Last Update : 18-November-2012, Sunday

 

રોજે-રોજ લાભ પાંચમનો યોગ !

ફિલ્લમ ફિલ્લમ

મૂડીવાદના કારણે વકરેલા ભોગવાદના આ સમયગાળામાં તગડી કહી શકાય તેવી નાણાકીય સધ્ધરતા હોય તેવા લોકો માટે દરેક દિવસ લાભપાંચમ જ ગણાય. બોલીવુડના સ્ટાર્સ આ મામલે રોજેરોજ ધનતેરસ અને લાભપાંચમનો અનુભવ કરતા હોય છે.
ઘણા વખતથી જેની રાહ જોવાઈ રહી છે તે 'તલાશ' સાથે આવી રહેલા આમીર માટે એવું કહેવાય છે કે તેને સાઇન કરવા માટે ચાલીસેક કરોડ રૃપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડે છે, જેમાંથી કેટલોક હિસ્સો ફિલ્મના નફામાંથી ચૂકવવાનો રહે છે. અને આમીરને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે સાઇન કરવો હોય તો પ્રતિ દિવસ ચાર કરોડ રૃપિયાનું બજેટ ફાળવવું પડે.
શાહરૃખ માટે આ આંકડો બેથી ત્રણ કરોડની વચ્ચે રહે છે અને ફિલ્મ માટે પચીસેક ખોખાનો બંદોબસ્ત કરવો પડે. લગભગ આટલા જ રૃપિયા ચૂકવવાથી સલમાન ખાન પણ ફિલ્મ કરવા માટે રાજી થઇ શકે છે. અને તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે પ્રતિ દિન દોઢ કરોડ ઢીલા કરવા પડે.
અક્ષય કુમાર વીસેક કરોડમાં ખિલાડી બનવા તૈયાર થતો હોવાનું કહેવાય છે અને કોઇ જાહેરાતમાં તેને ચમકાવવો હોય તો પ્રતિ દિન દોઢ-બે કરોડ જેવો ભાવ પડે ! રીતિક રોશન પણ આ જ રેન્જમાં કામ કરતો હોવાનું સંભળાય છે.
હમણાં પોતાની ફિલ્મ માટે યશરાજ સાથે પંગો લેનાર અજય દેવગન રોહિત શેટ્ટી પાસેથી કેટલા રૃપિયા લે છે તે જાણવું મુશ્કેલ છે, કારણ કે બંને વચ્ચે ગાઢ દોસ્તી છે. પરંતુ બીજા કોઇ પ્રોડયુસરે અજયની સ્ટંટબાજી માટે પંદર-સત્તર કરોડ ચૂકવવાની તૈયારી રાખવી પડે. કાજોલની સાથે પેકેજ ડીલ હોય તો પણ જાહેરાત માટે અજયને દોઢેક કરોડ પ્રતિ દિન ચૂકવવા પડે છે.
ત્રણ ખાન પછીનો સુપર સ્ટાર ગણાતો રણબીર કપૂર અત્યારે દસેક ખોખામાં ફિલ્મ કરે છે. પરંતુ થોડા સમય પછી તે પણ વીસેક કરોડનો હીરો બની જવાના ચાન્સ છે. સંબંધમાં હવે રણબીરનો જીજાજી ગણાય એ સૈફ અલી ખાન એકંદરે સસ્તો છે. સાતેક કરોડમાં ફિલ્મ કરે છે અને પચાસ-પંચોતેર લાખ પ્રતિ દિનમાં જાહેરાત કરી કાઢે છે.
શાહીદ કપૂર, જહોન અબ્રાહમ અને ઇમરાન ખાન પણ આ રેન્જમાં જ આવે. સંજય દત્ત અને અમિતાભ લગભગ ચાર થી છ કરોડ રૃપિયામાં ફિલ્મ માટે ઉપલબ્ધ છે. કારણ કે હવે તેમના નામ પર ફિલ્મ વેચાય એવો સમય નથી રહ્યો.
આટલી જ કિંમત કરીના કપૂર પણ વસૂલતી હોવાનું કહેવાય છે. કરીના કપૂર અત્યારે ટોચની અને સૌથી વધુ કમાણી કરાવી આપતી ફિલ્મોની હીરોઇન હોવા છતાં ટોચના હીરો ગણાતા આમીર કે શાહરૃખ કરતાં છઠ્ઠા ભાગનું મહેનતાણું મેળવે છે.
કેટરીના કૈફ પણ કરીનાની લગોલગ ગણાય છે. વિદ્યા બાલન અત્યારે ફિલ્મ દીઠઅઢીથી ત્રણ કરોડ વસૂલતી હોવાનું કહેવાય છે. એન્ડોર્સમેન્ટ માટે પ્રતિ દિન પચીસથી પંચોતેર લાખ સુધીમાં મેળ પડી જાય. પ્રિયંકા ચોપ્રા પણ વિદ્યા બાલનની નજીક ગણાય.
દીપીકા પદુકોણે અને અનુષ્કા શર્મા દોઢ થી બે કરોડ રૃપિયાની ફી ફિલ્મ દીઠ વસૂલે છે. હીરો અને હીરોઇનોની માફક રાજકુમાર હીરાની અને મધુર ભંડારકર કે વિશાલ ભારદ્વાજ જેવા નિર્દેશકો પણ તગડી ફી વસૂલે છે. એ.આર. રહેમાન તો સૌથી વધુ કિંમત વસૂલતા મ્યુઝિક ડાયરેકટર છે જ ! જાવેદ અખ્તર અને ગુલઝાર પોતાના ગીતો માટે ઊંચી રકમ વસૂલે છે. આ જ પ્રકારે લેખકો, એડિટર્સ, સિનેમેટોગ્રાફર્સ, કોરિઓગ્રાફર્સ અને એકશન ડાયરેકટર્સ પણ અડધાથી પોણા ખોખામાં કામ મેળવે છે. ટૂંકમાં ટોચ પર રહેલા સૌને બારેમાસ દીવાળી અને રોજરોજ લાભ પાંચમ છે. સૌને આવી ટોચ મળે એવી નવા વર્ષની શુભેચ્છા !

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved