Last Update : 18-November-2012, Sunday

 
દિલ્હીની વાત.
 

PM ની ડીનર ડિપ્લોમસી ફળદાયી નીવડશે?
નવીદિલ્હી,તા.૧૭
વડાપ્રધાનની ડીનર ડિપ્લોમસી આગળ વધી રહી છે. લાગે છે, એમને આ પ્રથા પર ભારે મદાર છે. એમણે ગઇ રાત્રે એમના ૭, રેસકોર્સ રોડ સ્થિત નિવાસે યુપીએના સાથી પક્ષોના નેતાઓ સાથે ભોજન લીધું હતું. આ ભોજન બેઠક આગામી સપ્તાહમાં શરૃ થઇ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન એફડીઆઇ મુદ્દે સરકાર પર થનારા વિપક્ષી હલ્લાને પહોંચી વળવાના વ્યૂહના ભાગ રૃપ હતી.
આ બેઠકમાં પ્રફુલ્લ પટેલ (એનસીપી) અજીતસિંઘ (આરએલડી) તેમજ ટી.આર. બાલુ (ડીએમકે) ઉપસ્થિત હતા. ભોજન અગાઉ સોનિયા ગાંધી, વડાપ્રધાન તેમજ એમના સાથી પ્રધાનો પી. ચિદમ્બરમ, સુશીલકુમાર શિંદે અને એ.કે. એન્ટોનીએ સાથી-પક્ષોના નેતાઓને સંબોધ્યા હતા. વડા પ્રધાને આજે ભાજપ નેતાઓને ભોજન માટે પોતાના ઘેર આમંત્રણ આપ્યું હતું. એલ.કે. અડવાણી, લોકસભા વિપક્ષીનેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભાના વિપક્ષી નેતા અરૃણ જેટલી આ બેઠકમાં પહોંચે એવી સંભાવના છે. વડાપ્રધાન અગાઉ સમાજવાદી પક્ષ અને બસપાના નેતાઓ માટે આવાં કાર્યક્રમ યોજી ચૂક્યા છે. હાલમાં આ બંને પક્ષો કેન્દ્ર સરકારને બહારથી ટેકો આપી રહ્યા છે, જેનાથી સરકાર ટકી રહી છે.
વડાપ્રધાન માટે મુશ્કેલ પરિસ્થિતિ
સરકાર રીટેઇલમાં એફડીઆઇના મુદ્દે વિપક્ષના સામના માટે તૈયાર હોવાનું જણાવાઇ રહ્યું છે. વડાપ્રધાન આ મુદ્દે નિવેદન કરી શકે છે. જો કે વડાપ્રધાન સુધારાની આગેકૂચ અને તોફાની શિયાળુ સત્ર વચ્ચે ફસાયા છે. એક તરફ તેઓ યુપીએના ઘરને સુરક્ષિત રાખવા માટે પ્રયત્નશીલ છે, બીજી બાજુ તેઓ વિપક્ષને મનામણાં કરી રહ્યાં છે. ડિનર ડિપ્લોમાસી વિપક્ષને મનાવવાનો સભાન પ્રયાસ છે. નહી તો સુધારા અધ્ધરતાલ રહી જશે. સમય જ એમની સફળતાનો માપદંડ બની રહેશે. જેમ કે યુપીએનો ડીએમકે જેવો સાથીપક્ષ પણ એફડીઆઇ મુદ્દે એના કાર્ડ ખોલતો નથી. ભાજપ અને જેડી (યુ)પણ અલગ લાઇન લઇ રહ્યા હોવાના અણસાર છે.
મુલાયમનું રહસ્ય
સમાજવાદી પક્ષના સુપ્રિમો મુલાયમસિંધ યાદવે આગામી લોકસભા ચૂંટણી માટે એમના પક્ષના ૫૫ ઉમેદવારોની પ્રથમ યાદીની કરેલી જાહેરાતથી ભેદભરમના કુંડાળા સર્જાયા છે કે તેઓ કેન્દ્ર સરકારને ટેકો ચાલુ રાખશે કે ૨૦૧૪ ચૂંટણી પહેલા પાછો ખેંચશે. જો કે સોનિયા અને રાહુલની બેઠકો અનુક્રમે રાયબરેલી અને અમેઠી માટેના સપના ઉમેદવારોની જાહેરાત કરાઇ નથી. પક્ષના મહામંત્રી અને મુલાયમસિંઘ યાદવના ભાઇ રામગોપાલ યાદવે કહી કે આ બે મત વિસ્તારોમાં ઉમેદવારો નહી ઉભો રાખવોનો નિર્ણય લેવાયો નથી. જો કે મુલાયમસિંઘ યાદવ અગાઉ જણાવી ચૂક્યા છે કે સપા ઉપરોક્ત બે મત વિસ્તારોમાં ઉમેદવાર ઉભો રાખશે નહી.
નિયમ ૧૮૪ મોટો અવરોધ
સરકાર અને વિપક્ષ- બંને ચર્ચા માટે તૈયાર છે, પરંતુ મુખ્ય અવરોધ એ છે કે કયા નિયમ અંતર્ગત એ યોજાવી જોઈએ. નિયમ ૧૯૩ અનુસાર, માત્ર ચર્ચા થઈ શકે, મતદાન નહિ, જ્યારે નિયમ ૧૮૪ અનુસાર, ચર્ચા પછી મતદાન થઈ શકે. અનુભવ એવો છે કે સરકાર સામાન્યપણે ચર્ચા માટે તૈયાર થાય છે, એ પછી મતદાન માટે નહિ. આ વખતે પણ આવો જ કિસ્સો છે. સરકાર નિયમ ૧૯૩ હેઠળ માત્ર ચર્ચા ઈચ્છે છે. સરકારની મતદાન વિરોધી દલીલ એવી છે કે એફડીઆઈ વિષેનો નિર્ણય એક્ઝિક્યુટિવ નિર્ણય છે, જે માટે ધારાકીય કવાયત જરૃરી બને છે.
સરકાર લઘુમતીમાં રહે છે
૫૪૫ સભ્યોની લોકસભામાં સરકાર બહાદુરીપૂર્વક કહે છે કે એ બહુમતીમાં છે, પરંતુ એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે સરકારના બાહરી ટેકેદારો સમાજવાદી પક્ષ અને બસપા છેલ્લી ઘડીએ ટેકો પાછો ખેંચી લે તો શું ? યુપીએના ફ્લોર વ્યવસ્થાપકોએ નવી ગોઠવણ માટે બીજેડી અથવા જનતાદળ (યુ) ભણી મીટ માંડવી પડે. જનતા દળ (યુ) એ પોતે નિયમ ૧૯૩ હેઠળ ચર્ચા માટે તૈયાર હવાનો સંકેત આપ્યો છે, પરંતુ કડવું સત્ય એ છે કે સરકાર ઉપલા ગૃહમાં લઘુમતીમાં રહે છે. એ આ ગૃહમાં કોઈ ખરડો પસાર કરી શકે નહિ. વીમા અને પેન્શન સહિતના કેટલાક ખરડા એથી જ પડતર રહ્યા છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved