Last Update : 19-November-2012, Monday

 

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

આદિત્ય ઠાકરેને તૈયાર કરાઈ રહ્યો છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
છેલ્લાં ચાર દાયકાથી મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં એકચક્રી શાસન કરનારા શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની વિદાય બાદ તેમનો રાજકીય વારસો કોણ સંભાળશે એ વિરાટ પ્રશ્ન છે.
૧૯૬૬માં શિવસેનાની સ્થાપના કરનારા બાળ ઠાકરેએ શિવસેના માત્ર ૧૯૯૫થી ૧૯૯૯ના સમયગાળા દરમ્યાન સત્તા પર હોવા છતાં રાજ્યમાં હુકમનું પત્તું તેમના હાથમાં હતું.
૧૯૭૧માં શિવસેનાનો પહેલો મેયર બન્યો ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકા ઉપર છેલ્લાં ૨૦ વર્ષ સુધી શિવસેનાએ સત્તા જાળવી રાખી છે.
તેમના પેગડામાં હવે કોણ પગ મુકશે એ મોટો પ્રશ્ન છે. ઉધ્ધવ ઠાકરે છેલ્લાં ૬ મહિનાથી બીમાર છે અને તેઓ પિતાનો વારસો સંભાળી શકે એમ નથી તે સ્પષ્ટ થયું છે જ્યારે ભત્રીજા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી અલગ માર્ગ લીધો છે અને તે પક્ષનું શિવસેનામાં વિલીનીકરણ કરશે કે કેમ એ વિશે પ્રશ્નાર્થ છે.
શિવસેના પ્રમુખ છેલ્લાં એક વર્ષથી બીમાર હોવાથી ઉધ્ધવ અને તેના પત્ની રશ્મિ પુત્ર આદિત્યને તૈયાર કરી રહ્યા છે. જોકે આદિત્યને પક્ષના વરિષ્ઠ નેતાઓ સ્વીકારશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે.
આગામી૨૦૧૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પૂર્વે પક્ષના સમીકરણો સ્પષ્ટ થઈ જશે.
સેના પ્રમુખે ઊભો કરેલો દબદબો જાળવવો હોય તો ઉધ્ધવ અને રાજ ઠાકરેએ એક મંચ પર આવવું જ પડશે. સેના પ્રમુખે દશેરાની રેલીમાં વિડીયો કોન્ફરન્સ મારફત જાહેરસભા સંબોધનમાં શિવસૈનિકોને હવે ઉધ્ધવ અને આદિત્યને સંભાળી લેજો એવું નિવેદન કર્યું હતું પરંતુ તેમની આ અંતિમ સલાહને પક્ષના વરિષ્ઠ નેતાઓ સ્વીકારે છે કે નહિ તે જોવાનું રહ્યું.
આદિત્ય ઠાકરેએ ઉધ્ધવ તથા રશ્મિ તૈયાર કરી રહ્યા છે અને ૨૦૧૪ની ચૂંટણીમાં ટિકિટો ફાળવવાની જવાબદારી પણ તે સંભાળશે તેમ માનવામાં આવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved