Last Update : 19-November-2012, Monday

 
 

કેપ્ટન કૂકના નોટઆઉટ ૧૬૮ રન ઃ પ્રાયરના ૮૪*
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

ભારતે હવે બાકીની પાંચ વિકેટ સસ્તામાં ઝડપવા પ્રયાસ કરવો પડશે

 

આજનો આખરી દિવસ નિર્ણાયક બનશે ઃ ઓઝા-યાદવની ૨-૨ વિકેટ

અમદાવાદ,રવિવાર
કેપ્ટન કૂકની નોટઆઉટ ૧૬૮ રનની ઇનિંગની આગેવાની ઈંગ્લેન્ડના બેટસમેનોએ જોરદાર સંઘર્ષ કરતાં અમદાવાદમાં રમાઇ રહેલી ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ બચાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતીય બોલરોએ આજે ચાહકોને નિરાશ કર્યા હતા. જો કે ઉમેશ યાદવ અને પ્રજ્ઞાાન ઓઝાએ ૨-૨ વિકેટ ઝડપતાં ફોલોઓન થયેલા ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ પડી હતી પણ તેઓએ ચોથા દિવસની રમતના અંતે ૩૪૦નો સ્કોર કર્યો હતો અને કુલ ૧૦ રનની સરસાઇ મેળવી હતી. કૂકની સાથે વિકેટકિપર બેટ્સમેન પ્રાયરે મક્કમતાથી બેટિંગ કરતાં નોટઆઉટ ૮૪ રનની સાથે કૂક સાથે નોટઆઉટ ૧૪૧ રન જોડયા હતા.
ટેસ્ટમાં આવતીકાલનો પાંચમો અને આખરી દિવસ નિર્ણાયક બનશે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો મેચ ડ્રો કરવા માટે આવતીકાલે બને તેટલો સમય પીચ પર ટકીને સંઘર્ષ કરવાનો પ્રયાસ કરશે. જ્યારે ભારતીય બોલરો ઈંગ્લેન્ડને ઝડપથી ઓલઆઉટ કરીને બેટ્સમેનોને ઓછા પડકારનો સામનો કરવાનો આવે તેવો પ્રયાસ કરશે.
ભારતીય બોલરોની સારી શરૃઆત
અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે આજે ચોથા દિવસે કૂક ( ૭૪) અને કોમ્પ્ટોન (૩૪)ની જોડીએ ગઇકાલની ઈંગ્લેન્ડની બીજી ઇનિંગને વિના વિકેટે ૧૧૧ના સ્કોરથી આગળ ધપાવી હતી. સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોના ભારે ઉત્સાહ વચ્ચે શરૃ થયેલી ચોથા દિવસની રમતમાં ભારતીય બોલરોએ આક્રમક શરૃઆત કરી હતી. આજના દિવસની સાતમી ઓવરમાં ઝહીર ખાને તેના આખરી બોલ પર કોમ્પ્ટોનને લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો. કોમ્પટોન ગઇકાલના સ્કોરમાં વધુ ત્રણ જ રન કરી શક્યો હતો. જે પછી ઓઝાની સ્પિન બોલિંગને રમવામાં ટ્રોટ ભુલ કરી ગયો હતો અને ૧૭ રનના સ્કોર પર ધોનીને કેચ આપી બેઠો હતો. જે પછી ઓઝાએ પીટરસનને માત્ર ૨ રને ક્લિન બોલ્ડ કરીને ભારતને જીત તરફ આગળ ધપાવ્યું હતુ. યાદવે બેલ (૨૨) અને સમિત પટેલ (૦)ની વિકેટ એક જ ઓવરમાં ઝડપીને ઈંગ્લેન્ડનો સ્કોર ૧૯૯માં પાંચ વિકેટ કરી દીધો હતો.
કેપ્ટન કૂકની ક્લાસિક ઇનિંગ
ઈંગ્લેન્ડના કેપ્ટન કૂકે સ્પિનરો સામે રમવાની કુશળતા દર્શાવતા કારકિર્દીની ૨૧મી સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન તરીકેની આ તેની ત્રીજી સદી હતી. કૂકે ખુબ જ ધીરજ દર્શાવતા ટીમને હારની બચાવવાનો નિર્ધાર વ્યક્ત કરતાં ૩૪૧ બોલમાં ૨૦ ચોગ્ગા સાથે નોટઆઉટ ૧૬૮ રન નોંધાવ્યા હતા. ભારતીય બોલરોની જીત મેળવી લેવાની ઉતાવળ પર અંકુશ મુકતી બેટિંગ કરતાં કૂકે ઈંગ્લેન્ડના બેટ્સમેનોમાં આત્મવિશ્વાસ જગાવવાની કોશીશ કરી હતી. તેણે કોમ્પ્ટોન સાથે ૧૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે બેલ સાથે તેણે ૩૯ રન અને ટ્રોટ સાથે ૩૩ રનની ભાગીદારી કરી હતી. જ્યારે પ્રાયર સાથે તેણે નોટઆઉટ ૧૪૧ રન જોડયા હતા. પ્રાયરે પણ ઊપયોગી બેટિંગ કરતાં ૧૯૦ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે નોટઆઉટ ૮૪ રન નોંધાવ્યા હતા.
અશ્વિન ફ્લોપ ઃ પીચનું
આશ્ચર્યજનક વલણ
ભારતના નંબર વન સ્પિનર તરીકેનું ગૌરવ લેતો અશ્વિન આજે સાવ ફ્લોપ રહ્યો હતો. અશ્વિને ૪૧ ઓવર નાંખી હતી, જેમાં ૯ મેડન હતી અને તેણે ૧૦૪ રન આપ્યા હતા. આજે પીચનું વલણ પણ આશ્ચર્યજનક રહ્યું હતુ અને જેવા ટર્ન બીજા-ત્રીજા દિવસે જોવા મળતાં હતા, તેવા ટર્ન થતાં બોલ ભાગ્યે જ જોવા મળતાં હતા. પીચ વિશ્લેષકો પણ અમદાવાદ ટેસ્ટની પીચનું વલણ જોઇને આશ્ચર્યમાં પડી ગયા હતા. હવે આવતીકાલે આખરી દિવસે મેચ કઇ તરફ ઝુકે છે તેના પર બધાની મીટ મંડાઇ છે.
પ્રથમ ઇનિંગ ઃ ભારત ૫૨૧/૮ ડિક., ઈંગ્લેન્ડ ૧૯૧
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ(ફોલોઓન બાદ)

-

રન

બોલ

કૂક રમતમાં

૧૬૮

૩૪૧

૨૦

કોમ્પ્ટોન એલબી બો.ઝહીર

૩૭

૧૨૮

ટ્રોટ કો.ધોની બો.ઓઝા

૧૭

૪૩

પીટરસન બો.ઓઝા

૦૨

૦૬

બેલ એલબી બો.યાદવ

૨૨

૫૯

એસ.પટેલ એલબી બો.યાદવ

૦૦

૦૧

પ્રાયર રમતમાં

૮૪

૧૯૦

૧૦

વધારાના (બાય ૪, લેગબાય ૬)

૧૦

 

 

 

કુલ ૧૨૮ ઓવરમાં ૫ વિકેટે

૩૪૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૨૩ (કોમ્પ્ટોન ૪૪.૬), ૨/૧૫૬ (ટ્રોટ ૫૭.૧), ૩/૧૬૦ (પીટરસન ૫૯.૧), ૪/૧૯૯ (બેલ ૭૬.૫), ૫/૧૯૯ (એસ.પટેલ ૭૬.૬)વબોલિંગ ઃ યાદવ ૧૯-૧-૬૦-૨, ઓઝા ૪૪-૧૩-૧૦૨-૨, અશ્વિન ૪૧-૯-૧૦૪-૦, સેહવાગ ૧-૦-૧-૦, ઝહીર ૧૮-૩-૩૮-૧, તેંડુલકર ૧-૦-૮-૦, યુવરાજ ૪-૦-૧૭-૦.

કૂકની કેપ્ટન તરીકેની ત્રીજી ટેસ્ટમાં સદી
ઈંગ્લેન્ડના ઓપનર કૂકે કેપ્ટન તરીકેની ત્રીજી ટેસ્ટમાં સતત ત્રીજી સદી ફટકારવાનો અનોખો કિર્તિમાન રચી દીધો હતો. કૂક આ સાથે આવી સિધ્ધિ મેળવનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો હતો. કૂકની આ ભારતીય ઊપખંડમાં પાંચમી સદી છે અને તેના જેવી સિધ્ધિ અન્ય કોઇ ઈંગ્લિશ બેટ્સમેન મેળવી શક્યો નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved