Last Update : 18-November-2012, Sunday

 

'જો સાધુ-સંતો જમતા હોય તો, તો તમે કહો તે શરત કબૂલ'

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે, રણબંકા રજપૂતોની તલવારના જ્યાં તેજ તિખારા ખર્યા છે, રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યાં છે.
આવી ધરતી ઉપર કુબા નામનો પ્રજાપતિ ચાકડો ફેરવે છે. માટીના પીંડમાંથી અવનવા ઘાટ ઘડે છે. ધણી ધણીઆણી હક્કની કમાણી કરીને રોટલો રળી ખાઇ અલખને આરાધે છે. ઇશ્વરમાં એકાકાર થઇ જાય છે. કુબાજી આખા ગામમાં ભગત તરીકે ઓળખાય છે. સાધુ સંતને ઉતારો આપી સેવાચાકરી કરે છે. બે ટંક રોટલો આપી અતિથિ આવકારનો રૃડો ધર્મ પાળે છે.
એક દિવસની વાત છે. ગામના પાદરમાં સાધુની જમાત આવી છે. ભેળા હાથી-ઘોડાનો મોટો રસાલો છે. સાધુઓ અને જોગીઓની જમાવટ છે. જમાતના મહંત ગામમાં ટેલ નાખે છે. એક ટંક ભોજન માટે કોઇ ભક્તની શોધ કરે છે, પણ કોઇ હા ભણતું નથી.
જમાતના મહંત શેઠ, શાહુકાર અને દરબારની દોઢીએથી પાછા વળ્યા છે.
કોઇએ સાધુની ઠેકડી કરી.
'એ સાધુ મા'રાજ, ગામમાં કુબા ભગત વગર તમારી ભૂખને કોઇ ભાંગશે નહિ.'
'કોણ કૂબા ભગત?'
'ગામમાં કુબા ભગતનું નામ મોટું છે.એને આંગણેથી કોઇ ભૂખ્યું જતું નથી.'
સાધુ તો ઊપડયા કુબા કુંભારને ફળીએ. જઇને જુએ છે તો કુબોજી ચાકડો ફેરવી રહ્યો છે. ઘેરથી માતાજી માટીના પિંડા દઇ રહ્યા છે.
સંતોને આંગણે આવેલા જોઇને ભગતનું હૈયું હરખી ઊઠયું.
મહંતે જાણ્યું કે આ તો ઠેકડી થઇ છે, પણ ભગતનો ભાવ ભારે છે એમ જાણી ભગતનું આંગણું ઉજાળ્યું.
કુબાજીએ બે હાથ જોડી કહ્યું ઃ
'બાપુ, શું સેવા કરું?
'સેવા તો કંઇ નહિ, તારું નામ સાંભળીને આવ્યો હતો ભગત.'
'તો પછી ભોજન લઇને જ પછી નિરાંતે જજો.'
'ભગત, હું એકલો નથી. આખી જમાત છે!'
કુબાજીએ કીરતારને યાદ કરીને કહ્યું ઃ
'ભલે ને હોય, પંગત પાડશું.'
કુબાજી ઊપડયા ગામમાં સીધુ- સામાન લેવા. બસો સાધુ-સંતોની જમાત. કુબાજી શેઠીઆની હાટડીએ ફરવા માંડયા પણ કોઇ દાદ દેતુ નથી, બાનાં બતાવે છે.
આભને કંઇ દેખત થાંભલા થોડા છે. ધરમી-કરમીના ટેકે આભ ઝળુંબી રહ્યું છે.
એક શેઠે કુબાજીની વાત સાંભળી. કુબાજીને કહ્યું ઃ
'ભગત, બસો માણસનું સીધું તમને દીધું, પણ એક શરત!'
કુબાજી હરખીને બોલ્યા ઃ
'શેઠ, તમે કહો એ શરત મને કબૂલ છે. જો સાધુ-સંતો જમતા હોય તો તમે કહેશો તે કબૂલ છે.'
'ભગત, શરત આકરી છે.'
'તોય કબૂલ છે.'
શેઠે વાણોતરને હુકમ કર્યો.
ભગતને ઘેર બસો માણસનું સીધુ પુગાડો.
'બોલો શેઠ, શું શરત છે?'
'મારે એક કૂવો ગળાવવો છે. તે તમારે ગાળી આપવો પડશે.'
'ભલે શેઠ.'
કુબાજીએ સાધુ-સંતોને ભોજન આપ્યું. બીજા દિવસે ભગત અને માતાજી શેઠને ઘેર હાજર થયાં. શેઠે કૂવો ગાળવાની જગ્યા બતાવી.
ભગત કૂવો ખોદવા લાગ્યા ને માતાજી માટી સારવા લાગ્યા.
કૂવો ખોદાતો જાય છે ને ભગત ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. ભગતે માટી ભેગી કરી, એ માટીને બહાર નાખવા માતાજી કૂવામાં ઊતર્યા ત્યાં તો ઉપરથી ભેખડ પડી. ભગત ને માતાજી દટાઇ ગયાં. ગામમાં હાહાકાર થઇ ગયો. બંને જણા કૂવામાં ગારદ થઇ ગયાં. ગામ લોકોએ માટી કાઢવા માંડી પણ કંઇ આરો આવ્યો નહીં. આખરે સૌએ નક્કી કર્યું કે હવે કોઇ જીવતું નહિ હોય. આમેય ભગતે સમાધિ લીધી ગણાય.
વાત ઉપર વર્ષો વીતી ગયાં. ધરતીના પડેપડ મળી ગયા. કૂવાનો ખાડો નિશાનીરૃપ રહી ગયો. ભગતવાળો કૂવો જાણીતો થયો.
ગામને પાદરથી સંઘ નીકળ્યો. હરિકિર્તન અને ભજન, ગાતા ભાવિકોએ આ કૂવાવાળી જગ્યાએ પડાવ નાખ્યો. અધરાત થઇ ત્યાં તો સંઘ ઝબકીને જાગી ગયો.
કરતાલને ઝાંઝ પખાજના અવાજ સંભળાણા. ભજનના સૂર જાણે ધરતીના પેટાળમાંથી પાણીની સરવાણી ફૂટે એમ ફૂટીને બહાર આવતા હતા. યાત્રાળુઓએ જઇને રાજાને વાત કરી. રાજએ કૂવો ખોદાવવો શરૃ કર્યો. માટી બહાર નીકળવા માંડી. કૂવોને તળીએ જઇને સૌએ જોયું તો ભગત અને માતાજી હરિકીર્તનમાં તલ્લીન છે. વિષ્ણુ ભગવાન એક સુંદર કમળના ફૂલ પર બિરાજમાન છે. ભગવાનની મૂર્તિ અચાનક અદ્રશ્ય થઇ ગઇ. રાજાએ ભક્ત દંપતીને બહાર કઢાવ્યાં.
રાજાએ પાલખી મંગાવી સામૈયું કરી પધરામણી કરી. કુબાજીની ચરણરજ માથે ચઢાવી. કુબાજીની કીર્તિ આ બનાવ પછી દૂર દૂર ફેલાઇ હતી.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved