Last Update : 19-November-2012, Monday

 

જનજીવન થંભી ગયું ઃ જય મહારાષ્ટ્રનો ગગનભેદી નાદ
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

પણ વેપારીઓએ સદ્ગત નેતામાં 'બંધ'ની જાહેરાત કરી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની વિદાઈને પગલે આજે બીજે દિવસે અભૂતપૂર્વ સ્વયંભૂ 'બંધ' જોવા મળ્યો હતો. નાનકડી હાટડીથી માંડીને મોટા મોલ, ચાની રેંકડીથી માંડીને નાનીમોટી તમામ હોટેલો, ફિલ્મના થિયેટરો, દુકાનો તેમજ દૂધની ડેરીઓ બંધ રહી હતી. સામાન્ય રીતે બંધ વખતે રેલવેની કેન્ટિનો ચાલુ રહેતી હોય છે. પણ આજે તો સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની તમામ કેન્ટિનો બંધ હતી એટલું જ નહીં તાડપત્રી અને પ્લાસ્ટિક વિંટાળી પેક કરી દેવામાં આવી હતી. પરિણામો હોટેલ ઉપર જ આધાર રાખતા લોકોને ખાવા- પીવાનો વાંધો થઈ ગયો હતો. મહારાષ્ટ્રના વેપારીઓ અને જ્વેલર્સોએ બાળાસાહેબના માનમાં આવતીકાલે (સોમવાર) બંધની જાહેરાત કરી છે.
મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ભિવંડી, ઉલ્હાસનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે જડબેસલાખ બંધ પાળવામાં આવ્યો હતો.
ટેક્સી- રિક્ષા દોડતી ન હોવાથી બહારગામથી ટ્રેન, બસ કે પ્લેન દ્વારા સરસામાન સાથે આવેલા લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સાંતાક્રુઝ અને સહાર એરપોર્ટથી તો અસંખ્ય પેસેન્જરો પૈંડાવાંળી બેગ સાથે રસ્તા ઉપર આવીને રડી પડી કોઈ કાર નીકળે તો લિફટ માગતા નજરે પડયાં હતાં. જ્યારે બહારગામની ટ્રેન અને બસમાં આવનારા લોકોએ તો બેસ્ટની બસનો તથા સબર્બન ટ્રેનનો સહારો લેવો પડયો હતો.
રસ્તા ઉપર એક પણ ફેરિયા નહોતા દેખાતા. પરિણામે સામાન્ય સંજોગોમાં ભરચક રહેતા રસ્તાઓ સાવ જ ખાલીખમ લાગતા હતા અને રાતોરાત મહાપાલિકાએ ફેરિયાઓ પર સપાટો બોલાવ્યો હોય અને રોજ કરતાં પહોળાં થઈ ગયા હોય એવું લાગતું હતું.
દાદરની મુખ્ય ફુલબજારમાં દરરોજ લાખો રૃપિયાના ફૂલોની લે-વેચ થતી હોય છે. પરંતુ છેલ્લાં ત્રણેક દિવસથી તો દાદરની આ ફૂલબજાર બંધ હોવાથી મંદિરોમાં દેવોને પણ ભકતો ફૂલ ચડાવી નહીં શકયા હોય.
શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના માનમાં ફેડરેશન ઓફ એસોસિયેશન્સ ઓફ મહારાષ્ટ્ર (ફામ) તરફથી આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યું છે. આવતીકાલે મહારાષ્ટ્રભરમાં વેપાર- ધંધા બંધ રહેશે.
'ફામ'ના પ્રમુખ મોહન ગુરનાનીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રએ એક સપૂત ગુમાવ્યો છે અને વેપારી સમાજને સાચા મિત્રની ખોટ પડી છે. સદ્ગતના માનમાં રાજ્યભરમાં 'ફામ' સાથે સંલગ્ન વ્યાપારી સંગઠનો બંધ પાળશે. નવી મુંબઈની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ મારકેટ કમિટિ)ની જથ્થાબંધ બજારો આવતીકાલે સંપૂર્ણ બંધ પાળશે.
બાળાસાહેબના માનમાં મુંબઈના તમામ જ્વેલર્સો આવતીકાલે તેમના શોરૃમ અને દુકાનો બંધ રાખશે. મુંબઈ બુલિયન એસોસિયેશનના ઉપપ્રમુખ કુમાર જૈને કહ્યું હતું કે સોમવારે તમામ રિટેલરો અને હોલસેલરો દુકાનો બંધ રાખશે. સામાન્ય દિવસોમાં સોનાચાંદી બજારમાં રોજ અઢીસો કરોડનો ધંધો થતો હોય છે. સામાન્ય રીતે ઝવેરીબજારની દુકાનો રવિવારે બંધ રહેતી હોય છે પરંતુ એસોસિયેશન આવતીકાલે સોમવારે પણ બંધ પાળવાનો નિર્ણય લીધો હતો.
બોમ્બે મેટલ એક્સચેન્જ લિમિટેડ તરફથી સોમવારે દિવાળી નિમિત્તે જે મેળાવડો યોજાવાનો હતો એ મુલતવી રાખવાનો નિર્ણય લીધો એમ બોમ્બે મેટલ એક્સચેન્જ લિમિટેડના પ્રમુખ અશોક બાફના અને બોમ્બે નોન-ફેરલ મેટલ્સ એસોસિયેશન લિમિટેડના પ્રમુખ રમેશ એચ. જૈને અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.
સામાન્ય રીતે વિરોધ દર્શાવવા માટે 'બંધ'ની જાહેરાત થતી હોય છે ત્યારે પણ જેટલો પ્રતિસાદ નથી મળતો એવો સો ટકા 'બંધ' ઠાકરેના માનમાં જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્રમાં અને ખાસ તો મુંબઈમાં 'બંધ'નું એલાન થાય ત્યારે લોકો પહેલો સવાલ એ કરતા કે શિવસેનાનો બંધને ટેકો છે કે નહીં? એવી ધાક ઠાકરેએ જમાવી હતી. આજે પહેલી જ વાર ઠાકરેની ગેરહાજરીમાં સ્વંયભૂ બંધના દર્શન થયા હતા, અને 'જય મહારાષ્ટ્ર'નો ગગનભેદી નાદ ગાજ્યો હતો. મરાઠી માણૂસ માટે અને મહારાષ્ટ્રની અસ્મિતા માટે ઝઝૂમેલા આ યોધ્ધાએ જય મહારાષ્ટ્રનો જાદુઈ નારો સહુના હૈયે અને હોઠે ગજાવ્યો હતો.

બાળાસાહેબ ઠાકરેના અવસાનથી વેપાર અને ઉદ્યોગજગતમાં શોકની લાગણી
બાળાસાહેબ ઠાકરેના માનમાં મુંબઈ તેમજ નવી મુંબઈના વિવિધ બજારો આજે બંધ પાળશે
નવી મુંબઈ બજારોમાં બહારગામથી આવેલી ટ્રકોના સેંકડો ડ્રાઈવરો અને કિલનરો માટે બજારોના વેપારીઓ તરફથી બંધ દરમિયાન ભોજનની સગવડ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેનો નિધન થતાં વેપાર અને ઉદ્યોગ જગતમાં દુઃખની લાગણી ફરી વળી છે એવો સૂત્રોએ જણાવ્યું હતું. સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેને આદરણાંજલી આપવા તથા તેમના અવસાનના પગલે શોક વ્યક્ત કરવા મુંબઈ અને નવી મુંબઈના વિવિધ જથ્થાબંધ બજારોના સંગઠનોએ સોમવારે (આજે) બજારો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈમાં બોમ્બે મેટલ એક્સચેન્જ તથા બોમ્બે નોનફેરસ મરચંટ એસોસિયેશન તેમજ સ્ટેનલેસ સ્ટીલ મરચંટ એસોસિયેશનના જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈમાં આવેલી વિવિધ ધાતુઓ તથા સ્ટેનલેસ સ્ટીલની બજારો સોમવારે બંધ પાળી બાળાસાહેબ ઠાકરેને શ્રધ્ધાંજલી આપશે એવું એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું. આજ રીતે બોમ્બે આર્યન એન્ડ સ્ટીલ મરચંટ એસોસિયેશન તથા લોખંડ બજારની વિવિધ ત્રણ સંસ્થાઓના પ્રવકતાના જણાવ્યા મુજબ સોમવારે લોખંડ બજારના વેપારીઓ પણ બંધ પાળી સ્વર્ગવાસી નેતાને આદરણાંજલી આપશે.
દરમિયાન નવી મુંબઈના એપીએમસી ખાતે આવેલા અનાજ, કઠોળના જથ્થાબંધ બજારો તેમજ કરિયાણા, ખાંડ, ગોળ, નાળિયેર સહિતના વિવિધ કૃષિ બજારોના વેપારી સંગઠનોએ પણ સોમવારે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જોકે શાકભાજી, કાંદાબટાટા, ફળો વિગેરે જેવી નાશવંત ચીજોના વેપારીઓએ બંધનો નિર્ણય હજી લીધો નથી છતાં બહારગામથી આવેલી ગાડીઓમાંથી થોડી ઘણી ડિલિવરી જનતા માટે કરી આ વેપારીઓ પણ બંધ પાળે એવી શક્યતા બજારના સૂત્રોએ જણાવી હતી.
વિવિધ બજારોના વેપારી સંગઠનોએ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના નિધન અંગે શોક દર્શાવતો ઠરાવ પસાર કરી શિવસેનાના કાર્યવાહક અધ્યક્ષ તેમજ બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉધ્ધવ ઠાકરેને પાઠવવાનો નિર્ણય પણ કર્યો હોવાનો આધારભૂત સાધનોએ ઉમેર્યું હતું.
દરમિયાન નવી મુંબઈના બજારોમાં બહારગામથી જે ટ્રકો માલ લઈ બજારોમાં આવી છે એવી ટ્રકોના ડ્રાઈવર તથા ક્લિનર મળીને આશરે ૭૦૦થી ૮૦૦ જણા માટે જમવાની વ્યવસ્થા ગ્રોમા દ્વારા નવી મુંબઈ અચલગચ્છ જૈન સંઘના સહયોગમાં બે દિવસથી કરવામાં આવી રહી છે જેમાં આ ડ્રાઈવર અને કિલનરોએ ભોજનનો લાભ લઈ ઓચિંતી આવી પડેલી બંધની પરિસ્થિતિમાં વેપારીઓ તથા જૈન સમાજ દ્વારા બતાવવામાં આવેલા સહયોગ માટે આભારની લાગણી દર્શાવી હોવાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved