Last Update : 19-November-2012, Monday

 

કરચોરો સામેનો સકંજો મજબૂત બનાવતાં
આઇટીએ સ્વિસ બેંકના કેટલાક ખાતાધારકોની બેન્કિંગની માહિતી માગી

કેટલાંક ખાતા બનાવટી નામોથી ખુલ્યાં હોવાનું તપાસમાં જણાયું

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૮
કરચોરો સામેનો સકંજો મજબૂત બનાવતાં એચએસબીસીની જીનિવા બ્રાંચના ખાતાધારકોની ગુપ્ત યાદીમાં તપાસ કરી રહેલાં આવક વેરા વિભાગે કેટલીક વ્યક્તિઓના બેન્કિંગ ડેટા માટે સ્વિત્ઝર્લેન્ડના મહેસૂલ સત્તાવાળાઓનો સંપર્ક કર્યો છે. કેટલાક ખાતાધારકો કથિતરીતે બનાવટી નામો હેઠળ અન્ય ખાતાઓ પણ ધરાવે છે તેવું તપાસમાં ખુલતાં તંત્રે આ હિલચાલ આદરી છે. આમ હવે કેટલાક ખાતાધારકો મુશ્કેલીમાં આવી શકે તેમ છે.
તાજેતરમાં આ સંદર્ભમાં આવક વેરા વિભાગે નાણાં મંત્રાલય અને સીધા વેરાના કેન્દ્રીય બોર્ડ (સીબીડીટી)નો સંપર્ક સાધ્યો હતો. હવે વિદશમાં ગેરકાયદેસરનુ ભંડોળ જમા કરાવનાર સામે સકંજો કસવા માટે વિભાગે કમર કસી લીધી છે. જેના ભાગરૃપે આ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. બન્ને દેશો વચ્ચે તાજેતરમાં કરવેરાની માહિતીની આપલેની સુધારેલી સંધિ થઇ હતી. તેને અનુરૃપ બન્ને દેશોએ કરચોરોને શોધી કાઢવા પગલાં લેવાની શરૃઆત કરી છે.
તપાસ સાથે સંકળાયેલાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતને યાદી મળ્યા બાદ આઇટી ડિપાર્ટમેન્ટ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેટલીક વ્યક્તિઓના નાણાંકીય રોકાણ અંગે મહત્વની માહિતી એક્ત કરી લીધી છે અને એવી આંશકા સેવાય છે કે તેમાંથી અનેક વ્યક્તિઓ તો કરચોરી માટે કથિતરીતે બનાવટી નામ હેઠળ સ્વિસ એકાઉન્ટ ધરાવે છે.
વર્તુળોએ જણાવ્યું હતું કે વિભાગે વેલ્થ ટેક્સ લૉઝની જોગવાઇઓ હેઠળ એક જ યાદીમાં નામ ધરાવતાં કેટલાકના આઇટીની આકારણીની શરૃઆત પણ કરી છે. સીબીડીટીના ફોરિન ટેક્સેશન વિંગ મારફત વિભાગે સ્વિસ સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો છે કેમ કે હવે ભારત સ્વિત્ઝર્લેન્ડમાં બેંક ખાતાઓ ધરાવતી વ્યક્તિના સંદર્ભમાં ભલે થોડીક પણ વિગતો મેળવી શકે છે.
આ વર્ષની મે પહેલાં આ કોઇકાળે શક્ય ન હતું. અન્ય સ્વિસ બેંકના ખાતાઓ સાથે સંબંધિત આ 'મર્યાદિત વિગતો' વિભિન્ન શહેરોમાં કરવેરાના અધિકારીઓએ આદરેલી વ્યાપક તપાસ બાદ મળી શકી હતી. જોકે તે પણ જીનિવા ખાતેની એચએસબીસી બ્રાંચમાં ખાતા ધરાવતાં વ્યક્તિઓની યાદીના આધારે જ શરૃ કરવામાં આવી હતી.
વધુમાં સુત્રોએ કહ્યું હતું કે વધારાની વિગતોને કારણે ચોક્કસ કેસોમાં કાનૂની કાર્યવાહી માટેની પ્રક્રિયા શરૃ કરવા આડેનો માર્ગ મોકળો કરશે. સુધારેલી ઇન્ડો-સ્વિસ ડબલ ટેક્સેશન એવોઇડેન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ)માં એક ચોક્કસ જોગવાઇ છે. જે મુજબ ભારત એચએસબીસીની જીનિવા બ્રાચમાં ખાતું ધરાવનારાઓ માટે મહત્વની માહિતી મેળવી શકે છે.
આ સંધિનો ઉપયોગ કરીને ભારતે એચએસબીસીમાં ૭૦૦થી વધુ ખાતાધારકોની યાદી મેળવી લીધી છે. તાજેતરના આંકડા મુજબ આઇટી વિભાગે રૃ. ૪૩૮ કરોડની નહિ જાહેર કરાયેલી રકમ શોધી કાઢી છે અને તે પેટે રૃ. ૧૩૮ કરોડનો વેરો પણ મળી ગયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved