Last Update : 18-November-2012, Sunday

 
લૂંટો ભાઈ લૂંટો ! લૂંટાઈ એટલું લૂંટો !
- ભાજપના ગડકરી જેવા વેપારી રાજનેતા આપણી લોકસભાના ૫૪૩ સભ્યોમાંથી ૧૨૮ એટલે લગભગ ૨૫ ટકા છે
- એવા વેપારી રાજનેતામાંના ૧૦ને ઓળખો !

સંઘ અને ભાજપ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર પણ એ નથી સમજી શકતો કે, ભાજપ તો ઠીક પણ સંઘ ગડકરીની ઢાલ કેમ બન્યો ?
હકીકતમાં ત્રણ વર્ષ પહેલાં ગડકરીને કોઈ ઓળખતું પણ નહીં. જે ઓળખતું એ એમને એક વેપારી તરીકે જ ઓળખતું.
એમનો પહેરવેશ જ કોઈ રાજનેતા કરતાં વેપારી જેવો જ હતો. ટૂંકો (હાફ) કોટ અને શર્ટ અને પેન્ટ કે લેંઘો માથે ટોપી અથવા ટોપી નહીં. (માણસ પોતાની જાતને છૂપાવવા ગમે તેટલો દંભ કરે પણ એની આંખો અને ચહેરો એની સાચી જાતની, સાચા સ્વભાવની ચાડી ખાતા હોય છે એમ એનો પહેરવેશ પણ એના સાચા વ્યક્તિત્વની ચાડી ખાતા હોય છે.
એટલે સંઘે એમને ૨૦૦૯માં ભાજપના પ્રમુખ બનાવ્યા ત્યારે બિનસંઘી અને બિનભાજપી તો ઠીક, પણ સંઘ અને ભાજપના સભ્યોને પણ નવાઈ લાગેલી.
એમને કોઈ ઓળખે જ નહીં. આખા ગુજરાતમાં એમને ઓળખનાર એક વ્યક્તિ સિવાય કોઈ નહીં. વળી સંઘે એમને નિયમોને નેવે મુકીને સીધા ત્રણ વર્ષ માટે પ્રમુખ બનાવ્યા ! એ મુદત આ ૨૦૧૨માં પૂરી થતી હતી તો સંઘે ભાજપના બંધારણમાં એવો સુધારો કરાવ્યો કે બે વર્ષ માટે પ્રમુખ પ્રમુખ રહી શકે.
ગડકરી ઉપર સંઘ આટલું બધો કેમ વરસી રહ્યો છે એની ખણખોદીયા પત્રકારો ભાળ મેળવે એ પહેલાં તો ગડકરીની વેપારી કંપનીઓ દ્વારા કરાયેલી ગોલમાલો વિષે પેલા કેજરીવાલે ભંડો ફોડ્યો. એ પછી પત્રકારો ગડકરીની વેપારી ગલીઓ શોધવા લાગ્યા. ‘‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’’ દૈનિક ‘‘ટાઈમ્સ નાવ’’ નામથી ન્યુઝ ચેનલ પણ ચલાવે છે જેમાં ગડકરીની ગોલમાલ વિષે ૧૪-૧૫ હપ્તા આવેલા.
આવા ગડકરીને સંઘે કેમ પસંદ કર્યો એનો કારણો અગાઉ નેટવર્કમાં ત્રણ લેખો લખેલા એમાં આપેલા.
એ પછી જે નવી માહિતી પત્રકારોએ મેળવી એમાં જણાવ્યું કે એની કંપનીઓમાં જે લગભગ ૬૦૫ કર્મચારીઓ છે એ બધા જ સંઘના સ્વયંસેવકો છે. એક હોંશિયાર ચાલાક વેપારી, ઉદ્યોગપતિની જેમ ગડકરીએ પણ સંઘના સ્વયંસેવકોને નોકરીમાં રાખીને માનોને કે સંઘને ખિસ્સામાં રાખ્યો. (આખા દેશમાં ચાલાક વેપારી અને હોંથિયાર ભ્રષ્ટાચારી આ જ કરે છે. સંઘના સ્વયંસેવકોને નોકરીમાં રાખો અને બીજી બાજુ સંઘને લાખો કરોડો રૂપિયાની ભેટ આપો, જમીનો આપો.)
આપણા રાજકારણમાં ૫૦ વર્ષ પહેલાં એવો જમાનો હતો કે, એકપણ વેપારી કે ઉદ્યોગપતિ રાજકારણમાં નહોતો. લોકસભામાં પણ કોઈ નહીં. પરંતુ પછી વેપાર વર્ગને એવું અનુભવવા લાગ્યું કે, સંસદમાં પોતાના અવાજ રજૂ કરનાર કોઈ નહીં હોવાથી વેપારી વર્ગને ઘણો અન્યાય થાય છે. આથી વેપારી વર્ગ લોકસભામાં પણ ચૂંટણી લડીને બેસતો થયો. (જો કે ગડકરી તો સાવ શુઘ્ધ વેપારી હોવાથી કદી નાની ચુંટણી પણ નથી લડ્યા.
ચૂંટણી લડ્યા વગર રાજકીય લાભ લેવાની એમનામાં આવડત હોવાથી ચૂંટણી લડવાની શી જરૂર ?)
નેશનલ સોશ્યલ વોચ કોલિએશન નામની એક એનજીઓ સંસ્થા છે. એના જણાવ્યા પ્રમાણે અત્યારે લોકસભામાં કુલ સભ્યો ૫૪૩ છે જેમાં ૧૨૮ સભ્યો વેપારી અથવા ઉદ્યોગપતિ છે. એવા વેપારી રાજનેતાઓમાંના દસેકનો પરિચય જોઈએ...
(૧) નવિન જિન્દાલ.
તેઓ હરિયાણામાંથી કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયેલા સંસદ સભ્ય છે. એમની મુખ્ય કંપની જિન્દાલ સ્ટીલ અને પાવર કંપની છે... અને એમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૧૩,૩૩૩ કરોડનું છે. એટલે ૧ ખર્વ, ૩૩ અબજ કરોડ રૂપિયા છે.
એમની એક કંપની જિન્દાલ સ્ટેનલેસ સ્ટીલ લિમિટેડ પણ છે જેના તેઓ એક ડિરેક્ટર છે અને જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ કંપનીના તેઓ ચેરમેન છે.
(૨) સાવિત્રી જિન્દાલ
તેઓ નવિન જિન્દાલના માતા છે અને હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છે. તેઓ જિન્દાલ સ્ટેનલેસ સ્ટીલ લિમિટેડના ચેરપર્સન છે જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૭૮,૯૧,૦૦,૦૦,૦૦૦ છે. સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન અને વેપારના એમના વ્યવસાયમાં એમના હાથ નીચે લગભગ ૫૦૦૦ કર્મચારીઓ છે.
(૩) વાય એસ જગન મોહન રેડ્ડી
આન્ધ્ર પ્રદેશના યુવાજન શ્રમિક રાયડુ કોંગ્રેસ નામના પક્ષના આ સ્થાપક પ્રમુખ પહેલાં કોંગ્રેસના જ હતા પણ એમને કોંગ્રેસે સ્થાન ન આપતા એમણે પોતાનો આ નવો પક્ષ સ્થાપ્યો જે આન્ધ્ર જેવા કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસને ભારે પડી રહ્યો છે. આન્ધ્રમાંથી લોકસભામાં ચૂંટાયેલા આ સભ્ય જાગતી પબ્લીકેશન નામની કંપનીના માલિક છે જેનું ટર્નઓવર એટલું બઘું છે કે જે ગણી શકાય નહીં અને જે ટીવી મીડિયા, અખબાર, સિમેન્ટ, માઈનીંગ, વિજળી જેવા ઉદ્યોગો ચલાવે છે તથા જેમા લગભગ ૩૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. એને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને અત્યારે એ જેલમાં છે. એ કારણે એની માતા અને બહેન વહીવટ કરે છે. એમના પિતા આન્ધ્રના કોંગ્રેસી મુખ્યપ્રધાન હતા જેઓ હવાઈ અકસ્માતમાં માર્યા ગયા હતા.
(૪) દયાનિધિ મારન
તામિળનાડુમાં જે સત્તા ઉપર હતો અને અત્યારે વિરોધ પક્ષ છે એ દ્રવિડ મુનેત્રા કઝગમ પક્ષના લોકસભાના આ સભ્ય સન ગુ્રપ નામની જેના ૬૦૦૦ કર્મચારીઓ છે અને જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૫૭,૫૫,૦૦,૦૦,૦૦૦ છે એના માલિકોમાંના એક છે. આ સન જૂથ ટીવી મીડીયા, અખબાર, હવાઈ સફર, ક્રિકેટ વગેરે ક્ષેત્રોમાં વેપાર કરે છે.
(૫) બદરૂદ્દીન અજમલ
આસામમાં ઓલ ઈન્ડિયા ડેમોક્રેટીક ફ્રન્ટ નામના રાજકીય પક્ષના લોકસભામાં ચૂંટાયેલા આ સભ્ય અજમલ ગુ્રપ ઓફ કંપનીઝ જૂથના માલિક છે જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૧૧,૦૦,૦૦,૦૦,૦૦૦ છે. એના મુખ્ય વ્યવસાય પરફ્‌યુમનો છે જેમાં લગભગ ૭૦૦૦ કર્મચારીઓ છે.
(૬) એલ. રાજગોપાળ
જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૧૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ છે અને જેના લગભગ ૭૦૦૦ કર્મચારીઓ છે એવા લાન્કોગુ્રપ નામની કંપનીઓના આ માલિક આન્ધ્રમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા આ પણ લોકસભાના સભ્ય છે. આ કંપનીઓ વિજળી અને ઈન્ફ્રાસ્ટક્ચરમાં કામ કરે છે.
(૭) વિજય માલિયા
આપણા દેશમાં શરાબ ઉત્પન્ન કરનાર મોટામાં મોટી કંપનીના આ માલિક તાજેતરમાં વિમાની સેવાની એમની કંપની ફડચામાં જવાના કારણે જાણીતા થયા હતા. એમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૨૩,૦૦૦ કરોડ છે. એમનું યુનાઈટેડ બુ્રવરીસ નામનું જૂથ છે. જેના ૯૦૦૦ કર્મચારીઓ છે.
(૮) અજય સંચેતી
જેના પૈસાના કારણે આર.એસ.એસ. જેવી સંસ્થાએ જેમને રક્ષણ આપ્યું એ નીતિન ગડકરીની જેમ આ અજય સંચેતી પણ ભાજપના છે, ગડકરીના ખાસ જોડીદાર છે અને જેના પૈસાના કારણે આરએસએસના કહેવાથી સંસદ સભ્ય બનાવ્યા છે. એમનું વાર્ષિક ટર્નઓવર ૧,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા (૧ ખર્વ ૫૦ અબજ) છે. એમના કુલ કર્મચારીઓ ૧૩૦૦ છે અને એમનું એસએમએસ નામનું જૂથ છે જે રસ્તાઓ, નહેરો, રેલવે, માઈનીંગ ઈલેક્ટ્રીકલ, ટ્રાન્સપોર્ટ, વગેરેનો વ્યવસાય કરે છે.
(૯) કેડી સંિઘ
ઝારખંડમાંથી સંસદસભ્ય બનેલા આ રાજનેતા તૃણમૂલ કોંગ્રેસ (મમતા બેનરજી)ના સભ્ય છે. એમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૧૦,૦૦૦ કરોડ છે. અને એમના ૯૦૦૦ જેટલા કર્મચારી છે. તેઓ ફૂડ પ્રોસેસીંગ, હોટેલ, હેલ્થકેર, વિમાન, રોડ ટેકનોલોજી વગેરે ક્ષેત્રોમાં વ્યવસાય કરે છે.
ગુણવંત છો. શાહ

 

આ તમે જાણો છો ?
- એરટેલ વાપરનારા મોબાઇલ ધારકોમાં આપણો દેશ ચોથો દેશ છે. દુનિયામાં એરટેલ વાપરનારા ૨૫,૦૦,૦૦,૦૦૦ ગ્રાહકો છે.
- ફેસ બુક વાપરનારાઓમાં આપણો દેશ દુનિયામાં ત્રીજા નંબરે છે. આપણા કરતા અમેરિકા અને બ્રાઝિલ આગળ છે.
- ઊર્દૂ ભાષાની ખ્યાતનામ લેખિકા ઇસ્મત ચુગતાઈએ તેમજ ભાજપના એક નેતા સિકંદર બખ્તે પોતાના મૃત્યુ પછી દેહને કબરમાં મૂકવાના બદલે અગ્નિદાહ આપવાની ઇચ્છા રાખેલી જેને એમના સગાઓએ પાળેલી.
જ્યારે હમણાં અવસાન પામેલા બંગાળના લેખક સુનીલ ગંગોપાઘ્યાયે પોતાના મૃત્યુ પછી દેહદાન કરવાની ઇચ્છા રાખેલી પરંતુ એમના સગાઓએ એ પાળેલી નહીં.

 

ભ્રષ્ટાચારનો ભોરીંગ
કોર્ટના ચુકાદાને ઘોળીને પી જતી ગુજરાત સરકાર અને રીક્ષા યુનિયન
૨૦૦૯ની સાલમાં ગુજરાત હાઇકોર્ટે જાહેર હિતની એક અરજીના જવાબમાં ચુકાદો આપ્યો હતો કે, ગુજરાત અમદાવાદની ઓટો રીક્ષાઓમાં લગાવેલા ગોળ મીટર (યાન્કી મીટર) અને તેના ભાડાના પત્રકને ગેરકાયદે ઠરાવીને તાત્કાલીક અસરથી એ બંને દૂર કરાવવાનો ગુજરાતની ભાજપ સરકારને અને આરટીઓને તાત્કાલીક હુકમનો અમલ કરવા કહ્યું હતું.
એ ગોળ મીટરમાં ૨૪ પોઇન્ટના રૂપિયા ભાડું થાય છે. આ ભાડાપત્રકો પણ રીક્ષાચાલકોના જુદા જુદા યુનિયનો છપાવે છે જેમાંં પણ ગોલમાલ નથી થતી એવું નથી. કારણ કે કોર્ટે જે મીટર લગાવવાનો હુકમ (ચુકાદા) આપ્યો છે એમાં મીટરમાં ૬૦ પોઇન્ટનું ભાડું ૧૧ રૂપિયા ઠરાવેલું છે.
આને લગતું જાહેરનામું પણ સરકારે કોર્ટના કારણે બહાર પાડવું પડેલું પરંતુ એ પછી એનો અમલ સરકાર કે આરટીઓ કે પોલીસ નથી કરાવતી.
ભ્રષ્ટાચારનો ભોરીંગ ભાજપની ગુજરાત સરકારને ઠેર ઠેર વીંટળાયેલો છે એમાંનો આ એક જ દાખલો છે.
રીક્ષા ચાલકો અને ગુજરાતની ભાજપ સરકાર આ રીતે ત્રણ ત્રણ વર્ષથી છડેચોક લૂંટે છે.
કોર્ટનો અનાદર કરવા માટે કોર્ટ પણ સરકાર સામે પગલા નથી લેતી !

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved