Last Update : 18-November-2012, Sunday

 

સાવધાન! ''બીગ બ્રધર'' જાસુસી કરી રહ્યો છે

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી
- છેલ્લાં વીસ વર્ષ કરતાં વધારે સમયથી અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજન્સીનાં 'એકલોન પ્રોજેક્ટ' દ્વારા બોમ્બ, એટેક, ઈસ્લામ, મુસ્લીમ, ન્યુક્લીઅર, કેમીકલ, બાયોલોજીકલ જેવાં અબજો ટેક્સ્ટ બેઝડ મેસેજ મોકલીને લોકોનાં મોબાઈલ અને ઈ-મેઈલ ઉપર જાસુસી કરે છે

એક વૈજ્ઞાાનિક તારણ છે કે ટેકનોલોજી સારી કે ખરાબ હોતી નથી. તમે તેનો કેવો ઉપયોગ કરો છો તેના ઉપર બધો આધાર રહેલો છે. આજના આ હાઈટેક યુગમાં ઈન્ફર્મેશન, કોમ્યુનિકેશન અને ટેકનોલોજીનાં આઉટ ઓફ કંટ્રોલ પ્રોબ્લેમ ચાઈલ્ડમાંથી ઈન્ટરનેટ, ફેસબુક અને અન્ય ટેકનોલોજીકલ ગતકડાનો જન્મ થયો છે. વેબકેમ ઉપર પ્રેમીકા તેનાં હતાશ પ્રેમીની આત્મહત્યાને દિમાગ-શુન્ય અવસ્થામાં આવીને નિહાળે છે. જાણકાર કહે છે કે આજના યુગમાં ક્રાંન્તિ આવી ગઈ છે. પરંતુ આપણે ચારરસ્તા ઉપર આવીને પણ ત્રિભેેટે ઉભા છીએ અને આપણને ખબર નથી કે આપણે કઈ દિશામાં જવાનું છે. બેધારી તલવાર ગણાતી ટેકનોલોજી ઈન્ટરનેટ અને મોબાઈલ આપણી આદત નહીં, બંધાણ થઈ ગયું છે. આને વ્યસન કહેવું કે વ્યાવહારીક ઉપયોગ એમાં આપણે અટવાઈ રહ્યાં છીએ. ટેકનોલોજીથી આપણને ઈન્ટેલેક્ચ્યુઅલ, કલ્ચરલ કે સ્પીરીટયુઅલ લાભ લઈ રહ્યો છે? મટીરીઅલ વર્લ્ડમાં આપણને અન્ય દેશોનો સહકાર મળી રહ્યો છે કે? પછી... આપણે અન્યનાં ટોટલ કંટ્રોલમાં છીએ? ટેકનોલોજીની માસ ફ્લેવરી કરી રહ્યા છીએ. આ તારણોને તપાસવાનો કોઈ જ સ્કેલ ઉપલબ્ધ નથી. ટેકનોલોજીની હ્યુમન રેસનાં ત્રણ કી ઈશ્યુ આપણી સામે આવી રહ્યાં છે. એક ઃ ખરેખર આ ટેકનોલોજીને કોણ કંટ્રોલ કરી રહ્યું છે. બે ઃ તેમનાં માધ્યમ અને લોંગ ટર્મનો ઉદ્દેશ્ય શું છે? શા માટે તેઓ આપણા ઉપર તેનો દુર ઉપયોગ કરી રહ્યાં છે? આજની આપણી મોટામાં મોટી સમસ્યા, દોસ્ત એ દુશ્મનને અલગ રીતે ઓળખી કાઢવાની છે. ચોર જમાતનાં કારણે CCTV કેમેરામાં નિર્દોષની પ્રાઈવસી ઉપર બળાત્કાર થઈ રહ્યો છે. આ એક ખતરો છે. ૧૯૧૨ની દુર્ભાગ્યપૂર્ણ રાત્રીની માફક, ખતરો આઈસબર્ગ બનીને આપણી ટાઈટેનિકને ક્યારે અથડાઈ જશે તેનો ખ્યાલ આપણને નથી? વ્યક્તિ, કુટુંબ, સમાજ સંસ્થા કે સમગ્ર રાષ્ટ્રનાં અસ્તિત્વ અને સમૃધ્ધિનો આધાર આપણે દોસ્ત અને દુશ્મનને કેટલી ઝડપે ઓળખીને પ્રતિક્રિયા આપીએ છીએ તેનાં ઉપર રહેલો છે. શા માટે ઓળખવો પડે તેમ છે? આપણી દુનિયાની બહાર આપણો દુશ્મન છે જે આપણી પાસે છે તેને ફ્રીમાં હડપ કરવા માંગે છે! અથવા આપણને તેની સેવામાં જોતરી નાખવા માંગે છે! અથવા આપણને નબળા પાડીને, આપણા ઉપર પરોક્ષ ગુલામી લાદવા માંગે છે. ચાર્લ્સ ડાર્વિનના 'સર્વાઈકલ ઓફ ફીટેસ્ટ'નાં હ્યુમન નેચર પ્રમાણે, આપણા ક્રિમીનલ ઈગોને ગમે કે ન ગમે, આપણે બધા આજના યુગમાં 'સેલ્ફ પ્રોટેક્શન' અથવા 'ડિફેન્સ મોડ'માં આપણી સવારની શરૃઆત કરીએ છીએ. રાત્રે આપણા મેઈન ગેટને લૉક કરતી વખતે, તમારા આત્માને સવાલ કરજો!
કહેવાનો મતલબ એ છે કે તમે તમારાં દુશ્મનને ઓળખી કાઢો છો ત્યાર બાદ 'સેલ્ફ પ્રોટેક્શન' કે 'ડિફેન્સ' પોઝીશનમાં આવતાં આપણને સરળતા રહે છે. શેરીમાં ગુંડા સાથે બાથ ભીડાવવી કે મલ્ટીનેશનલ સામે રાષ્ટ્રને ઝુકાવવું બંને પોઝીશનમાં દુશ્મન ઉઘાડો પડી જાય છે. રોમન લોકોએ દુશ્મનની બે પરિભાષા આપી હતી. ''આઈનીમીક્સ'' જે આપણો ખાનગી દુશ્મન બની જાય છે. ''હોસ્ટીસ'' એવી વ્યક્તિ છે જે સમાજ અને રાષ્ટ્રનો 'પબ્લીક એનીમી' છે જેના સામે સંગ્રામ સીવાય કોઈ જ રસ્તો બચતો નથી. ઉગ્રવાદી અને ત્રાસવાદને 'હોસ્ટીસ'ની કેટેગરીમાં મુકી શકાય. આજની મુખ્ય ચેલેન્જ એ છે કે તમે 'હોસ્ટીસ'ને જલ્દી ઓળખી શકતા નથી. તે તમારી આસપાસ ચુપચાપ કામ કરી રહ્યો છે છતાં તમને તેનાં પર તલભાર પણ શક નથી. 'વી ધ પીપલ'નાં ઈન્ટરેસ્ટ ખાતર આ અમૂર્ત અને 'ફેસલેસ'ને શોધી કાઢવો જરૃરી છે. ટેકનોલોજીકલ રિસર્ચ, વિકાસ અને કંટ્રોલ તેનાં પણ હથિયાર છે. એક સદી પહેલાં સોવિયેત ક્રાંતિકારી વ્હાલાદીમીર લેનીને કહ્યું હતું કે ''મુડીવાદીઓ એક દિવસે એટલાં બધાં દોરડાંનો વેપાર કરશે કે સામ્યવાદીઓ તેમને આ દોરડાની મદદથી ફાંસીએ લટકાવશે.'' લેનીનની ક્રાંતિએ વિદાય લીધી છે અને મુડીવાદીઓના દોરડા સામાન્ય માનવીનાં ગળે ફાંસીનાં ફંદાની માફક ગોઠવાઈ રહ્યાં છે. ૧૯૮૯માં બે જર્મની વચ્ચેની બર્લીન વોલ તુટી ગઈ. મર્સીડીઝ બેન્ઝવાળુ પશ્ચિમ જર્મની પાવરફૂલ બની ગયું અને ખરેખર કહેવાય છે તેમ એક ચિત્ર હજાર શબ્દોનું કામ કરી જાય છે. ૨૨ વર્ષ પછી ગ્લોબલ પાવર એલીટમાં અદ્રશ્ય ટેકનોલોજીનાં કરોડો દોરડાં લટકી રહ્યાં છે.
આપણે ઈન્ફો સાયબર સ્ફીઅર, ઈન્ટરનેટ, કેબલ/સેટેલાઈ ટી.વી., આઈફોન, બ્લેકબેરી વગેરેનાં ગુલામ બની રહ્યાં છીએ. આને કહેવાય કે વી ડુ નોટ હેન્ડલ ઈટ વીથ કેર! અત્યારે પાંચ, છ કે સાત વર્ષનું બાળક વિડીયોગેમ રમી રહ્યું છે. મોબાઈલનાં માઈક્રોવેવ્ઝ યંગસ્ટરનાં દીમાગની નસો ખેંચી રહ્યાં છે. ઈન્ટરનેટ કે ઈન્ટ્રાનેટ તમારો ઈ-ટ્રેડ કે બેન્ક એકાઉન્ટ કંટ્રોલ કરી રહ્યાં છે. મની ઈઝીલી સરક્યુલેટ થઈ રહ્યું છે. સેવીંગ્સ ઘટી રહ્યું છે. સીક્કો ઉછાળો તો, હેડ એટલે કે છાપ તરફ લાગ, જાદુ, આરામદાયક સુવિધા અને લાભ છે. 'ટેઈલ' એટલે કે કાંટો 'ચુની' નથી. સાયબર સ્ફીઅરની 'ટોટલ કંટ્રોલ' એક્ટીવીટી ચાલી રહી છે. તમારો પર્સનલ ડેટા ખાનગી કંપનીઓને માત્ર પચાસ પૈસાના ભાવે વેચાઈ રહ્યો છે અને તમારા મોબાઈલ ઉપર, પોલીસી, રોકાણ, વગેરે માટે લોભામણી ફાઈનાન્શીયલ સ્કીમને માદક અવાજે જુવાન છોકરીઓ તમારાં કાનથી દીલ સુધી ઉતારી રહી છે.
દરેક દેશમાં આ સાયકોલોજીકલ વૉર ચાલુ છે. તેમનો મકસદ છે (૧) બે થી ત્રણ ભલા, ત્રણ અબજ લોકોને આઈટી સ્ફીઅરમાં જોતરી દો. (૨) અબજો લોકોને સ્વેચ્છાએ તેમને સ્વીકારી લેવા દો. બાકીનાં ત્રણ ચાર અબજ લોકોની વાત કરશો નહીં! તેઓ ગરીબ-ભીખારી છે અથવા માત્ર પેટ ભરવા જીવી રહ્યાં છે. આફ્ટરઓલ વી આર લીવીંગ ઈન સીવીલાઈઝ્ડ સોસાયટી યાર! એક એવી ઈન્ટેલેક્ચ્યુઅલ જમાત પણ આ બધાથી ઉપર છે જેને ચીંતા છે, આગામી યુધ્ધની, ભયાનક રોગચાળાની, ભુખમરાની, શહેરી હિંસાની, પર્યાવરણનાં ચેપીકરણની, કૃત્રિમ રીતે સર્જેલ કુદરતી આફતની. આ બધાની ઉપર બેઠો બેઠો બીગ બ્રધર તમને નિહાળી રહ્યો છે.
ુયુએસ મીલીટરી અને સીવીલીયન ઈન્ટેલીજન્સ કોમ્યુનીટી, તેમનાં ડિફેન્સ કોન્ટ્રાક્ટરો (જેવાં કે (નોર્થોન ગુ્રમાન)ની સહાયથી એવી ટેકનોલોજી વિકસાવી કાઢી છે જે લાખો વાર્તાલાપને એકસાથે મોનીટર કરે છે. તેમાંથી કી-ડેટા અલગ તારવે છે. કેટલાંક લોકો અને ગુ્રપની બિહેવીયર પેટર્નનું તેઓ એનાલીસીસ પણ કરી શકે છે. તેઓનું ધ્યાન અત્યારે આરબ લોકો, મીડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા તરફ કેન્દ્રીત છે. જેને તેઓ ગ્લોબલ વૉર ઓન ટેરરીઝમનાં રૃપાળા નામ નીચે ચલાવી રહ્યાં છે. મકસદ કદાચ જુદો જ છે!
પહેલાં હાઈટેક જાસુસી માત્ર નેશનલ સિક્યુરીટી એજન્સી, સીઆઈએ, એફબીઆઈ, એમઆઈ-સીક્સ અથવા મોસાદ દ્વારા થતી હતી. હવે માત્ર નામ બદલાયા છે. ઘરેલુ નામ સાથે તેઓ મિત્ર બની ગયા છે. એપલ, ગુગલ, ફેસબુક, ટ્વીટર, માઈક્રોસોફ્ટ, પિક્સાર, ડિઝની, પોઈન્ટ અબાઉટ આ બધા સાથે તમે તમારી પ્રાઈવસી છતી કરી રહ્યાં છો. એક પ્રાઈવેટ કોર્પોરેટ કલ્ચરનું નાક, આપણી ગરદન સુંઘી રહ્યું છે.
જ્યાં સ્વતંત્રતા અને સ્વાધીનતાની વાત થાય તેવા યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને યુરોપમાં 'માસ' સર્વીલન્સ કરનારા સીસીટીવી કેમેરા અને સ્પાય કેમેરા ગોઠવાઈ ગયા છે. એરપોર્ટ, અન્ડરગ્રાઉન્ડ રેલ્વેસ્ટેશન, ચારરસ્તા, શોપીંગ મોલ, પાર્ક, બ્રીઝ, પબ્લીક બુથ અને... ઈવન ટોલ બુથ ઉપરનાં કેમેરા પણ તમને જોઈ રહ્યાં છે. તમે જો તમારી પ્રેમિકાને પત્નીથી વાત છુપાવી ફરવા નીકળ્યા છો તો... તમારાં માટે ખતરો છે. આ બધું નાટક નેશનલ સિક્યુરીટીનાં નામે થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની સરકારે ૯/૧૧ પછી ૫૪ જેટલાં એન્ટી ટેરરીઝમ કાયદા ઘડી નાખ્યા છે. મુંબઈ ઘટના પછી આપણી શું હાલત છે? ૯/૧૧ પછી અમેરિકાએ સદ્દામ હુસેન, મોહમંદ ગદાફી અને લાદેનની અંતિમ ક્રિયા કરી નાખી છે. અને... આપણી વાત જ ન્યારી છે!
ત્રાસવાદનાં નામે ટેલીકોમ્યુનિકેશનનું 'ઈન્ટરસેપ્શન' થઈ રહ્યું છે. વિકીલીક્સ જેવી સાઈટોનું ગળુ દબાઈ રહ્યું છે. નવી ટેકનોલોજી માટે 'ફિંગર પ્રીન્ટ' એ ગ..ઈ..કા..લ.. બની ગઈ છે. હવેની ટેકનોલોજી તમારી આંગળીમાં રહેલી રક્તવાહીનીઓની પેટર્ન ઓળખીને ઉપસાવી કાઢે છે જેની નકલ કરવી કે હોવી શક્ય જ નથી. સાયન્સ જાણે છે કે રક્તવાહિનીઓ/વેઈન્સની પેટર્ન મૃત્યુ બાદ જ બદલાય છે. નવી રેન્જનું LEDબેકલાઈટવાળું ફેસ રેકગ્નાયઝેશન આવી ગયું છે. જે ટી.વી. અને લેપટોપમાં ફીટ છે. ઈન્ટરનેટ ઉપર તો તમે પોતે જ વેબ-કેમ ગોઠવ્યો છે. હવે 'બીગ બ્રધર'ને ખબર છે કે તમે કોણ છો? તમે ક્યાં છો? અને તમે શું કરી રહ્યાં છો?
તમે સેલીબ્રીટી છો, તમારી જાણ બહાર તમારું પર્સનલ ટ્રેકીંગ થઈ શકે છે. પર્સનલ ટ્રેકીંગ અને આઈડી માટેની માઈક્રોચીપ એટલી નાની બની ગઈ છે કે તમારી જાણ બહાર તમારી સારવારનાં નામે ઈન્જેક્શનની સોય વડે તમારાં શરીરમાં તેને ઉતારી શકાય છે. નેક્સ્ટ ટાઈમ એવીયન ફ્લ્યુ કે સ્વાઈન ફ્લ્યુ ફાટી નિકળે ત્યારે 'માસ વેક્સીનેશન' પ્રોગ્રામમાં તમારા ફેમીલીને મોકલતા પહેલાં વિચાર કરજ. એ રેશમનાં કપડામાં બનેલ ઈલેક્ટ્રોનીક સર્કીટ પણ તૈયાર છે જે તમારાં શરીરમાં ગયા પછી પોતાનું ચોક્કસ કાર્ય કરીને, શરીરમાં જ ઓગળી જાય છે. (ખરેખર તો આ તાજા સામાન્ય ખબર છે.)
અમેરિકાની પ્રાઈવેટ હાઈ-ટેક કંપની 'વેરીચીપ' શરીરમાં આરોપીત કરી શકાય તેવી ૧૬ ડીજીટનાં યુનીક આઈડી નંબર સાથે વેચે છે. મેડિકલ કે સિક્યુરીટીની ઈમર્જન્સી વખતે ટોળામાંથી તમને અલગ તારવી કાઢવા જરા સરળતા રહે. જેનો મકસદ ઈમરજન્સીમાં તમને મદદ પહોંચાડવાનો છે. પરંતુ થોભો અને વિચારો... કોઈ આવી ઈમ્પ્લાન્ટેબલ માઈક્રો-ચીપને GPSસિસ્ટમથી શણગારીને તમને પહેરાવી દે તો... વિમાનમાં રાખેલ બ્લેક બોક્સ માફક તમારી દરેક હિલચાલ, તમારાં દરેક શબ્દ, તમારી બધી જ ક્રિયાઓને 'બીગ બ્રધર' આસાનીથી માણી શકે! કેટલાંક આશાવાદી વૈજ્ઞાાનિકો કહે છે કે આવી ઈમ્પ્લાન્ટેબલ ચીપ, ઈ-પાસપોર્ટ, ઈ-ટેગ કે ઈ-આઈકાર્ડ માફક હાથવગી બની રહે. રાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દે તમને કમ્પાલસરી આઈડેન્ટીફિકેશન તરીકે આવતા દાયકામાં તમારા શરીરમાં આવી ચીપ ફિટ કરાવવી ફરજીયાત બની જાય તો કહેવાય નહી! બસ પછી તો પાંચેય આંગળીઓ 'ઘી'માં. તમારો મોબાઈલ તમારા માટે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન રિડર બનશે અને તમારી પ્રાઈવસીને પેસીવ ટ્રાન્સપોન્ડર બનીને 'ડેટા' 'બીગ બ્રધર'ને મોકલતું રહેશે.
અમેરિકાનાં રાઈટ-પેટરસન એરબેઝ, ઓહીયો ખાતે 'માઈક્રો એવીયરી' નામની લેબોરેટરી આવેલી છે. જેમાં પતંગીયા, ફુદા, વાણીયા (ડ્રોગન ફ્લાય) બાજ અને બીજા શિકારી પક્ષીની ઉડવાની તાકાત કરી શકે તેવાં નાનાં સ્પાય પ્લેન 'ડ્રોન' તૈયાર કરી રહી છે. પક્ષીનાં વેશમાં તે તમને છેતરી શકે છે. પેન્ટાગોન પાસે આવાં ૭,૦૦૦ એરિયલ ડ્રોન તૈયાર છે. જે જાસુસી માટે હાઈટેક પુરવાર થાય તેમ છે. અમેરિકાની ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (ઈન્ટરનેટની જનેતા) માટે ખાનગી કંપની એરો-વિરોન્ટમેન્ટ દ્વારા હમીંગ બર્ડનાં આકારનું 'ડ્રોન' વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. જે ૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. રણમેદાનમાં જો નાનામાં નાનાં 'ડ્રોન' વાપરવામાં આવ્યો હોય તો, મહાકાગ (રેવન) આકારનાં ત્રણ ફૂટનાં 'ડ્રોન' વિમાન છે. જેનો ઉપયોગ અમેરિકા અફઘાનિસ્તાનમાં કરી ચૂક્યું છે.
ટેકનોલોજી હવે થોડી આગળ વધી ગઈ છે. નવી 'ગોરગોન સ્ટેર' નામની ટેકનોલોજી દ્વારા સમગ્ર શહેરની વિડીયો ઉતારી શકાય છે. પરંતુ તેમનો ભેગો થયેલ 'ડેટા' પ્રોસેસ કરીને જરૃરી માહીતી અલગ તારવવા માટે ૨૦૦૦ એનાલીસ્ટની જરૃર પડે છે. જ્યારે 'ડ્રોન' દ્વારા એકઠો કરેલ એક દીવસનાં ડેટાને ઉકેલી જરૃરી માહિતી એકત્ર કરવા માટે માત્ર ૧૯ એનાલીસ્ટની જ જરૃર પડે છે. આ હિસાબે આવનારા સમયમાં મિલીટરી સર્વેલન્સ માટે 'એનાલીસ્ટો' માટે રોજગારીનું નવું ક્ષેત્ર ખુલે તેમ છે. હવે યુધ્ધ ભુમીનાં નિયમો બદલાઈ ગયાં છે. યુધ્ધમાં ડ્રોનની ભુમિકા મીલીટરીને સમજાઈ ગઈ છે.
પ્રથમ ગલ્ફ વોર (ઈરાક યુધ્ધ પછી) જનરલ કોલીન પૉવેલ અને અમેરિકન સરકાર વચ્ચે ખાસ સમજુતી થઈ અને... નવો 'પોવેલ ડોક્ટરાઈન' અમલમાં આવ્યો છે. જે મુજબ અમેરિકા માત્ર એવા નબળા દેશ સાથે લશ્કરી સંઘર્ષમાં ઉતરશે જેમાં સાવધાનીપૂર્વક પસંદગી કરેલ 'નબળા' દુશ્મન ઉપર વિજય મેળવવો આસાન, સહેલો અને સસ્તો હોય. ઓછી લશ્કરી ખુવારી થાય. આ સિધ્ધાંત બતાવે છે કે અમેરિકા અને તેનાં સાથી દેશો શા માટે અફઘાનિસ્તાન, અને ઈરાક સામે યુધ્ધમાં ઉતરે છે? પરંતુ ચીન કે રશીયાને છંછેડતા નથી? શા માટે અમેરિકા અને નાટોનાં દેશો 'લીબીયા'માં સત્તાવાર છંછેડતા નથી? શા માટે અમેરિકા અને નાટોનાં દેશો 'લીબીયા'માં સત્તાવાર રીતે 'સત્તા-પલટો' કરાવે છે? પરંતુ ઉત્તર કોરીયા કે ઈરાન સામે આ રીતે પગલાં લેતા નથી? બહાદુરીનાં આવા બીજા ઉદાહરણ પણ છે. રીગન પ્રશાસને ટચુકડા ગ્રેનેડા ઉપર, ૧૯૯૧ બુશ દ્વારા બીન-હથિયારધારી પનામા કે ન્યુક્લીયર પાવર ઈઝરાયેલને પેલેસ્ટાઈન સામે લડવા જ્યોર્જ બુશે મદદ કરી હતી!
તમને થશે કે પૃથ્વી ઉપર આ બધુ શું ચાલી રહ્યું છે? પીસી, લેપટોપ, બ્લેકબેરી, વેબસાઈટ, સેલફોન વગેરે વડે આપણે સાયબર સ્ફીઅરનો ભાગ બનીને આપણે તેનો લાભ ઉઠાવતાં લાગીએ છીએ પરંતુ અજાણતા આપણે આપણાં જ 'વિક-પોઈન્ટ' ખુલ્લા કરી રહ્યાં છીએ.
છેલ્લાં વીસ વર્ષ કરતાં વધારે સમયથી અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજન્સીનાં 'એકલોન પ્રોજેક્ટ' દ્વારા બોમ્બ, એટેક, ઈસ્લામ, મુસ્લીમ, ન્યુક્લીઅર, કેમીકલ, બાયોલોજીકલ જેવાં અબજો ટેક્સ્ટ બેઝડ મેસેજ મોકલીને લોકોનાં મોબાઈલ અને ઈ-મેઈલ ઉપર જાસુસી કરે છે. હવે જરા વિચારો કે નેશનલ સિક્યોરીટી એજન્સી અને ગુગલ, એફબીઆઈ અને ફેસબુક, સીઆઈએ અને ટ્વીટર, મોસાદ અને માઈક્રોસોફ્ટ, એમ-આઈ સિક્સ અને એપલ હાથ મિલાવી લે તો, અબજો વ્યક્તિનો ડેટાબેઝનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. ચાઈનીઝ હેકર્સ, યુનીવર્સીટી અને તેની રિસર્ચ લેબનાં ડેટાનો ઉપયોગ 'મેડ ઈન ચાઈના' માટે કેટલો આસાનીથી કરી શકે. એટલે જ કહેવાય છે કે 'બીગ બ્રધર'ની નજરમાંથી કંઈ જ છટકી શકે તેમ નથી. હવે એમ ન પુછતા કે 'હુ ઈઝ બીગ બ્રધર'?

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved