Last Update : 18-November-2012, Sunday

 
આવનાર સમય મુલાયમસિંહને વધુ ઉગ્ર ને આક્રમક બનાવે

ગ્રહોના તેજ-તિમિર ઃ શરદ રાવલ

- ડિસેમ્બર-જાન્યુઆરીમાં દેશના રાજકારણમાં અગત્યની ઘટનાઓ બને

પૂર્ણ યોગી અને અગાધ તત્વજ્ઞાાનનાં ભંડાર શ્રી સંત કબીરજીએ એમના એક વિખ્યાત 'દોહા'માં લખ્યું છે કે 'પહેલે બના પ્રારબ્ધ, ફીર બના શરીર' વ્યક્તિ શરીર તરીકે જન્મ લે તે પહેલાં તેણે પૂર્વ જન્મોનાં કરેલા સાર-નરસા કર્મોનો ભોગ પૂરો કરવા માટે, ઈશ્વર તેને જન્મ આપે છે. તે પ્રમાણેના અનુકૂળ પ્રતિકૂળ સંજોગો આવે છે.
આજે આપણે પ્રારબ્ધકર્મની અગમ્ય લીલાના, રંકમાંથી રાય બનાવતા, ઉત્તર પ્રદેશના મધ્યમવર્ગમાં જન્મીને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને હાલમાં દેશના રાજકારણમાં ઘણું અગત્યનું પરિબળ ધરાવતા મુલાયમસિંહ યાદવની જન્મકુંડળીના સારાં-નરસાં પાસાં તપાસીએ.
દેશના વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશનું રાજકીય મહત્ત્વ પણ ઘણું વધારે છે. તાજેતરમાં જ પોતાના પ્રબળ હરિફ માયાવતી અને કોંગ્રેસને ધોબીપછાડ આપી ચૂકેલા મુલાયમસિંહની જન્મ કુંડળીમાં શનિનું કુંભલગ્ન ઉદીત થયેલું છે. આ સમાજવાદી નેતાની કુંડળીમાં લગ્નમાં જ ચંદ્ર-મંગળનો સુંદર યોગ થયો છે. લગ્નમાં ચંદ્રને કારણે બહાથી થોડા કુણા લાગતા આ રાજપુરૃષની કુંડળીમાં લગ્નમાં મંગળે તેમને ભારે આખાબોલા અને તેજમિજાજ-થોડાક આક્રમક બનાવ્યા છે.
અખાડામાં પહેલવાન તરીકે જીવનની શરૃઆતમાં કારકિર્દી શરૃ કરનાર આ સમાજવાદી નેતાની જન્મકુંડળીનાં પહેલા સ્થાનમાં રહેલા કુંભ રાશિના મંગળ અને ત્રીજા સ્થાનમાં મેષ રાશિના શનિ શુભ પરિવર્તનને કારણે આજે દેશના ટોચના રાજકીય આગેવાન બની શક્યા છે. આ ચંદ્ર-મંગળ-શનિ પરિવર્તન યોગે આ કુંડળીને જબરું બળ પૂરું પાડયું છે.
લગ્નમાં મંગળ અને ત્રીજા પરાક્રમ સ્થાનમાં મંગળના ઘરની મેષ રાશિના શનિએ આ યાદવ નેતાને ભારે જક્કી અને હઠાગ્રહી બનાવ્યા છે. તેમના આ જક્કી વલણને કારણે જ ગત વર્ષોમાં કોંગ્રેસના સોનિયા ગાંધી વડાપ્રધાન પદ ના મેળવી શક્યા.
એક સમયે સ્વ. જયપ્રકાશ નારાયણના અનુયાયી મુલાયમસિંહની કુંડળીમાં દસમુ સત્તા-કર્મનું સ્થાન પણ બળવાન બન્યું છે. દસમા સ્થાનમાં પૃથ્વી તત્ત્વની સદા વાસ્તવિકતાના પ્રતિક અને મહત્વાકાંક્ષી એવી વૃશ્ચિક રાશિમાં ગ્રહમંડળના મહત્વના ગ્રહ સૂર્ય-બુધ-શુક્ર આવેલા છે. જન્મના કુંભ રાશિના ચંદ્રથી દસમા સ્થાનમાં 'સૂર્ય-શુક્ર-બુધ' એ ત્રણ ત્રણ રાજયોગનું નિર્માણ કર્યું છે. 'સોનામાં સુગંધ' ભળે એમ તેમની મૂળ કુંડળીમાં બીજા સ્થાનમાં રહેલા મીન રાશિનો સ્વગ્રહી ગુરુ નવમી શુભ દ્રષ્ટિથી દસમા સ્થાનમાં રહેલા 'સૂર્ય-બુધ-શુક્ર' સુખ સંપત્તિના કારક એવા ચોથા પૂર્વ જન્મનાં પૂણ્યનાં સંચયરૃપ પાંચમા ત્રિકોણ અને નવમા ભાગ્યસ્થાનના માલિક 'બુધ-શુક્ર' ઉપરની નવમી શુભ દ્રષ્ટિએ આ રાજનેતાની કુંડળીને 'ચાર ચાંદ' લગાવી દીધા છે.
બે વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને એકવાર કેન્દ્રમાં સરક્ષણ મંત્રીનો તાજ પહેરવા ભાગ્યશાળી થયેલા મુલાયમસિંહની કુંડળીમાં એક અગત્યનું પાસુ તેમનું પાચમું પુત્ર-સંતતિનું છે. પાંચમા સ્થાનનો માલિક બુધ બીજા સ્થાનમાં - સ્વગ્રહી મીન રાશિનો ગુરુએ તેમને તેજસ્વી અને ભાગ્યશાળી એવા અખિલેશ યાદવ જેવા પુત્રના પિતા બનાવ્યા છે. જે ભાગ્યે જ બને તેમ પિતા પછી પુત્ર પણ ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે સૌથી અગત્યના રાજ્યના મુખ્ય પ્રધાન બનવા ભાગ્યશાળી બન્યા છે.
મુલાયમસિંહ યાદવની કુંડળીમાં લગ્નમાં મંગળે તેમને કડવાબોલા અને બરછટ બનાવ્યા છે. તો ત્રીજા પરાક્રમ સ્થાનમાં રહેલા લગ્નેશ શનિ સામે રહેલા રાહુએ પણ તેમને અત્યંત ખારીલા અને તેજોદ્વેષી બનાવ્યા છે. આ એમની કુંડળીની નબળાઈ ગણાય. લગ્નમાં રહેલા મંગળ સાથે દસમે રહેલા સૂર્યના અશુભ કેંદ્રયોગને કારણે તેમને ઘણીવાર સત્તા સ્થાનેથી દૂર રાખ્યા છે.
ભારતના વડાપ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા મુલાયમસિંહના ભાવિ તરફ નજર નાખીએ તો તેમનું રાજકીય ભાવિ આશાસ્પદ લાગે છે. ગોચરમાં ભ્રમણ કરતા ગ્રહોની નજરે દસમા કર્મ સ્થાનમાં હાલમાં વૃશ્ચિક રાશિનો ગોચરનો રાહુ તેમના જન્મના સૂર્ય-બુધ-શુક્ર ઉપરથી ભ્રમણ કરી રહ્યો છે. આ રાહુના અશુભ ભ્રમણને કારણે આ સમાજવાદી નેતાને પોતાના રાજ્યમાં ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે. પોતાના પક્ષના નેતાઓના રાજ્યમાં નિરંકુશ વર્તનને કારણે તેમને બચાવની મુદ્રામાં આવી જવું પડે છે. પુત્ર અખિલેશ યાદવ હજુ શાસન વ્યવસ્થા બરાબર સંભાળી શકતા નથી અને કેન્દ્રમાં પણ આ યાદવ નેતાને ઘણાં ના ગમતાં સમાધાનો કરવાં પડે છે.
તા. ૨૩-૧૨-૨૦૧૨ સુધી રાહુ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે ત્યાં સુધી આમાં કોઈ ઝાઝો સુધારો આવવાની શક્યાત દેખાતી નથી. તા. ૨૩-૧૨-૨૦૧૨ પછી ગોચરનો રાહુ-શનિ તુલા રાશિમાં મુલાયમ સિંહના ભાગ્યસ્થાનમાં આવતાં તેમની મુશ્કેલીઓ ઓછી થતી જશે.
૨૦૧૩ના મે મહિના સુધી ગ્રહમંડળનો શુભગ્રહ ગુરુ વૃષભ રાશિમાં રહી દસમા સ્થાનમાં રહેલા તેમના સૂર્ય-બુધ-શુક્ર ઉપર શુભ દ્રષ્ટિ કરશે. આ સમય તેમના માટે શુભ અને મહત્ત્વનો સાબિત થશે.
આ સાથે એ વાતની નોંધ લેવી જોઈએ કે ૨૩ ડિસેમ્બર પછી તુલા રાશિમાં ભ્રમણ કરનાર શનિ-રાહુ મુલાયમસિંહની કુંડળીના ભાગ્યસ્થાનમાં આવશે અને મૂળ કુંડળીના મેષ રાશિના શનિ સાથે પ્રતિયુતિ કરશે. ગ્રહોની આ સ્થિતિ મુલાયમસિંહની કસોટી તો કરશે પણ તેઓ વધારે આક્રમક બનશે. કેંદ્રની સ્થાપિત સરાકર સામે તેવો તીવ્ર ગતિરોધ ઉભો કરશે. ખુલ્લો વિરોધ કરશે અને પોતાનો કક્કો ખરો કરાવવા મરણિયા પ્રયાસો કરશે એમ તેમના ગ્રહો સંકેત આપી રહ્યા છે.

૨૩મી ડિસેમ્બરથી મે-૨૦૧૩ સુધીનો સમય કેન્દ્રની સ્થાપિત સરકાર માટે અગત્યનો અને કસોટીજનક પુરવાર થાય.
સરકાર વધારે આક્રમક બને અને પરિસ્થિતિ સંભાળતા તેના નાકે દમ આવી જાય.
મોંઘવારી-આર્થિક પરિસ્થિતિ વધુ નકારાત્મક સ્વરૃપ ધારણ કરે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ માટે પણ આ સમય કસોટી કારક નિવડે.
પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ સમય દરમ્યાન વધારે ઉત્તેજના ફેલાવતાં પગલાં લે. વધારે આક્રમક હઠીલા બને.
ધન રાશિનાં મંગળનો સમય ૧૧ નવેમ્બરથી ૧૮ ડીસેમ્બર વડાપ્રધાન મનમોહન સિંહ માટે થોડો તંગ નીવડે. અંગત સ્વાસ્થ્યની સમસ્યા પણ આવી શકે.
વિક્રમનું નવું વર્ષ સૌને સુખદાયક - આનંદદાયક નિવડે. બધાં ગ્રહો સર્વને અનુકૂળ નિવડે તેવી શ્રીગુરૃને પ્રાર્થના.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved