Last Update : 19-November-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૯-૧૧-૨૦૧૨ સોમવાર
કારતક સુદ છઠ્ઠ - શેર બજારમાં તેજી?
સિધ્ધિયોગ રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધી
બજારોમાં વધઘટ!
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૪૫ મિ. (સૂ) ૭ ક. ૪૧ મિ. (મું) ૭ ક. ૩૭ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શ્રવણ રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-વૃભષ, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંતઋતુ, રા.દિ./૨૮
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ છઠ્ઠને સોમવાર.
- સૂર્ય ષષ્ઠ્ઠી (બિહાર.)
- સિધ્ધિયોગ રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધી
- સૂર્ય અનુરાધામાં બપોરના ૧૨ ક. ૫૭ મિ.થી.
- બજારોમાં વધઘટ જણાય!
- અમરેલી, પુરૃષોત્તમલાલજીનો ઉત્સવ.
- ચૌદ દિવસમાં ઘઉંના ભાવ વધે!
- શેરબજારમાં તેજી જણાય!
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૪ રોજ શહેરેવર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની વધઘટમાં ધંધાકીય કામકાજમાં જાગૃતિ, સાવધાની રાખવી. નોકરીના કામમાં જુના સંબંધો તાજા થાય.
વૃષભ ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. જુના-નવા સબંધો તાજા થાય. ધંધો, આવક થાય પરંતુ જોખમ કરવું નહીં.
મિથુન ઃ આજે આપે ખાવાપીવામાં, વાહન ચલાવવામાં તેમજ નોકરી-ધંધાના કામમાં બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે.
કર્ક ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. નોકરી ધંધાના કામ અંગેની વ્યસ્તતા રહે. આકસ્મિક ધંધો, કામ આવી જાય.
સિંહ ઃ શરદી-કફ, ખાંસીથી, વાયરલ ઈન્ફેક્શનથી સંભાળવું પડે. બહાર જવાનું થાય. નોકરી-ધંધાના કામમાં, અંગત કામમાં ધ્યાન આપી શકો.
કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. જુના-નવા સંબંધોથી ફાયદો-લાભ થાય. અન્ય કામમાં સાનુકૂળતા રહે.
તુલા ઃ નોકરી-ધંધાના કામકાજમાં ચિંતા-ઉચાટ રહે. વધારાનો ખર્ચ થાય. કોઈનું આગમન થાય તો આપને ગમે નહીં બેચેની રહે.
વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. બજારોની વધઘટમાં જોખમી નિર્ણય કરવામાં સાવધાની રાખવી પડે.
ધન ઃ ચિંતા, રૃકાવટ છતાં આપ આપના કામમાં ધ્યાન આપી શકો. બહારગામના પરદેશના કામ અંગે ચિંતા રહે.
મકર ઃ કોઈ કામ અંગે ચિંતા-દ્વિધા રહે. નોકરી ધંધાના, આડોશ પાડોશના, સગા સંબંધી, મિત્રવર્ગના કારણે ખર્ચ થાય. પત્નીથી રાહત.
કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં આપને ચિંતા-ઉચાટ રહે. નોકરચાકર, કારીગરવર્ગ, ઉપરી વર્ગ, ભાગીદારના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં.
મીન ઃ આપના રોજીંદા કામમાં તેમજ અન્ય વધારાના કામમાં, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૧૯ નવેમ્બર
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ બે તબક્કામાં વહેંચાયેલું રહે. વર્ષારંભથી વર્ષના મધ્યભાગ સુધીનો સમય આપને આનંદ ઉત્સાહમાં પસાર થાય પરંતુ જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ નજીક આવતો જાય તેમ તેમ તમારી ચિંતા-પ્રતિકૂળતાનો સમય શરૃ થાય. વિશેષમાં...
- વર્ષારંભે મકાન-વાહનની કે ખરીદીનો કે ધર્મકાર્ય-શુભકાર્યનો ખર્ચ થાય પરંતુ આનંદ રહે.
- નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા છતાં જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી પ્રગતિ અવરોધાતી જણાય. તમારી મહેનતનું ફળ, ફાયદો-લાભ અન્યને થતો જણાય.
- સ્ત્રી વર્ગને વર્ષ મધ્યમ રહે. પતિ-સંતાનના કામની વ્યસ્તતા રહે પરંતુ શારીરિક-માનસિક શ્રમ-થાક-કંટાળો અનુભવાય.
- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું પડે. પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે.

 

સુપ્રભાતમ્

- ન કરવા જેવાં કે ન કરી શકાય તેવાં કામો કરવા જે માણસ ઈચ્છા કરે છે, તે (અર્ધા વહેરેલા) લાકડામાંથી ફાચર કાઢી નાખનાર વાંદરા માફક મૃત્યુ પામે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીને ચંપા ઘણા દિવસ પછી મળી. ચંપાએ પૂછ્‌યું, ‘‘લગ્ન પછી તું તો પહેલીવાર મળી... લગ્ન પછી ખુશીમાં તો છો ને?’’
‘‘અરે, બહેન, શું વાત કરું?’’ લીલી બોલી, ‘‘હું તો દુઃખી થઈ ગઈ. મને છેતરી આ તો!’’
‘‘કેમ શું થયું?’’ ચંપાએ પૂછ્‌યું.
‘‘અરે, મને લગ્ન પછી ખબર પડી કે,’’ લીલી બોલી, ‘‘એ તો પરણેલો મૂઓ છે અને ત્રણ છોકરાનો બાપ છે.’’
‘‘એ તો મોટો દગો કહેવાય,’’ ચંપાએ કહ્યું.
‘‘જો કે હું તો ગમે તેમ સહી લઉં છું,’’ લીલી બોલી, ‘‘પણ મારા ત્રણ દિકરાઓને નથી ફાવતું...’’

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પુરીચાટ

 


સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved