Last Update : 19-November-2012, Monday

 

એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય

મહારાષ્ટ્રની સ્થાપનાના દિવસથી આજ સુધીમાં ક્યારેય કોઈ રાજનેતાની સ્મશાનયાત્રામાં જોવા ન મળી હોય એવી ૨૦ લાખની ભીડ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
મહારાષ્ટ્રની રચના થઈ ત્યારથી માંડીને આજ સુધીમાં કોઈ રાજકીય નેતાની સ્મશાનયાત્રામાં ન ઉમટી હોય એટલી પ્રચંડ મેદની શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેની 'મહાઅંતિમયાત્રા'માં ઉમટી હતી. પોલીસના અંદાજ પ્રમાણે લગભગ વીસેક લાખની જનમેદની મહારાષ્ટ્રના લાડકા નેતાના અંતિમદર્શન માટે ઉમટી હતી.
આજે શહેરના અન્ય વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ખાલીખમ જણાતા હતા. પરંતુ વાંંદરા અને શિવાજી-પાર્ક વચ્ચેના પટ્ટામાં લાખોની સંખ્યામાં ઠાકરેના સમર્થકો અને અનુયાયીઓનો માનવ-મહેરામણ ઉમટયો હતો. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. નાખી નજર પહોંચે ત્યાં સુધી બસ કાળા માથા જ દેખાતા હતા. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. ઊંચા મકાનોની અગાસીમાંથી નીચે નજર કરતા જનસાગર હિલોળા લહેતો નજરે પડતો હતો. જાણે એક આખું મહાનગર રસ્તા ઉપર ઉતરી પડયું હોય એવો નઝારો દેખાતો હતો.
શિવસેનાની સ્થાપનાથી લઈને આજ સુધી શિવાજી પાર્ક પર દશેરા રેલી યોજાતી હતી. આ રેલીમાં પણ લાખોની સંખ્યામાં શિવસૈનિકો ઉમટી પડતા હતા. પરંતુ આજે તો દશેરાની રેલીથી પણ અનેક ગણા વધુ લોકોની ભીડનો જાણે સાગર ઉમટયો હતો. એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સાગર વચ્ચે જાણે હોડ જામી હોય એવો દેખાવ લાગતો હતો. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે બાળ ઠાકરેએ 'માર્મિક' સામયિક શરૃ કર્યું ત્યારે તેની નોંધ માર્મિક સિવાય કોઈએ લીધી નહોતી. પરંતુ ત્યાર પછી બાળાસાહેબની એવી હાક વાગવા માંડી હતી કે સાડા ચાર દાયકા સુધી એમની ત્રાડ સંભળાતી રહી હતી. દરેક અખબારોએ એની નોંધ લેવી પડતી હતી. જ્યારે આજે તો દેશ- દુનિયાના મિડિયાકર્મીઓ કદાચ છેલ્લી એક સદીમાં જોવા ન મળી હોય એવી પ્રચંડ સ્મશાનયાત્રાનો અહેવાલ લેવા માટે ઊમટી પડયાં હતાં.

 

બાળાસાહેબના એક જ શબ્દથી જયારે મુંબઈનું કામકાજ ઠપ્પ થઈ જતું હતું
સુપ્રીમ કોર્ટના આદેશ પછી બંધ પોકારવાના તેમના વલણ પર અંકુશ આવ્યો હતો
મુંબઈ,તા.૧૮
મુંબઈથી ૪૦૦ કિલોમીટર દૂર આવેલા ઔરંગાબાદની ડૉ.બાબાસાહેબ આંબેડકર સાથે કઈ લાગતું-વળગતું ન હોવા છતાં ત્યાંની મરાઠાવાડા યુનિવર્સિટીને તેમનું નામ આપવામાં આવ્યું ત્યારે ૧૯૯૩માં બાળ ઠાકરેએ મુંબઈ બંધનો આદેશ આપ્યોે હતો ત્યારે મુંબઈના રોજિંદા જીવન પર બ્રેક લાગી ગઈ હતી.
મુંબઈ બંધની કલ્પનાનું સર્જન અન ે તેને અમલમાં મૂકવાનો શ્રેય બાળ ઠાકરેને જાય છે ક્ષણ માત્રમાં જ હજારો લોકોને તેમનો આદેશ માનવા માટે મજબૂર કરી શકવાનું વશીકરણ તેમનામાં હતું. આ માટેના કારણો સ્પષ્ટ કરવાના પણ તેમને જરૃર પડતી નહોતી. મોટાભાગે આ પાછળના કારણને શહેર કે તેના કલ્યાણ સાથે કોઈ સંબંધ નહોતો.
૧૯૭૦ના દાયકામાં સામ્યવાદીઓ પાસેથી શહેરને પોતાના હાથમાં લઈને મરાઠી માનૂસની લાગણીઓ જન્માવ્યા પછી ઠાકરેમાં એક જ અવાજ શહેરને સૂમસામ કરી દેવાનું સામર્થ્ય હતુંય
૧૯૭૮માં ચરણ સિંહની જનતા સરકારે ઈંદિરા ગાંધીની ધરપકડ કરી હતી ત્યારે પણ શહેરનું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.
૧૯૮૭માં ડૉ.બી.આર.આંબેડકરના પુસ્તક રિડલ્સ ઓફ હિંદુઈઝમને પબ્લિશ કરવાની મંજૂરી આપતા મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નિર્ણયનો ઠાકરેએ વિરોધ કર્યો હતો ત્યારે પણ મુંબઈ બંધ કરવામાં આવ્યું હતું.
૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારે પણ મુંબઈમાં સેનાએ પોકારેલા બંધ દરમિયાન રસ્તા પર એક ચકલું પણ ફરક્યું નહોતું. આ માટે શિવ સૈનિકોને કોઈ કારણની જરૃર પડી નહોતી. ઠાકરેનો એક શબ્દ જ તેમને માટે એક આદેશ હતો.
''શિવસૈનિકો કોંગ્રેસને ભલે ધિક્કારતા હશે પરંતુ તેમને ટેકો આપવા માટે બાળ ઠાકરે કહે તો તેઓ તેમનો આ આદેશ પણ માથે ચઢાવી દેતા અચકાશે નહીં,'' એમ એક સમયે તેમના અંગત ડૉકટર ડૉ.રમેશ પ્રભુએ કહ્યું હતું.
'બંધ' શબ્દ સાંભળતા જ ડરથી ધુ્રજી ગયેલું શહેર દુકાન પર તાળા લગાવીને ઘરભેગા થઈ જતું હતું.
૧૯૮૭માં ડૉ.આંબેડકરના પુસ્તકને પ્રકાશિત કરવાનો વિરોધ કરવાનો તેમણે નિર્ણય કર્યો હતો. ત્યારે માત્ર એક જ દિવસમાં તેમણે એક લાખ શિવસૈનિકોને બોલાવ્યા હતા અને મુખ્ય મંત્રીને અરજી આપવા માટે મંત્રાલયમાં એક મોરચો લઈ જવામાં આવ્યો હતો. જો કે મંત્રાલયના બિલ્ડિંગ સુધી પહોંચે એ પૂર્વે જ ઠાકરે અને તેમના સમર્થકોને અટકાવવામાં આવ્યા. પરંતુ આ કારણે મારહાણ થવાના ડરને કારણે મુંબઈએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. દુકાનો પર તાળા લાગી ગયા હતા અને ટેકસી તેમ જ રિક્ષા રસ્તાઓ પરથી દૂર થઈ ગઈ હતી. અને સ્કૂલ કોલેજોમાં રજા આપી દેવામાં આવી હતી. એ વાત અલગ હતી. કે આ વિરોધ નબળો સાબિત થયો હતો. અને હિંસાનો એક પણ પ્રસંગ બન્યો નહોતો.
૧૯૭૩માં મહાનગરપાલિકામાં મુસ્લિમ નગરસેવકોએ 'વંદે માતરમ્' ગાવાનો વિરોધ કર્યો ત્યારે ઠાકરેએ તેમના સમર્થકોમાં રાષ્ટ્રીય ભાવના જગાડી બંધ જાહેર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે બંધ પર ચુકાદો આપ્યા પછી મામુલી કારણસર બંધ પોકારવાના તેમના વલણ પર અંકુશ આવી ગયો હતોે.
૨૦૦૩માં રાજ્ય સરકાર વિરુદ્ધ બંધ જાહેર કરવા માટે શિવસેનાને રૃ.૨૦ લાખનો દંડ પણ થયો હતો. ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદનાં બંધને ટેકો આપવાનું ઠાકરેએ બંધ કર્યા પછી શહેરમાંથી બંધનો આતંક દૂર થઈ ગયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved