગજબની છે. ઘરમાં બાળક અવતરે, પતિની નોકરીમાં પ્રમોશન મળે, કોઈ બીમારી મટી ગઈ કે દીકરાને કોલેજમાં એડમિશન મળ્યું, આવી દરેક નાનીમોટી, પણ ક્ષુલ્લક બાબતમાં આપણા શ્રઘ્ધાળુ લોકો માનતા કરે છે, અને પછી એ પૂરી કરવા માટે ટ્રેન કે બસમાં ચડી બેસે છે. પ્રવાસ માટેના પૈસા ન હોય તો ઉછીના લઈશું, અને પ્રવાસમાં ગમે તેટલી ભીડ હોય, ધક્કામૂક્કી થાય, એ બઘું સહન કરી લઈશું, પણ માનતા તો પૂરી કરવી જ પડે. આ દેશમાં બસ અને ટ્રેનોમાં ભીડ ઓછી થઈ જાય, એવી માનતા કોઈ કેમ નથી માનતું? અને, કોઈ ચોક્કસ ધર્મસ્થાને જઈને અમુક વિધિ કરીએ તો જ માનતા પૂરી થાય? ઘરમાં બેસીને પૂજાપાઠ વડે ભગવાન કે ખુદાનો આભાર માની શકાય? વાસ્તવમાં આવાં નકામાં કારણોસર પ્રવાસ કરીને બીજા અનિવાર્ય કામ માટે પ્રવાસ કરતા લોકોને ત્રાસ આપવો અને ભીડમાં ઉમેરો કરવો એ જ મોટી અધાર્મિકતા છે.
જે રીતરિવાજો અને ક્રિયાકાંડોમાં જવાનું ટાળી શકાય તેમ હોય ત્યાં પણ અતિ ઉત્સાહમાં ધસી જવું એમાં સમયનો ભારોભાર બગાડ તો છે જ, પણ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થાનો પણ એમાં ભારે દુરુપયોગ છે. જે દેશમાં ટ્રેન, બસ કે વિમાનવ્યવહારની સગવડો ખૂબ અપૂરતી હોય, રસ્તાઓ વાહનોથી ખીચોખીચ હોય, નવી ટ્રેન કે બસ શરૂ કરવાના પૈસા ન હોય, બળતણની ભારે તંગી હોય, ત્યાં એક પણ નકામો પ્રવાસ એ દેશનાં ટાંચા સાધનો ઉપરનો અત્યાચાર છે. આવા આઘુનિક બળાત્કારોની આપણે નોંધ લેતા નથી, એ આપણી કમનસીબી છે.
આપણા મોટાભાગના લોકો મોટાં શહેરોમાં નાનકડા ફ્‌લેટમાં માંડમાંડ સંકડાશમાં રહેત ાહોય છે. એમને ત્યાં છાશવારે સારા-માઠા પ્રસંગે ધસી જવાથી એમની તો દુર્દશા જ થઈ જાય છે. મહેમાનોને સાચવવાથી માંડીને એમની રસોઈ કરવામાં જ ગૃહિણી અડધી માંદી થઈ જાય છે. આવા પ્રસંગોએ એકઠા થયેલાં સગાવહાલાં આટલો બધો અવાજ કરે છે કે એ ઘોંઘાટથી પણ યજમાનો કંટાળી જાય. ઉપરથી આપણે ત્યાં સ્વચ્છ પાણી કે ખોરાક પણ ન મળતો હોવાથી સામૂહિક રસોઈ અને સમૂહભોજનમાં ગંદું પાણી અને ભેળસેળવાળી રસોઈ ખાઈને લોકોનું આરોગ્ય બગડે તે વધારામાં. આપણે ત્યાં દર ઉનાળામાં લગ્નપ્રસંગોએ પ્રદૂષિત ભોજન ખાઈને ઝાડા-ઊલટી થવાના તથા ખોરાક ઝેરથી મરી જવાના હજારો કિસ્સા બને છે, પણ તોય આમાંથી કોઈને બોધપાઠ લેવો નથી.
હવેનો કોઈ પ્રસંગ પચીસ-પચાસ હજારથી ઓછામાં ઊકલતો નથી અને લગ્નપ્રસંગ તો પાંચ-પચીસ લાખ સુધી લંબાય છે. પોતાના સ્વજનો કે મિત્રોને ભયંકર મુશ્કેલીમાં પાંચ રૂપિયાની મદદ નહિ કરનાર લોકો બે દિવસના લગ્નપ્રસંગમાં પચાસ લાખનો ઘૂમાડો કરી નાખતા હોય છે. ઉપરથી હજારો લોકો એમાં હાજરી આપવા માટે સમય બગાડે, ભેટસોગાદો ખરીદે, વાહનોનું પેટ્રોલ બાળે, ટ્રાફિક જામ થઈ જાય, એ બધા નુકસાનનો આપણે કદી વિચાર જ કરતાં નથી. પરિણામે, આડેધડ પ્રસંગો, સમારંભો યોજાતા રહે છે અને લોકો વિચારશૂન્ય બનીને એમાં આંધળી હાજરી પૂરાવતા જ રહે છે, આપણાં અમૂલ્ય સાધનો, શક્તિ અને ઊર્જા આવા નિરર્થક તમાશામાં વેડફાતાં જ રહે છે.
કોઈ સ્વજન કે મિત્ર માંદા પડે ત્યારે આપણે એના ખબર કાઢવા હોસ્પિટલ જઈએ છીએ. મોટાં શહેરોમાં હવે સ્વાભાવિક રીતે જ પરિચિતોનું વર્તુળ પણ ખાસ્સું મોટું હોય છે. પરિણામે, દર્દીનાં સગાંવહાલાં ખબર કાઢવા આવતા પરિચિતોથી ત્રાસી જાય છે. બધાને આવકાર આપવો, પછી શું બીમારી છે, ક્યારે હોસ્પિટલમાં દાખલ થયા, હવે ક્યારે રજા મળશે, ડોક્ટર શું નિદાન કરે છે, એ બધાની એકની એક રેકર્ડ વગાડીને એ લોકો થાકી જાય છે. પણ છતાં, આંતરિક થાક દબાવીને, હસતું મોઢું રાખીને બધાને જવાબ તો આપવો જ પડે છે. આપણી હોસ્પિટલો આવા ખબર કાઢનારા સગાવહાલાનાં ટોળાંથી ઊભરાતી હોય છે. એનાથી હોસ્પિટલમાં ઘોંઘાટ થાય છે, દર્દીને પણ ખલેલ પહોંચે છે, ઉપરથી આવનારા લોકો ખાવાપીવાની ચીજો જ્યાં ત્યાં ફેંકીને ગંદકી કરે એ વધારામાં અને, ખબર કાઢનાર માણસ હોસ્પિટલમાં જાય અને લાંબો સમય બહાર ન આવે, એટલે રસ્તા પર ગાડીમાં રાહ જોનાર એના મિત્રો કે સગાં-સંબંધી કારનું હોર્ન વગાડી વગાડીને આખી શેરીને ત્રાસ આપે.
એવું નથી કે સામાજિક રીતરિવાજો બિલકુલ બંધ કરવા અને સ્મશાનયાત્રામાં જવું નહિ, કોઈનાં લગ્નમાં જવું નહીં કે કોઈની ખબર કાઢવા જવું નહીં. આમાં પ્રશ્ન વિવેકબુદ્ધિનો છે, અગ્રતાનો છે, જ્યાં બહારગામ જવું અનિવાર્ય ન હોય ત્યાં તાર કે પત્ર દ્વારા દિલસોજી કે અભિનંદન આપી શકાય. બહારગામ જવાનો ખર્ચ ટાળીને એના પૈસા ભેટરૂપે કે ચાંદલા રૂપે મોકલીએ તો એ સામી વ્યક્તિને કામ પણ આવે. કોઈ ગરીબ કુટુંબમાં મરણ થયું હોય તો એની ઉત્તરક્રિયાઓના ખર્ચમાં એ ખપ લાગે, ગામમાં ને ગામમાં પ્રસંગ હોય ત્યાં પણ જેટલા ઓછા લોકો એકઠા થાય એટલા વાહનો ઓછાં વપરાય, પેટ્રોલ ઓછું બળે, પ્રદૂષણ ઓછું થાય. ગામમાં પણ સારો સંદેશો કે દિલસોજી પાઠવી શકાય. બહુ જ અંગત હોય, જ્યાં જવા માટે અંદરથી મન ધક્કો મારતું હોય, એવા સ્વજન કે પરિચિતના પ્રસંગમાં જવું જ જોઈએ. પણ એ સિવાય પણ ક્રિયાકાંડ કે ઔપચારિકતા ખાતર જવાનું આપણે ઘણા કિસ્સાઓમાં ટાળી શકીએ.
સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતિનાં સપનાં જોઈ શકે નહીં. આપણે કેટલા બધા નિરર્થક તહેવારો અને નિરર્થક પ્રસંગો તથા ઔપચારિકતાઓમાં સમય બગાડીએ છીએ? દર રવિવાર થાય અને હોટલનું પ્રદૂષિત ભોજન લીધા વિના ચાલે નહીં એવાં કુટુંબો બહાર જવામાં, હોટેલમાં પહોંચીને ટેબલ પર ભોજનની રાહ જોવામાં, પોતાનો નંબર આવે એની લાઈન લગાડવામાં અને પછી ઘરે પાછા ફરવામાં કલાકો બગાડી નાંખે છે. આટલી વારમાં ટોફલર, પિટર, ટ્રકર, એરીક ફ્રોમ કે માર્શલ મેકલુહાનનું એક સુંદર પુસ્તક વાંચી શકાય, પણ આવા સાદા હિસાબકિતાબ માંડવાની ફુરસદ કોને છે?
આપણે ક્યારેક સામાજીકતાના અતિરેકમાં સરી પડીએ છીએ અને વિચારતા નથી કે આમાં સમય બગડે છે. નકામા પ્રવાસથી જાહેર વાહન વ્યવહાર વ્યવસ્થા ઉપર દબાણ આવે છે. લોકોની ભીડ થાય છે. પ્રવાસ સગવડ ભર્યો બનવાને બદલે અગવડ ભરેલો બની જાય છે. ધાર્મિકતાનો તકાજો પૂરો કરવા આપણે ધાર્મિક સ્થળોએ અવારનવાર ધસી જઈએ છીએ. લગ્નમાં હાજરી આપવા દૂર સુધી જઈએ છીએ.
આપણે એમ માનીએ છીએ કે એમ નહી કરીએ તો ફલાણા મિત્ર કે ફલાણા સગાને માઠું લાગી જશે, પણ વિચારતા નથી કે લોકો આવેલા મહેમાનોની યાદી રાખતા નથી. આ જમા ઉધારનો તમાશો નથી. આપણી હાજરીમાં આંતરિક અનુભૂતિ છે કે માત્ર ઔપચારિકતા એનો વિચાર આપણે ઊંડાણથી કરવો જોઈએ. જો આવો વિચાર કરીએ તો દેશ અને સમાજ ઉપર દેખાડા ખાતર થતાં પ્રવાસ અને દેખાડા ખાતર યોજાતા ઉત્સવોમાંથી બચી શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 

 

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved