Last Update : 18-November-2012, Sunday

 

ભારતના ધંધાકીય ક્ષેત્રમાં ફેમીલી બીઝનેસનું પ્રભુત્વ ચાલુ છે

મેનેજમેન્ટ - ધવલ મહેતા
 

 

ઇ.સ. ૧૯૬૯માં મીલકતની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા બીઝનેસ ગુ્રપ્સ નીચે મુજબ હતા. ટાટા, બીરલા, માર્ટીન બર્ન, બાંગુર, થાપર, મોદી, મફતલાલ અને એસીસી (એસોસીએટેડ સીમેંટ કંપની). ત્રીસ વર્ષ પછી ઈ.સ. ૧૯૯૯માં ભારતના માત્ર પહેલા દસમાં જ નહીં પરંતુ પ્રથમ પચીસમાં ઉપરની દસ ગુ્રપમાંથી ટાટા, બીરલા અને થાપર રહ્યા હતા. બાકીના આઠ ગુ્રપ્સ ઈ.સ. ૧૯૯૫માં પ્રથમ પચીસ બીઝનેસ ગુ્રપની યાદીમાં પણ ન હતા. મફતલાલની જેમ કેટલાંક ભૂંસાઈ ગયા હતા તો ઉત્તર ભારતના ગુજરમલ મોદી ગુ્રપની જેમ કેટલાંક તદ્દન ક્ષીણ થઈ ગયા હતા. અત્યારે બાંગુર, માર્ટીન બર્ન, થાપર કે મફતલાલના નામો યુવાન પેઢી ભાગ્યે જ જાણે છે. અમદાવાદમાં એક જમાનામાં મીલોની મહારાણી ગણાતી કેલીકો કાળગ્રસ્ત થઈ ગઈ છે.
પરદેશમાં પણ એવું બને છે. એક જમાનામાં અમેરિકામાં જનરલ ઇલેકટ્રીક અને વેલ્ટીગ હાઉસના નામો ગાજતાં હતાં. તેમાંથી જેકવેલ્શની અદ્ભૂત મેનેજમેન્ટને કારણે અમેરિકાની જનરલ ઇલેકટ્રીક કંપની સતત વૃદ્ધિ પામી જ્યારે વેસ્ટીંગ હાઉસ કંપની કાલગ્રસ્ત થઈ ગઈ છે. ભારતમાં મફતલાલ ઉપરાંત ડીસીએમ શ્રીરામ ગુ્રપ અને વાલંચદ કાલગ્રસ્ત થઈ ગયા છે. જ્યારે સુનીલ મીત્તલનું ભારતી ગુ્રપ, કે.પી. સીંઘનું ડીએફએલ ગુ્રપ કે ઓમપ્રકાશ જીંદાલનું જીંદાલ ગુ્રપ, જયપ્રકાશ બીલ્ડર્સ, અદાની અને મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાનું ગુ્રપ વગેરે બીઝનેસ જગતમાં અગ્રસ્થાન ભોગવે છે. પાંચ દાયકા પહેલા જેનું નામ પણ ન હતું તે રીલાયન્સ ગુ્રપ તેના બે ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગયું હોવા છતાં ભારતનાં અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે. આ ગુ્રપના બન્ને ભાઈઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે. જ્યારે દીલ્હી ક્લોથ મીલના સ્થંભસમાન ભરતરામ અને ચરતરામ કાળમાં વહી ગયા અને ગુજરાતમાં સારાભાઈના કુટુંબીજનો પણ ઉદ્યોગપતિઓ ના રહ્યા. કદાચ એમ દલીલ કરી શકાય કે ઉપરના કુટુંબોમાં ભાગલા પડયા તેથી તેઓ પડી ભાંગ્યા તેવું કહી ના શકાય.
આ બાબતમાં જવાબદાર કૌટુંબિક કારણો નથી પરંતુ સમગ્ર મીલ ઉદ્યોગ જ (કોમ્પોઝીટ મીલો) પડી ભાગ્યો તે કારણ હોઈ શકે.
જેઓ ગુજરાતમાં પ્રોફેશનલ ઈન્સ્ટીટયુશન બીલ્ડીંગના અને મેનેજમેન્ટ ક્ષેત્રના પાયોનીયર ગણાય તેવા શ્રી ચીનુભાઈ આર. શાહે તેમની સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું કે અમદાવાદમાં મીલ ઉદ્યોગ પડી ભાંગ્યો તેના અનેક કારણો છે. આ મીલ ઉદ્યોગ કૌટુંબિક માલિકીનો હોવાથી કે મીલ માલીકોએ પ્રોફેશનલ મેનેજમેન્ટ અપનાવ્યું નહીં કે અદ્યતન ટેકનોલોજી ના દાખલ કરી તેથી પડી ભાગ્યો એમ કહી ના શકાય. કેલીકો મીલે પ્રોફેશનલ મેનેજમેન્ટ પદ્ધતિ વર્ષો પહેલાં અપનાવી હતી. અને ઇંગ્લૅંડની ટાવીસ્ટોક ઇન્સ્ટિટયૂટના પ્રતિષ્ઠિત પ્રો એ.કે. રાઈસની પણ સલાહ લીધી હતી છતાં તે તૂટી પડી. કૌટુંબિક માલિકીની મીલો તૂટી પડી અને સાથે અને જે મીલો કૌટુંબીક માલિકીની ન હતી અને જે મીલો સરકારે હસ્તક લીધી તે પણ તૂટી પડી છે. માત્ર ઉદ્યોગપતી શેઠીઆ જ મીલ ચલાવે છે. કે ચલાવતા હતા તેથી તે તૂટી પડી તેમ કહી ના શકાય. અત્યારે પણ અંબાણી ગુ્રપ, ટાટા ગુ્રપ, વગેરે અનેક કંપનીઓ ચલાવે છે અને ઘણી સફળતાથી ચલાવે છે. આમ ભારતમાં ફેમીલી બીઝનેસે ઐતિહાસિક રીતે ઠીક ઠીક પ્રગતિ કરી છે. ભારતની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સ (અને આઇઆઇએમના બોર્ડ ઓફ ગવર્નસમાં પણ) આ કામગીરી બજાવી ચૂકાવેલા શ્રી ચીનુભાઈ આર. શાહે જણાવ્યું કે ભારતીય કંપનીઓએ હજી વધુ સીનર્જી (સામંજસ્મ) અને બેલેન્સ (સમતુલા) પર વધુ ભાર મૂકવાની જરૃર છે. ગુજરાત સમાચારમાં વર્ષોથી 'કાયદો અને સમાજ' કટાર દ્વારા તેમણે સમાજ અને ઉદ્યોગ, ઉદ્યોગ અને કાયદો, ઉદ્યોગ અને સમાજ કલ્યાણ, ઉદ્યોગો અને સરકાર વચ્ચે સંતુલન સાધવાના અને ઉદ્યોગને નાગરિક સાથે સાંકળવાના અનેક વિચારપ્રેરક લેખો લખ્યા છે જે ઘણાએ વાંચ્યા હશે. તેમના કહેવા મુજબ અને સાચી જ રીતે જે ઉદ્યોગ સમાજ અને સમાજના નાગરિકને ધ્યાનમાં રાખતો નથી તે મોટે ભાગે નિષ્ફળ જાય છે કે ગૌણ બની જાય છે. શ્રી ચીનુભાઈ શાહની આ વાત સાથે સૌ સંમત થશે.
સોશીઅલ ટ્રસ્ટ
ફ્રાન્સીસ ફુકુયામા નામના વિદ્વાને જુદા જુદા દેશોમાં લોકોના પરસ્પર ભરોસો (ટ્રસ્ટ) અંગે અભ્યાસ કર્યો છે. તેમાં તેમને જણાવ્યું કે ભારત અને ચીનમાં કૌટુંબિક મૂલ્યો (કૌટુંબિક પ્રેમ અને લગાવ) સમાજ જીવનના કેન્દ્રમાં છે. જે દેશોમાં કૌટુંબિક લગાવો પુષ્કળ મજબૂત હોય ત્યાં કુટુંબ સિવાય અન્ય લોકો પર વિશ્વાસ રાખવામાં મુશ્કેલી પડે છે. આથી ભારત અને ચીનમાં વૈશ્વીક કંપનીઓ ખીલી નથી. વૈશ્વિક કંપનીઓ માત્ર કૌટુંબિક લગાવ પર ના ચાલે. તેમાં તમે સત્તા માત્ર પોતાના સગાવહાલાને જ આપો અને અન્ય જ્ઞાાતિ કે જાતીના લોકોને સત્તા આપવામાં કે તેમના પર ભરોસો રાખવામાં કચવાટ અનુભવો તો તમારો ધંધો અમુક હદથી વધુ ખીલી શકે નહીં. અમેરિકા, બ્રિટન, જર્મની, હોલેંડ વગેરે દેશોમાં કુટુંબ માટેનો પ્રેમ કે લગાવ ભારત-ચીન જેટલા મજબૂત નથી તેથી ત્યાંની કંપનીઓ ઓળખીતા-પાળખીતા ના હોય કે સગા ના હોય તો પણ માણસ કુશળ હોય તો તેના પર વિશ્વાસ મુકીને તેને ખૂબ સત્તા આપે છે. ઈટાલીમાં ભારત જેવું છે જ્યાં કુટુંબ એ સમાજ જીવનનું કેન્દ્ર છે. તેથી ઇટાલીમાં થોડાક અપવાદો બાદ કરતા મોટી મોટી વૈશ્વીક કંપનીઓ ઊભી થઈ નથી. ટુકમાં કુટુંબ કેન્દ્રી સમાજમાં ધંધાઓ વિકસી શકે છે. અલબત્ત તે મોટા પણ થાય છે પરંતુ તે ધંધો અમુક કદનો થાય પછી તેના પર મર્યાદા મુકાઈ જાય છે. વિશ્વાસુ સગાવહાલાં કે ઓળખીતા લાવવા ક્યાંથી ? મારવાડી કંપનીઓમાં આ પ્રકારનું વલણ ખાસ જોવા મળે છે. અલબત્ત આ પરિસ્થિતિ હવે ઝડપથી બદલાતી જાય છે. મારવાડી કે ગુજરાતી કે પંજાબી કંપનીઓમાં પણ સીઈઓ દક્ષિણ ભારતનાં કે બંગાળના જોવા મળશે. વળી ભારતમાં તો કુટુંબની વ્યાખ્યા પણ પશ્ચિમના લોકોની વ્યાખ્યા કરતાં જુદી છે. પશ્ચિમ જગતમાં કુટુંબ એટલે પતિ-પત્ની અને બાળકો. ભારતમાં કુટુંબ એટલે પતિ-પત્ની-બાળકો, મામા, મામી, ફુઆ, ફોઇ, ભાણીયા, ભત્રીજા, કાકા, દાદા, માસા, માસી, સાસુ, સસરા, સાળા વગેરે. તમે ધંધો સ્થાપ્યો હોય તો આ બધાને તો સમાવવા પડે ને ? તે તમારી કૌટુંબીક ફરજ બની જાય છે. પશ્ચિમ જગતમાં આવું થતું નથી. મોટે ભાગે સંતાનો કહેતા હોય છે કે હું મારા પિતાના કે દાદાના ધંધામાં જોડાઈને મારા વ્યક્તિત્વને ઢાંકી દેવામાં માનતો નથી. મારા કુટુંબના ધંધામાં મને જરા પણ રસ નથી. હું મારો ધંધો સ્થાપીશ કે અન્ય રીતે મારી આઇડેન્ટીટી જુદી ઊભી કરીશ.
ઉપસંહાર ઃ
ભારતમાં કુટુંબ આધારિત ધંધાઓ-ફેમીલી બીઝનેસ હજી પ્રભુત્વ ધરાવે છે. અલબત્ત ૪૦-૫૦ વર્ષ પહેલાં જે કુટુંબો અગ્રસ્થાન ભોગવતા હાત તેમાં ટાટા અને બીરલાને બાદ કરતાં અન્ય ઘણા નવા કુટુંબો દાખલ થઈ ગયા છે. માત્ર પચાસ વર્ષ પહેલાં ઇ.સ. ૧૯૬૨માં ધીરૃભાઈ અંબાણીનું ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હશે. આજે તેમના બન્ને સંતાનોના ધંધાનો સરવાળો કરો તો તે નંબર એક પર છે. અલબત્ત ઓએનજીસી જેવી સરકારી કંપનીઓને તેમના વેચાણની બાબતમાં કોઈ પહોંચે તેમ નથી. તેમ છતાં ભારતમાં હજી ફેમીલી બીઝનેસનું ઊંચુ સ્થાન રહેશે કારણ કે ભારતમાં દરેકે દરેક (ગરીબ કે સમૃદ્ધ) કુટુંબના વડા એમ માને છે કે તેમના સંતાનો ઉપરાંત જમાઈઓ કે ભત્રીજા, ભાણીયા વગેરેને ઠેકાણે પાડવાની જવાબદારી તેમની છે. ભારતમાં ગરીબ માણસ પણ લાગવગ લગાડી પોતાના સંતાનો ઉપરાંત ભત્રીજા, ભાણીયા કે જમાઈઓને ઠેકાણે પાડવા સતત પ્રયત્નશીલ રહે છે. પશ્ચિમ જગતમાં આવું જોવા મળતું નથી.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved