Last Update : 19-November-2012, Monday

 

લાભ પાંચમના સૂર્યાસ્ત સમયે ઠાકરે પંચમહાભૂતમાં વિલિન
મહારાષ્ટ્રના મહાનેતાની મહાયાત્રામાં મહેરામણ

રાજ્યભરમાં સ્વયંભૂ બંધ ઃ ૨૦ લાખથી વધુ આમ માનવી અને મહાનુભાવો ઠાકરેને અંતિમ વિદાય આપવા ઉમટયા ઃ ઉદ્ધવે અગ્નિદાહ આપ્યો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
લાભ પાંચમની સમી સાંજે લાખો ચાહકો અને દેશના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે શિવેસના પ્રમુખ બાળ ઠાકરેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. શાસ્ત્રોકત વિધિથી બાળ ઠાકરેના મૃતદેહને પુત્ર ઉધ્ધવ ઠાકરેએ સાંજે ૬.૧૪ના અગ્નિદાહ આપ્યો ત્યારે લાખોની મેદનીમાંથી અશ્રુધારા વહી રહી હતી. આજે સવારે ૯ વાગ્યે માતોશ્રીથી સેના પ્રમુખ બાળ ઠાકરેના મૃતદેહને અંતિમવિધિ માટે સાડા સાત કલાકની પદયાત્રા બાદ શિવાજી પાર્ક લાવવામાં આવ્યો ત્યારે એક તરફ સમગ્ર મુંબઈ અને રાજ્યમાં સ્વયંભૂ, શાંત અને જડબેસલાક બંધ પાળ્યો ત્યારે શિવાજી પાર્કથી વાંદરા સુધી ૨૦ લાખથી વધુની વિક્રમી જનમેદની બાળ ઠાકરેને અંતિમ વિદાય આપવા ઉમટી પડી હતી. મુંબઈ શહેરના ઈતિહાસમાં ઐતિહાસિક કહી શકાય તેવી સ્મશાનયાત્રા અને પ્રથમ વેળા જાહેરમાં કરાયેલા અગ્નિસંસ્કારના સામાન્ય નાગરિકોથી માંડી દેશના મહાનુભાવો સાક્ષી બન્યા હતા.
સેના પ્રમુખ 'બાળ ઠાકરે અમર રહો' અને 'પરત યા સાહેબ' (ફરી પાછા આવજો સાહેબ)ના નારાઓ વચ્ચે દાદર સ્થિત શિવાજી પાર્કના વિશાળ મેદાનમાં બાળ ઠાકરેનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.
રાજ્યપાલ કે. શંકરનારાયણ ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી, વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, ગોપીનાથ મુંડે, કેન્દ્રીય પ્રધાન શરદ પવાર, પ્રફુલ્લ પટેલ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, નાના પાટેકર ઉદ્યોગપતિ અનિલ અંબાણી, વેણુગોપાલ ધૂત, મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ મહારાષ્ટ્રના પ્રધાનો છગન ભુજબળ, જયંત પાટિલ, આર.આર. પાટિલ, ગણેશ નાઈક, એનસીપીના નેતા સુપ્રિયા સુળે, મહારાષ્ટ્રના સાંસદો, વિધાનસભ્યો સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા પણ હાજર રહ્યા હતા.
વાંદરા સ્થિત સેના પ્રમુખના નિવાસસ્થાન માતોશ્રીથી સવારે ૯ વાગ્યે નીકળેલી મહાયાત્રા બપોરે ૩.૦૦ના સુમારે સેના ભવન પહોંચી હતી જ્યાં બે કલાક તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે ૫ વાગ્યે શિવાજી પાર્ક ખાતે તૈયાર કરાયેલા સ્ટેજ ઉપર મૃતદેહ રાખવામાં આવ્યો હતો. જ્યાં મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગોગલ્સ પહેરવા માટેનો અનન્ય શોખ ધરાવનારા બાળ ઠાકરેના મૃતદેહ ઉપરથી છેક સુધી ગોગલ્સ ખસેડવામાં આવ્યા ન હતા.
બાળાસાહેબના મૃતદેહને ઉધ્ધવે અગ્નિદાહ આપ્યો ત્યારે રાજ, આદિત્ય, તેજસ, રશ્મિ, શાલિની સહિત તમામ નિકટના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડયા હતા. ઉધ્ધવે અંતિમવિધિમાં રાજને સતત જોડે રાખ્યો હતો.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ભા.જ.પ.ના નેતા મેનકા ગાંધી, શાહનવાઝ હુસૈન કોંગ્રેસના કેન્દ્રીય પ્રધાન રાજીવ શુકલા પણ અંતિમવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.
વાંદરાથી શિવાજી પાર્ક સુધીના માર્ગ ઉપર કીડિયારાની માફક લોકો ઉમટી પડયા હતા. માર્ગો ફરતે આવેલી ઈમારતોની એક પણ અગાશી કે બારી ખાલી દેખાતી ન હતી. અંદાજે સાડા પાંચ કિલોમીટરનો માર્ગ કાપતાં સાડા સાત કલાકનો સમય લાગ્યો હતો.
સેના પ્રમુખના અંતિમ દર્શન માટે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શિવસૈનિકો ઉમટી પડયા હોવા છતાં અંતિમયાત્રા દરમ્યાન કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

ક્યારેય સરકારી હોદ્દો ન સ્વીકારવા છતાં
સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ઠાકરેના અંતિમ સંસ્કાર
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
૪૬ વર્ષની રાજકીય કારકિર્દી દરમ્યાન એક પણ સરકારી હોદ્દો ન સ્વીકારનારા શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના રાજકીય સન્માનથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે અસાધારણ નિર્ણય લઈને બાળાસાહેબના યોગદાનને માન આપ્યું
સામાન્યપણે પ્રધાન રહી ચૂકેલાં નેતાને રાજકીય સન્માન આપવામાં આવે છે પરંતુ રાજ્ય સરકારે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લઈને બાળાસાહેબે મહારાષ્ટ્ર માટે કરેલાં યોગદાન બદલ બહુમાન આપ્યું હતું.
આજે સવારે ૯ વાગ્યે સેના પ્રમુખ બાળ ઠાકરેનો મૃતદેહ માતોશ્રીની બહાર ભગવા વસ્ત્રોમાં વીંટાળીને લાવવામાં આવ્યો ત્યારે પોલીસ દળે મૃતદેહનો કબજો લઈ ભગવા વસ્ત્ર ઉપર દેશનો ત્રિરંગો ધ્વજ ઓઢાડયો હતો અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાંજે ૫.૨૫ના શિવસેના પ્રમુખના મૃતદેહ ઉપરથી ત્રિરંગો ધ્વજ પોલીસે દૂર કરી સેના પ્રમુખના પુત્ર ઉધ્ધવને સુપરત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સલામી આપવામાં આવી હતી.

 

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૮
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન બાદ મોડે સુધી 'માતોશ્રી' ખાતે રહેલાં તેમના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે આજે વાંદરાના માતોશ્રીથી સેના પ્રમુખ બાળ ઠાકરેની અંતિમ યાત્રા નીકળી ત્યાંથી માહિમ ચર્ચ સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો.
સેનાભવન જવાને બદલે ઘરે જતા રહ્યાં
આજે સવારે ૮ વાગ્યે રાજ ઠાકરે માતોશ્રી પહોંચી ગયા હતા અને ત્યારબાદ સેના પ્રમુખનો મૃતદેહ ૯ વાગ્યે ભગવા વસ્ત્રોમાં વીંટાળી બહાર લાવવામાં આવ્યો ત્યારે તેઓ મૃતદેહ લઈ જવા તૈયાર કરાયેલા વિશેષ વાહનને બદલે પગપાળા ચાલવાનું પસંદ કર્યું હતું.
સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી રાજ ઠાકરે માહિમ ચર્ચ પર્યંત ચાલ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાના શિવાજીપાર્ક સ્થિત કૃષ્ણકુંજ ખાતે પહોંચી ગયા હતા.
૧ વાગ્યે કૃષ્ણકુંજ પહોંચી રાજ ઠાકરે સેના પ્રમુખનો મૃતદેહ સાંજે ૫ વાગ્યે શિવાજી પાર્કના મેદાનમાં લાવવામાં આવ્યો તેની પાંચ મિનિટ પહેલાં શિવાજી પાર્ક પહોંચી ગયા હતા.
રાજ ઠાકરે સેના પ્રમુખ બાળ ઠાકરેના મૃતદેહને લઈ જતાં વિશેષ વાહનમાં ચડયા ન હતા તેમજ શિવેસના ભવન ખાતે પણ સેના પ્રમુખના મૃતદેહને રાખવામાં આવ્યો ત્યાં ગયા ન હતા.
સેના પ્રમુખના મૃતદેહને વાંદરાના માતોશ્રીથી શિવાજી પાર્ક સુધી વિશેષ વાહનમાં લાવવામાં આવ્યો હતો અને તેમાં ઉધ્ધવ ઠાકરેનો પરિવાર હાજર હતો.

બાળા સાહેબે અંતિમ શ્વાસ લીધો ત્યારે સમગ્ર પરિવાર હાજર હતો
અવસાનના સમાચાર જાણ્યા બાદ રાજ સાંજે ચાર કલાકે પરિવાર સાથે પહોંચ્યા
બાળા સાહેબનો પલ્સ રેટ ધીમો પડી જતા ગઇકાલે વહેલા તેમના સગાસંબંધીઓને જાણ કરી દેવામાં આવી હતી. બાળા સાહેબે અંતિમ શ્વાસ લીધો ત્યારે તેમની પડખે તેમના પુત્ર અને સેનાના સીઇઓ ઉધ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસ હાજર હતા. જયદેવ ઠાકરે અને તેમની હાલની પત્ની અને પૂર્વ પત્ની સ્મિતા પણ દેખાયા હતા. ઠાકરેના અવસાન પામેલાં પુત્ર બિન્દુમાધવના પત્ની માધવી પણ એક ખૂણે દેખાયા હતા. બાળા સાહેબના એકમાત્ર બહેન સંજીવની કરાદીકર અને બનેવી ચંદ્રકાંત વૈદ્ય પણ દેખાયા હતા.
જોકે ઠાકરેના ભત્રીજા અને એમએનએસના વડા રાજ ઠાકરે તેમની માતા કુંદાતાઇ, પત્નિ શર્મિતા અને બે બાળકો સાથે સાંજે ચાર કલાકની આસપાસ આવી પહોંચ્યા હતા. પછી રાજ અને તેમનો પરિવાર રાત્રે નવ કલાકે જતો રહ્યો હતો. પછી ૪૦ મિનિટના અંતરે રાજ પાછા એકલા આવ્યા હતા. પછી કલાક સુધી રોકાયા હતા. જોકે તેમણે પોતાના કાકાના અવસાન અંગે કોઇ નિવેદન આપ્યું નહતું.
શનિવારે વહેલી સવારે સેનાના તમામ ૧૧૦ કોર્પોરેટરો માતોશ્રી ખાતે આવી પહોંચ્યા હતા અને રશ્મિ ઠાકરેને મળ્યા હતા. ઉધ્ધવની તબિયત સારી ન હોવાને કારણે તેમણે મળવાનું ઓછું રાખ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved