Last Update : 18-November-2012, Sunday

 

ગુગલ ક્રોમની લોકપ્રિયતા વધી..

નેટોલોજી

વૅબસાઇટ માટે જરૃરી એવા બ્રાઉઝરમાં અત્યાર સુધી ઈન્ટરનેટ એકસપ્લોરરની બોલબાલા હતી પરંતુ હવે ગુગલ ક્રોમની લોકપ્રિયતા વધતી જાય છે. ગુગલ ક્રોમ હાલમાં છે તેના કરતાં ૨૬ ટકા વધુ ઝડપી બન્યું છે. ચાર વર્ષ પહેલાં શરૃ થયેલ ગુગલ ક્રોમ આજે સર્ફીંગ કરનારાઓમાં પ્રિય બન્યું છે. એક્સપ્લોરર વાપરનારા તેનાથી કંટાળ્યા હોય એમ લાગી રહ્યું છે. વારંવાર ખોટકાઇ જવાથી પરેશાન સર્ફીંગ કરનાર ગુગલ ક્રોમ પર જતા હતા અને પછી તેને જ પસંદ કરવા લાગતા હતા. બ્રાઉઝર માટે સ્ટાર્ટઅપ સમય મહત્વનો બની જાય છે. એક ક્લીક વાગે અને બ્રાઉઝર ખુલે તે અંગેની સિસ્ટમ સર્ફીંગ કરનારાઓમાં પ્રિય છે. ઈન્ટરનેટ એક્સપ્લોરરનું કામ સર્ફીંગ કરનારાઓમાં સંતોષકારક નથી. જેમ ગુગલ ક્રમો વાપરનાર વર્ગ છે એમ ઓપેરાની પ્રશંસા કરનારા પણ છે પરંતુ સૌથી વધુ ગુગલ ક્રોમ વપરાય છે. હવે જ્યારે ટેકનીકલી તેમાં સુધારો થઇ રહ્યો છે ત્યારેતે વધુ વપરાશમાં આવશે તેમાં શંકાને સ્થાન નથી.

 

દિવાળીની ખરીદી.. ઑનલાઇન


દિવાળીના તહેવારોમાં ઑનલાઇન ખરીદી માટેનો વિશેષ ક્રેઝ જોવા મળતો હતો. દિવાળીને લગતી ચીજો પણ ઈ-કોમર્સની સાઇટ પર જોવા મળતી હતી. દિવાળી વાનગી; કે દિવાળીની શુભેચ્છા હવે સ્વીટ્સ પણ મોટા પાયે જોવા મળતી હતી. સર્ફીંગ કરનારાઓની જીજ્ઞાાસાને ધ્યાનમાં રાખીને કેશ ઓન ડીલીવરી અને પસંદ ના પડે તો આઇટમ પાછી આપવા સુધીની ગેરંટી જોવા મળતી હતી. દિવાળીના તહેવારો સુધી ચાલેલી ઈ-કોમર્સની મોસમ હવે ક્રિસમસના તહેવારો સુધી લંબાશે. લોકો ઑનલાઇન વિવિધ આઇટમો ખરીદતા હોય છે. જેમાં મિણબત્તીથી માંડીને, તૈયાર કપડાંથી માંડીને; મીઠાઇ સુધીની વસ્તુઓની ખરીદી થાય છે. તમારા નામથી કોઇ મિત્રને કે સંબંધીને ભેટ મોકલવી હોય તો તેવી સવલતો આપતી અનેક વેબસાઇટો છે.
આવી વેબસાઇટો વધુ ચાલે એમ છે પણ સાયબ ક્રાઇમનો ડર તેમને સતાવે છે. સાયબર ક્રાઇમના કારણે વૈશ્વિક ૧૧૦ અબજ ડૉલરનો ફટકો પડે છે તે પણ ગંભીર બાબત છે.

 

હેપ્પી ન્યુ યરના મેલનો મારો..


હેપ્પી ન્યુ યર કહેવાના ઈ-મેલના વધતા મારાના ફોર્સ હેઠળ વર્ષો જુની ટપાલ સેવા ઠપ્પ થઇ ગઇ છે. દિવાળી કાર્ડ પણ જોવા મળતા નથી. તેની જગ્યાએ ઈ-મેલ માટે સાલમુબારક પાઠવતા કાર્ડ વિશેષ જોવા મળે છે. સોશ્યલ નેટવર્કીંગ પર હેપ્પી દિવાલી અને હેપ્પી ન્યુ યરના કરોડો મેસેજ વહેતા થયા હતા તો બીજી તરફ દિવાળી અંગેનો બ્લોગનો મારો પણ શરૃ થયો હતો. દિવાળીના યાદગાર પ્રસંગો પણ લોકો ઑનલાઇન લખતા હતા તો દિવાળી ઉજવતા સહકુટુંબ ફોટાઓ પણ વિશેષ જોવા મળતા હતા.
વર્ષો જુની ટપાલ સેવાની સિસ્ટમ ઈ-મેલ સેવાને કારણે મંદ પડી ગઇ હતી. ઈ-મેલ સિસ્ટમનો સ્વિકાર એટલા મોટા પાયે થયો છે કે સાલમુબારકનું પોસ્ટકાર્ડ હવે આઉટડેેટેડ બની ગયું છે. ઈ-મેલ સિસ્ટમ આસાન હોવાની સાથે સાથે સોશ્યલ નેટવર્કીંગે દિવાળીને ઘણી સારી રીતે ઉજવી છે. આ વર્ષે તો ટ્વીટર પર પણ દિવાળી શુભેચ્છાઓ મોટા પાયે જોવા મળી હતી. ઈ-મેલ પર શુભેચ્છા મોકલવા માટેના તૈયાર ડ્રાફ્ટ પણ જોવા મળ્યા હતા.

 

ઈન્ટરનેટ વપરાશમાં હોલી-ડે


ઈન્ટરનેટ પર સોશ્યલ નેટવર્કીંગ પર વધુ સમય આપતા લોકો તેમજ વિવિધ કારણોસર ઈન્ટરનેટ પર દશ-દશ કલાક બેસી રહેતા લોકો તેના વ્યસની બની જાય છે. નવા વર્ષના સંદર્ભમાં એવી ઝુંબેશ શરૃ થઇ છે કે ઈન્ટરનેટના વપરાશનો સમય ઘટાડવો અને દર અઠવાડિયે એકવાર તો તેના વપરાશ બાબતે ઑફ રાખવો જેવા મુદ્દાઓ લાંબાગાળે ફાયદાકારક છે. ચીન અને યુરોપના દેશોમાં ઈન્ટરનેટના વ્યસનમાંથી મુક્ત થવા વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલે છે. ઈન્ટરનેટ વ્યસનના વાયરસ વહેલા મોડા ભારતમાં પ્રવેશવાના છે તે પણ હાલના વપરાશ પરથી નિશ્ચિત બનતું જાય છે. આ સંજોગોમાં અત્યારથી જ ઈન્ટરનેટનો વપરાશ મર્યાદિત કરીને અઠવાડીયે એકવાર ઑફ રાખવા અંગેની ઝુંબેશ શરૃ થઇ છે. તમારા વ્યક્તિગત જીવન પર ઈન્ટરનેટ ગંભીર અસર પહોંચાડી શકે છે; સોશ્યલ નેટવર્કીંગ પર સતત રહેનારાઓને ઘરની બાજુમાં રહેનારનું નામ પણ ખબર નથી હોતી!!
ઈન્ટરનેટના સતત વપરાશનું વ્યસન લાંબા ગાળે નુકસાનકારક છે તે જેટલું વહેલું સમજાય તેટલું વધુ સારું છે.

 

સાથે.. સાથે
* વિશ્વની સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમમાં એંગ્રીબર્ડ ટૉપ પર છે..
* ગુગલ પર એંગ્રીબોર્ડને ગુજરાતીમાં ક્રોધિત પક્ષી કહે છે..
* સેમસંગનું સ્માર્ટ ફોન મોડેલ એસ-૩ સૌથી લોકપ્રિય છે; બીજા નંબરે એપલનો આઇફોન-ફોર આવે છે.
* ઈરાનના અણુ કાર્યક્રમને ઠપ્પ કરવા તૈયાર કરાયેલ વાયરસ stuxnet સાયબર જાસુસ તરીકે ઓળખવામાં આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved