Last Update : 18-November-2012, Sunday

 

હિમશિખરો પર હમસફર સાથે સેરસપાટા

- બરફની સુંદરતા જોવા માટે પર્યટકોએ ક્યાંય દૂર જવું પડતું નથી, બસ હોટેલની બહાર નીકળો ને નજર સામે બરફ જ બરફ.
- કાશ્મીરનું ગુલમર્ગ દેશનું સૌપ્રથમ સ્કીઈંગ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. આજે પણ ત્યાં આ રમતની મજા માણવા દેશ-વિદેશના હજારો પર્યટકો પહોંચી જાય છે.

શિયાળાની ૠતુનાં આગમન સાથે જ પર્વતીય સ્થળો પર બરફવર્ષા શરૂ થાય છે ત્યારે પર્યટનની બીજી સિઝન શરૂ થઈ જાય છે. આ સિઝન છે ‘સ્નો ટુરિઝમ’ની સ્નોફોલ જોવો, બરફ પર સહેલ કરવી, બરફની રમતો રમવી, સ્લેજંિગની મજા માણવી અને સ્કીઈ ંંગની રમતમાં સામેલ થવું વગેરે ‘સ્નો ટુરિઝમ’નો ભાગ છે. તેમાં સ્નોફોલ જોવો અને બરફ પર રમવું એ તો એવી પ્રવૃત્તિઓ છે, જે મોટાભાગે પ્રવાસીઓને આકર્ષિત કરે છે, કારણ કે તે રોમાંચક છે, પણ ખતરનાક નથી. તે કુદરતનો અદ્‌ભૂત ચમત્કાર લાગે છે કે આકાશમાંથી રૂના પૂમડા જેવા બરફના સફેદ કણ પડવા લાગે છે. તેની શરૂઆત વધારે ઊંચાઈવાળાં સ્થળોએથી થાય છે અને જાન્યુઆરી મહિના સુધીમાં ઓછી ઊંચાઈવાળા સ્થળો પર હિમવર્ષાનો પ્રારંભ થઈ જાય છે. તે સાથે આવાં સ્થળો પર પર્યટકોનો ધસારો શરૂ થઈ જાય છે. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પર્વત હિમની ચાદર ઓઢેલા જોવા મળે છે અને એક ઠંડો અને ઉજાસનો અહેસાસ પર્યટકોને આશ્ચર્યચકિત કરી દે છે. ચાલો પ્રવાસ કરીએ આવા કેટલાક ખાસ હિલ સ્ટેશનોનો.
સ્નોફોલ જોવાની વાત કરીએ તો આ બાબતમાં સિમલા સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. હવે ગરમીના દિવસોમાં ભીડના ડરથી ભલે લોકો સિમલા જવાનું ટાળતા હોય, પણ ડિસેમ્બરના મઘ્યથી જ લોકો ત્યાં જવા ઉત્સુક હોય છે. સિમલામાં સૌથી પહેલાં કુફરી અને નારકંડામાં સ્નોેફોલ થાય છે. કેટલાય પર્યટકો ટેક્સી કરીને ત્યાં બરફવર્ષાની મજા માણવા પહોંચી જાય છે, પરંતુ મોટાભાગના લોકો તો સિમલામાં જ હિમવર્ષા થવાની રાહ જુએ છે, કારણ જે મજા અહીંના માલરોડ અને સ્કેંડલ પોઈન્ટ પર સ્નોફોલ જોવા અને બરફ પર રમવામાં આવે છે, તે બીજે ક્યાંય નથી આવતી.
બરફની સુંદરતા જોવા માટે પર્યટકોએ ક્યાંય દૂર જવું પડતું નથી, બસ હોટેલની બહાર નીકળો ને નજર સામે બરફ જ બરફ.
બિયાસ નદીના કિનારે વસેલું મનાલી પણ આ ૠતુમાં બરફથી ઢંકાયેલું હોય છે. અહીં સૌથી પહેલા રોહતાંગ ખીણની નજીક હિમવર્ષા થાય છે. તે સાથે અહીંનો માર્ગ પણ બંધ થઈ જાય છે અને પર્યટકો બરફની છટા જોવા ત્યાં પહોંચવા લાગે છે. જ્યારે મનાલીમાં બરફ વર્ષા થવા લાગે છે ત્યારે પર્યટકો ગરમ કપડાં પહેરીને હોટેલોમાંથી બહાર આવવા લાગે છે. તે સમયે કપડાં અને ટોપી પર પડતા હિમકણ મનને રોમાંચિત કરી દે છે. માલ રોડ પર પડેલા બરફ પર ચાલતાં જ્યારે તેમાં પગ ખૂંપવા લાગે છે ત્યારે તે રોમાંચ કંઈ ગણો વધી જાય છે.
સ્નો ગેમ
સ્નો ટૂરિઝમનું એક ખાસ ડેસ્ટિનેશન છે. દાર્જિલંિગ. અહીં પણ આ ૠતુમાં પર્યટકોને બરફ પર તોફાન-મસ્તી કરતા જોઈ શકાય છે. બરફની શ્વેત દુનિયામાં ફરતા લોકો એકબીજા પર બરફના ગોળા બનાવીને ફેંકે છે. કેટલાક લોકો તો બરફથી ‘સ્નો મેન’ અથવા ‘સ્નો હાઉસ’ જેવી આકૃતિ બનાવી તેની સાથે ફોટો પડાવે છે. બરફથી ઘેરાયેલા રસ્તાઓ પરથી પસાર થતાં પર્યટકોને અહીંના ખાસ બૌદ્ધ મઠ અને પર્વતારોહણ સંસ્થા અચૂક જોવા મળે છે.
એડવેન્ચર રમતોમાં વિન્ટર સ્પોર્ટ્‌સ સ્નો ટૂરિઝમનો ભાગ છે. આ રમતોમાં સ્કીઈંગ સૌથી જાણીતી શિયાળુ રમત છે. ઊંચા પર્વતો પર પહોંચીને બરફ પર લપસવાનો રોમાંચ આ રમતનું સૌથી મોટું આકર્ષણ છે. સ્કીઈંગ અદમ્ય સાહસ અને રોમાંચની રમત છે. આ રમતમાં પર્યટક સ્કી એટલે લપસવા યોગ્ય મેટલનું સાધન પગમાં પહેરીને અને હાથમાં સ્કી સ્ટિક્સ લઈને બરફાચ્છાદિત ઢોળાવો પર લપસે છે. ગણતરીની મિનિટોમાં આ લોકો કેટલાય સો મીટર નીચે સુધી લપસી આવે છે. આ રમત તાલીમ લીધા પછી જ એન્જોય કરી શકાય છે. આપણા દેશમાં વિશ્વકક્ષાના કેટલાય સ્કી રિસોર્ટ છે, જ્યાં ડિસેમ્બરના અંત સુધીમાં ઘણો બરફ પડી ચૂક્યો હોય છે. જાન્યુઆરીમાં તો અન્ય દેશોના પર્યટકો પણ આ સ્થળો પર પહોંચે છે. તેમાં કાશ્મીરનું ગુલમર્ગ દેશનું સૌપ્રથમ સ્કીઈંગ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. આજે પણ ત્યાં આ રમતની મજા માણવા દેશ-વિદેશના હજારો પર્યટકો પહોંચી જાય છે.
પર્યટકો સ્લેજમાં બેસીને ઊંચા બરફાચ્છાદિત પર્વતીય ઢોળાવો પર પહોંચીને ત્યાં મન ભરીને સ્કીઈંગ કરે છે. હિમાચલ પ્રદેશમાં મનાલી પાસે સોલાંગ ઘાટી પણ વિન્ટર ગેમ્સ માટે એક આદર્શ સ્થળ છે. ઊંચા બરફ શિખરોથી ઘેરાયેલા અહીંના ઢોળાવો પર શિખાઉ પર્યટકોને પણ સ્કીઈંગ કરવામાં મજા આવે છે. જો કે ઉત્તરાખંડનું ઓલી આજે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સ્કી રિસોર્ટ્‌સમાંનું એક માનવામાં આવે છે. જોશીમઠથી રોપવે દ્વારા પર્યટક પહેલાં ઓલી પહોંચે છે. ત્યાંથી ગોરસો સુધી ફેલાયેલા ઢોળાવો પર સ્કીઈંગનો અમર્યાદિત આનંદ ઉઠાવી શકાય છે. રહેવા માટે અહીં ગઢવાલ મંડળનું રેસ્ટ હાઉસ છે. ઓલી ફરવા આવેલા અન્ય પર્યટકો પણ અહીં સ્કીઈંગનો થોડો ઘણો આનંદ તો ઉઠાવી જ શકે છે, કારણ કે અહીં શોખ માટે સ્કી કરનારાઓને ગાઈડની મદદથી સુરક્ષિત સ્થળો પર સ્કી કરાવવામાં આવે છે. જો કે અહીં સ્કીઈંગનો કોર્સ પણ આયોજિત કરવામાં આવે છે. આ બધાં સ્થળો પર દર વર્ષે સ્કીઈંગ હરીફાઈ પણ યોજાય છે. સ્નો ટૂરિઝમ પર નીકળતી વખતે ખૂબ સાવધાની રાખવાની જરૂર હોય છે. તમારી સાથે જરૂરી ઊનનાં કપડાં અને જેકેટ સાથે ગ્લવ્સ, કેપ, સનગ્લાસીસ, મફલર, સ્પોર્ટ શૂઝ વગેરે અચૂક રાખો.
આ મોસમમાં પડાવ ઘણાં છે
જે દિવસોમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડતી હોય છે, તે દિવસોેમાં મઘ્ય ભારતના અનેક સ્થળો પર મોસમ ખુશનુમા હોય છે. ત્યાંના પર્યટન સ્થળોની સહેલ માટે યોગ્ય મોસમ પણ તે જ હોય છે. ભલે ને તે સ્થળો પર વર્ષ દરમિયાન પર્યટકો આવે છે, પરંતુ આ દિવસોમાં ત્યાં સારી રોનક જોવા મળે છે. તે વિસ્તારમાં એવા ઘણા ડેસ્ટિનેશન છે, જે દુનિયાભરના પ્રવાસીઓને પર્યટકોને આકર્ષિત કરે છે.
ખજુરાહોના ઐતિહાસિક મંદિર, અજંતા-ઈલોરાની પ્રાચીન ગુફાઓ હોય અથવા તો પછી બસ્તરના ચમકતા ઝરણા હોય અથવા ત્યાંનું આદિવાસી જનજીવન, આ બઘું આ જ મોસમમાં પર્યટકોને નિમંત્રણ આપે છે.
પથ્થર પર નકશીકામ કરેલા જીવનનાં વિભિન્ન પાસાંઓને પ્રદર્શિત કરતા ખજુરાહોનાં ગગનચુંબી મંદિરો આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ચંદેલ રાજાઓ દ્વારા આ ભવ્ય મંદિરોનું નિર્માણ એક હજાર વર્ષ પહેલાં કરાવવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ વાસ્તુકલા અને દીવાલ પર સજેલી સર્વોત્તમ મૂર્તિકલાના કારણે આ મંદિરોને આજે ‘વિશ્વ વારસો’નો દરજ્જો પ્રાપ્ત છે. આ મંદિરોની દીવાલો પર જડેલી કામક્રીડારત મૂર્તિઓ પણ તેની વિશ્વમાં પ્રસિદ્ધિનું કારણ છે. આજે અહીં માત્ર ૨૨ મંદિર રહ્યાં છે, પરંતુ તેના પર પ્રદર્શિત સૌંદર્યબોધ અને કલાત્મક કોઈ મંગળપર્વ સમાન લાગે છે. તેમાંથી કેટલાક પંચતત્ત્વ શૈલીમાં બન્યા તો કેટલાક સપ્તરથ શૈલીમાં બનેલા મંદિર છે. ખજૂરાહોનાં મંદિરોમાં એક સમાન ખાસિયત છે. મંદિરોની દીવાલો પર પર ૩ લાઈનમાં મુખ્ય મૂર્તિઓ છે. કેટલીક લાઈન નાની મૂર્તિઓની છે. મોટાભાગની મૂર્તિઓ તે સમયના જીવન અને પરંપરાઓને દર્શાવે છે. તેની મઘ્યમાં કેટલીક જગ્યાએ પ્રેમીયુગલોની રતિક્રિડારત મૂર્તિઓ પણ છે. આ મૂર્તિઓ પર્યટકોનું વધારે ઘ્યાન ખેંચે છે.
બધા મંદિરોમાં વાઘ અને સંિહની મૂર્તિઓ વધારે છે. જો કે આ મંદિરોમાં આજે કેટલીય મૂર્તિઓ ખંડીત છે, તેમ છતાં તેમની ભવ્યતામાં કોઈ ખોટ નથી દેખાતી. ખજુરાહો મઘ્ય પ્રદેશમાં આવેલું છે. ખજુરાહોે માટે દિલ્હીથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ છે. જો કે ઝાંસી પહોંચીને ત્યાંથી બસ અથવા ટેક્સી દ્વારા પાંચ કલાકમાં ખજુરાહો પહોંચી શકાય છે.
ગુફાઓનું આકર્ષણ
અજંતા ઈલોરાની ગુફાઓ આપણા ઈતિહાસનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદની નજીક આવેલી આ ગુફાઓ આજે વિશ્વપ્રસિદ્ધ છે. આ ગુફાઓનું વાસ્તુશિલ્પ, તેના પથ્થર શિલ્પ અને ભીંત ચિત્રકલા એટલી અદ્‌ભૂત છે કે તેમને જોઈને પર્યટક આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વિશિષ્ટતાને લીધે જ લગભગ દોઢેક હજાર વર્ષ જૂની આ ગુફાઓ આજે પણ પર્યટકોને આકર્ષે છે.
અજંતામાં કુલ ૨૯ ગુફાઓ છે. અર્ધવર્તુળાકાર પર્વતમાં આવેલી ગુફાઓને ખડકો કાપીને બનાવવામાં આવી છે. તેના ભવ્ય વાસ્તુશિલ્પ સાથે અંદરની દીવાલો પર કરેલું ચિત્રકામ તેનું સૌથી મોટું આકર્ષણ છે. આ ગુફાઓ બૌદ્ધ ભિક્ષુકો દ્વારા ઉપાસના કેન્દ્ર અને વિહાર રૂપે ઉપયોગમાં લેવાતી હતી. આજે આ ગુફાઓ ભારતીય પુરાતત્ત્વ ખાતાની સુરક્ષા હેઠળ છે. તેમને ક્રમવાર આપેલા નંબરોથી ઓળખવામાં આવે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે અજંતાની ગુફામાં હજારો વર્ષ જૂના ચિત્ર ‘ટેમ્પરા શૈલી’માં બન્યા છે. તેમાં ગુફા નં-૬, ૧૬ અને ૧૭ના ચિત્ર ઘણી સારી સ્થિતિમાં છે. અહીં બનેલા ચિત્રોમા ંજાતક કથાઓના ચિત્ર અને બોધિસત્વ, પદ્મપાણિ તેમજ વજ્રપાણિ વગેરેના ચિત્ર પણ દર્શનીય છે. તેમાં કેટલીક મૂર્તિ પણ હયાત છે, જ્યારે ઈલોરા ગુફાઓ તો પોતાના મૂર્તિ શિલ્પોના લીધે પ્રસિદ્ધ છે. ઈલોરામાં કુલ ૩૪ ગુફાઓ છે. પથ્થરોને કાપીને બનાવેલી આ ગુફાઓમાં ૧૨ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે, પાંચ ગુફાઓ જૈન ધર્મ સાથે બાકીની ૧૭ ગુફાઓ હંિદુ મંદિરો રૂપે છે. ઈલોરાની બધી ગુફાઓ છઠ્ઠીથી ૧૦મી સદીના મઘ્યમાં બની છે. આ ભવ્ય ગુફાઓ અને અહીંના મૂર્તિશિલ્પ મહાન કલાસાધક શિલ્પકારોના અથાગ પ્રયત્નનું પરિણામ છે. અજંતા ગુફાઓ ઔરંગાબાદથી ૧૦૬ કિલોમીટર દૂર છે.
આદિવાસી બહુમત વિસ્તાર
છત્તીસગઢ રાજ્યનો સૌથી મોટો જિલ્લો બસ્તર પોતાનામાં જ એક પર્યટન આકર્ષણ છે ત્યાં ઝરણાઓની પુલકિત કરનારી સુંદરતા છે તો ભુગર્ભ ગુફાઓની રહસ્યમય દુનિયા છે, તો આદિવાસીઓની અબુધ દુનિયા પણ છે. રસપ્રદ વાત એ છે કે બસ્તર પણ આ જ મોસમનું પર્યટન સ્થળ છે. બસ્તરના આ બધાં આકર્ષણોને જગદલપુરને પ્રવાસનું કેન્દ્ર બનાવીને સહેલાઈથી ફરી શકાય છે. તેમાં સૌથી આકર્ષક ચિત્રકૂટ ફોેલ્સ છે. તે જગદલપુરથી ૪૦ કિલોમીટર દૂર છે. આ ઝરણું એટલું સુંદર અને વિશાળ છે કે તેને ભારતનો નાયગ્રા ફોલ પણ કહેવામાં આવે છે. ઈન્દ્રાવતી નદીના પ્રવાહ માર્ગમાં આવતું આ ઝરણું ૯૦ ફીટની ઊંચાઈ પર કેટલાક વ્યૂ પોઈન્ટ બન્યાં છે. કેટલાય પર્યટકો નીચે પહોંચીને ઝરણાની નજીક પહોંચી જાય છે. ત્યાંનું વાતાવરણ તો વધારે રોમાન્ટિક લાગે છે. બસ્તરની કાંગેર ઘાટી પણ એક રમણીય સ્થળ છે. આ ઘાટીમાં ચાંદી જેવો ચળકતો તીર્થગઢ ફોલ્સ તો કંઈક અલગ જ સુંદરતા ફેલાવે છે. આ ઝરણું લગભગ ૧૫૦ ફૂટની ઊંચાઈથી પડે છે. ઘાટીના અન્ય ખાસ આકર્ષણ કોટમસર ગુફાઓ છે. ગુફાઓની અંદર વિશાળ શિલાખંડ અને ઉત્શૈલ, અવશૈલની અજીબ રચનાઓ દરેક વ્યક્તિને ચકિત કરી દે છે.
બસ્તર આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. આદિવાસી જીવનની ઝલક જોવા માટે પર્યટક્‌ અહીં ભરાતા હાટ બજારને જોવા પહોંચી જાય છે. આ હાટ આદિવાસીઓના જીવનનો અભિન્ન ભાગ છે. જગદલપુરથી આદિવાસી શિલ્પકલા જેવા રોટ આયર્ન, ટેરાકોટાના બનેલા હસ્તશિલ્પ પણ ખરીદી શકાય છે. દશેરા અહીંનો ખાસ તહેવાર છે, જેને જોવા વિદેશી પર્યટકો પણ આવવા લાગ્યા છે. દશેરાથી શરૂ થઈને અહીં પર્યટનની મોસમ માર્ચ-એપ્રિલ સુધી ચાલે છે. અહીં કેટલીય સારી હોટલો આવેલી છે. જગદલપુર છત્તીસગઢની રાજધાની રાયપુરથી ૨૭૦ કિલોમીટર દૂર છે. સ્થાનિક પર્યટન માટે ટેક્સી શ્રેષ્ઠ સાધન છે.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved