Last Update : 19-November-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ...

 

રાષ્ટ્રીય
* ભારતમાં સાહસિકોની ઓટ નથી તે બાબતનો પુરાવો આપતી વધુ એક ઘટના બનવા જઇ રહી છે. શરીરના નીચેના અડધા ભાગમાં સંવેદના ગુમાવી ચુકેલાં ભારતના નંબર વન વિકલાંગ સ્કાય ડાઇવર તેમના મોરપીચ્છમાં વધુ એક છોગું ઉમેરવા જઇ રહ્યા છે. તેમણે એન્ટાર્કટિકામાં પસંદગી પામેલાં ૩૦ જેટલાં યુથ એમ્બેસડરોમાં સ્થાન મેળવ્યુ છે અને હવે આગામી વર્ષે તે એન્ટાર્કટિકાની વાટ પકડી છે. સાઇ પ્રસાદ વિશ્વનાથને જણાવ્યું હતું કે કરોડરજ્જુ થોડુક વધી જવાને કારણે તેનું ઓપરેશન કરાવતાં તેમના શરીરનો નીચેનો ભાગ બ્હેર મારી ગયો હતો. જોકે તેણે તેને મ્હાત આપીને હવે ૧૪,૦૦૦ ફુટની ઉંચાઇથી ડાઇવ મારીને લિમકા બુકમાં રેકોર્ડ નોંધાવ્યો છે.
* હરિયાણાં ગેંગરેપની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. બિહારમાંથી કથિતરીતે એક ટ્રક ડ્રાઇવર દ્વારા અપહરણ કરવામાં આવેલી ૧૩ વર્ષીય બાળકી પર ગેંગરેપ કરાયો છે. આ ટ્રક ડ્રાઇવરે અન્ય ડ્રાઇવરો સાથે મળીને બાળકી પર રેપ કરીને તેને છોડી દીધી હતી. એક સ્થાનિકે બાળકીને અર્ધબેભાન અવસ્થામાં રસ્તા પર જોતાં પોલીસને જાણ કરી હતી. રાજ્યની વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે બાળકીને કસ્ટડીમાં લીધી છે અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.
* કાશ્મીરી પંડિતોનો લાંબાગાળાથી અનિર્ણિત મામલો ઉકેલવામાં જમ્મૂ-કાશ્મીર સરકારને મળેલી નિષ્ફળતાની ટીકા કરતાં સમુદાયના એક સંગઠને જાન્યુઆરી ૨૦૧૩થી તેના આંદોલનનો બીજો તબક્કો શરૃ કરવાની ચીમકી આપી છે. કાશ્મીરીઓની મુખ્ય માગણીમાં રાજ્યમાં મંદિરો અને ધાર્મિક મિલ્કતો માટે એક બોર્ડ રચવાનો, પાક. અધિકૃત કાશ્મીરમાં આવેલી શ્રધ્ધા પીઠની મુલાકાતે જવા દેવા પાક. સાથે વાતચીત કરવાનો અને રાજ્યમાં શ્રધ્ધા પીઠ યુનિવર્સિટી સ્થાપવાનો સમાવેશ થાય છે.
* તાજેતરમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની મુલાકાત રદ કરવાના નિર્ણયને કારણે કુદાનકુલમ રીએક્ટરને શરૃ કરવાની યોજનાને ફટકો પડયો છે કેમ કે આ પ્રોજેક્ટ પુતિનની મુલાકાત સાથે શરૃ કરવાની યોજના હતી. ડિસેમ્બરના અંતમાં પુતિન ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ સમયના અભાવે પ્લાન્ટની મુલાકાતે ન જઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ બન્ને દેશો વચ્ચેના સંબંધોનું મૂલ્ય વધારવા માટે તેઓ દિલ્હીમાં જ રહીને વડાપ્રધાન મનમોહન સિંહ સાથે બેસીને આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી શકે છે.
* ભાજપના સીનિયર નેતા મુરલી મનોહર જોશીએ ટુજી સ્પેક્ટ્રમની તાજેતરમાં કરવામાં આવેલી હરાજીમાં કંપનીઓએ દર્શાવેલા ઓછા રસનો મામલો વધારતાં કહ્યું છે કે ઓછા ભાવે સ્પેક્ટ્રમની હરાજી કરીને સરકારી તિજોરીને રૃ. ૧.૭૬ લાખ કરોડની ખોટ ગઇ છે તેવી કેગની ગણતરીને ખોટી પાડવા માટે તાજેતરની હરાજીમાં જાણીજોઇને ચેડા કરવામાં આવ્યા છે. આમાં મહત્વની ટેલિકોમ કંપનીઓએ ભાગ ન લીધો તે બાબતે આશ્ચર્ય વ્યક્ત કરીને તેમણે બિડિંગની સમગ્ર પ્રક્રિયામાં તપાસની માગ કરી હતી.

આંતરરાષ્ટ્રીય
* નાસાની એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ આજે રાત્રે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરથી પૃથ્વી પર પાછી ફરી રહી છે ત્યારે અવકાશ છોડવાનું તેને દુઃખ છે. સુનિતાની સાથે અકી હોશિદે અને યૂરી માલેન્શેન્કો ભારતીય સમય અનુસાર સોમવારે વહેલી સવારે ૩ઃ૫૬ વાગે રશિયન સોયૂઝ યાનમાં બેસીને પૃથ્વી તરફ પ્રયાણ કરશે અને કઝાખસ્તાન ખાતે ભારતીય સમય અનુસાર સવારે ૭ઃ૨૩ વાગે ઉતરાણ કરશે.
* પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ની ૧૮૩ મુસાફરો સાથેની કરાચીથી લંડન જતી ફ્લાઈટના ટેક-ઑફ બાદ એન્જિનમાં આગ લાગતા કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. સદ્નસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. જો કે પાકિસ્તાની નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ રાબેતા મુજબ સમગ્ર બનાવ પર ઢાંકપીછોડો કરવાની કોશિશ કરતા જણાવ્યું છે કે વિમાનના એક એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા પાઈલોટને વિમાન પાછુ વાળવાની ફરજ પડી હતી.
* પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારી અને બેનઝીર ભુટ્ટોનો પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી આવતા મહિને ૨૭ ડિસેમ્બરે બેનઝીરની પુણ્યતિથિએ ચૂંટણી રાજકારણમાં વિધિવત પ્રવેશ કરે તેવી શક્યતા છે. હાલ બિલાવલ શાસક પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેનપદે છે.
* સગાંવાદ માત્ર ભારતીય રાજકારણમાં જ જોવા મળે છે એવું નથી. તાજેતરમાં જ જાહેર થયેલા ચીનના નવા નેતાઓમાંના અમુક રાજકીય પૂર્વભૂમિકા ધરાવે છે. પોલિટ બ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સાત સભ્યો અગાઉના નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. જો કે શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીના ઘણા સભ્યો નવા નેતાઓ ચૂંટી કાઢવાની પદ્ધતિથી ખુશ નથી.
* દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ ખાતે ભારતીય મૂલ્યો આધારિત શાળા શરૃ થઈ રહી છે. આ ફિનિક્સ હિન્દુ સ્કૂલમાં બાળકોમાં હિન્દુ સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવા યોગ, ધ્યાન અને ભારતીય સંગીત જેવા વિષયો ભણાવવામાં આવશે. આગામી જાન્યુઆરીથી શરૃ થનાર આ શાળામાં હિન્દી અને તમિલ જેવી ભારતીય ભાષાઓ પણ શીખવવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved