Last Update : 19-November-2012, Monday

 

વિકેટ ઝડપવા માટે ખુબ જ ધીરજ દર્શાવવી પડશે
અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદની પીચ આશ્ચર્ય સર્જનારી રહી છે

અમદાવાદ,રવિવાર
અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમની પીચ ભૂતકાળમાં આશ્ચર્ય સર્જનારી રહી છે અને હાલમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં પણ ચોથા દિવસના અંતે તે જ ચર્ચાના કેન્દ્રમાં છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન કૂક અને વિકેટકિપર બેટ્સમેન પ્રાયરે જે પ્રકારની ધીરજ અને ખંત સાથે ભારતીય બોલિંગનો સામનો કર્યો તે દાદ આપવા લાયક રહ્યો તેમાં કોઇ શંકા નથી. જો કે ચોથા દિવસે પીચનું વલણ પણ બધાએ નોંધ્યું હતુ. જે પીચ પરથી બીજા અને ત્રીજા દિવસે સ્પિનરોને જબરજસ્ત ટર્ન મળતાં હતા. ત્યારે લાગતું હતુ કે, આ પીચ પર ચોથા કે પાંચમા દિવસે રમવું પણ અત્યંત કપરૃ બનશે પણ તેની વિરૃદ્ધમાં આજે ચોથા દિવસે પીચમાંથી સ્પિનરોને ખાસ મદદ મળતી હોય તેવું જોવા મળતું નહતુ. એકાદ-બે બોલમાં અસાધારણ કહી શકાય તેવો ટર્ન જોવા મળ્યો હતો પણ બાકી બેટ્સમેનોને ચોંકાવી દે તેવો ખાસ ચમકારો ન હોવાનું અનુભવાયું હતુ.
ચોથા દિવસની રમતના અંતે ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ કહ્યું હતુ કે, અંહીની વિકેટ એકદમ ફ્લેટ થઇ ગઇ છે. અગાઉ પીચમાંથી સ્પિનરોને મદદ મળતી હતી પણ હાલમાં તો તે બેટિંગ કરવા માટે ખુબ જ આસાન છે.
સ્પિનરોને હમણાં તો તેમાંથી કોઇ મદદ મળતી નથી. તેમાંથી મદદ મેળવવા માટે અમારે સખત મહેનત કરવી પડી રહી છે. મને વિકેટ મેળવતા આંખે પાણી આવી ગયા હતા. હવે આવતીકાલની રમત અંગે યાદવે કહ્યું કે, હવે વિકેટ ઝડપવા માટે અમારે આવતીકાલે ખુબ જ ધીરજ દર્શાવવી પડશે અને ખુબ જ પરસેવો પાડવો પડશે.
અગાઉ પણ ટેસ્ટ દરમિયાન મોટેરાની પીચ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ફાસ્ટ બોલરોનું જોરદાર પ્રભુત્વ રહ્યું હતુ. જ્યારે શ્રીલંકા સામેની મેચમાં બેટ્સમેનોએ બિન્ધાસ બેટિંગ કરી હતી.

ભારતની જીત અંગેનો પ્રેક્ષકોનો ઈંતેજાર લંબાયો
ઇંગ્લેન્ડ ગઇકાલે ફોલોઓન થઇ જતાં આજે ભારતનો વિજય જોવા માટે મોટા પ્રમાણમાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે ઈંગ્લેન્ડના બેટ્સમેનોની લડતને કારણે ચાહકોનો ઈંતેજાર લંબાયો હતો. ભારતીય બોલરોએ આજે પાંચ વિકેટ ઝડપી હતી પણ કૂક અને પ્રાયરની મકકમ બેટિંગને કારણે તેઓ પણ પરેશાન જણાતા હતા.હવે ચાહકોને આશા છે કે આવતીકાલે ભારતીય બોલરો કમાલ કરશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved