Last Update : 18-November-2012, Sunday

 

'મેડિકલ સાયન્સ' સાથે 'સ્પિરિચ્યુઅલ સાયન્સ'નો સમન્વય કરાય તો
ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકાય!

અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- શ્રદ્ધા, પ્રાર્થના અને ધ્યાનની પ્રક્રિયાથી પ્રાણ ઊર્જા ઉત્પન્ન થાય છે જે શારીરિક-માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન કરે છે

વિશ્વવિખ્યાત વિચારક અને લેખક નોર્મમ વિન્સેન્ટ પીલે તેમના પુસ્તક 'ટ્રેઝરી ઓફ કરેજ એન્ડ કોન્ફિડન્સ'માં કહ્યું છે કે જીવનને પવિત્ર, ઉત્કટ, સુખી અને અતીન્દ્રિય ક્ષમતાવાળું બનાવવા માટે પ્રાર્થના કરવી જરૃરી છે. પ્રાર્થના કેવળ પૂજા-અર્ચનાનો વિષય નથી. પણ આત્મ-ચેતનાને વિરાટ ચેતના સાથે જોડવાની ગહન પ્રક્રિયા છે. શ્રદ્ધા, પ્રાર્થના અને ધ્યાનની પ્રક્રિયાથી પ્રાણ ઊર્જા ઉત્પન્ન થાય છે જે શારીરિક-માનસિક સ્વાસ્થ્યનું સંવર્ધન કરે છે. શારીરિક દૃષ્ટિએ એનો પ્રભાવ હોરમોન ગ્રંથિઓ પર તો પડે છે જ, સાથે મસ્તિષ્ક સ્તર પર પણ પાડીને વિધાયક વિચારો પ્રકટાવે છે. હકારાત્મક વિચારો મનોદૈહિક રોગો પર મોટી અસર ઉપજાવે છે.
'સ્ટ્રેન્જ વર્લ્ડ'નામના પુસ્તકમાં એના લેખક ફ્રેન્ક એડવર્ડસે આ વાતનું સમર્થન કરી એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. અમેરિકાના ટેનેસી રાજ્યના શેરવુડ સ્થાનની માર્ગોરેટ જેક્સન નામની એક છોકરી ગંભીર બીમારીનો ભોગ બની. એને નેશવિલેની વન્ડરબિલ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મહિનાઓ સુધી ભારે સારવાર અપાયા પછી પણ એની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો. એટલામાં એના પિતાને એપિસ્કોપલ મિશનના પાદરી રેવરન્ડ જોન હસ્કેને મળવાનું થયું. તેમણે પાદરીને પોતાની દીકરીની ગંભીર હાલત વિશે જાણકારી આપી. તેમણે એમને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાનો ઉપાય સૂચવ્યો. એ બીમારીને કારણેએ છોકરીની આંખોની રોશની સાવ જ જતી રહી હતી. માર્ગારેટના કુટુંબના બધા જ સમુહ પ્રાર્થના કરતા. પાદરી મહોદય પણ એના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા અને દૂરગામી વિચાર સંપ્રેષણથી એની આંખોની રોશની પાછી આવે તે માટે ચૈતસિક ઉપચાર કરતા.
થોડા વખત બાદ એક રાત્રે માર્ગારેટના પિતાએ સિગારેટ સળગાવવા લાઈટર સળગાવ્યું. અંધારામાં એનો પ્રકાશ આખા ઓરડાને ઉજાળી રહ્યો. એ વખતે માર્ગારેટ પ્રાર્થના કરી રહી હતી. નિયત કર્યા પ્રમાણે ફાધર રેવરન્ડ જોન હસ્કે પણ પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે ભગવાન ઈસુની છબી આગળ મીણબત્તી સળગાવી એની જ્યોતિનું ધ્યાન ધરવા માંડયું. એના દિવ્ય પ્રકાશના કિરણો માર્ગોરેટની આંખોમાં ફેલાવાની કલ્પના કરી, વિચારોથી તેની આંખોમાં પ્રક્ષિપ્ત કરવા માંડયા. આ બાજુ માર્ગોરેટની આંખમાં પ્રકાશનું કિરણ ચમક્યું. તેને તેના પિતાએ સળગાવેલા લાઈટરનો પ્રકાશ દેખાયો તે એકદમ રોમાંચિત થઈ આશ્ચર્યથી તે પ્રકાશની દિશામાં દોડી અને મોટેથી ચિત્કાર કરી ઉઠી, અરે! હવે મને દેખાય છે! તે દિવસથી તેની દૃષ્ટિમાં સારો એવો સુધારો થવા લાગ્યો અને થોડા દિવસો બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ્ય વ્યક્તિની જેમ બધું જ જોવા લાગી! પાદરી જોન હસ્કેએ આ ઘટનાને પ્રાર્થનાની શક્તિનું જીવન્ત ઉદાહરણ જણાવ્યું અને કહ્યું કે જો માનવી પોતાની અંદર ઈશ્વરીય શક્તિ પ્રકટ કરી પૂરેપૂરી શ્રદ્ધા જગાવે તો ઘણી બધી શારીરિક, માનસિક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે. એનાથી એ પોતાના રોગોને પણ મટાડી શકે છે.
ડો. પેટ રોબર્ટસન નામના એક લેખકે એમના પુસ્તક 'બિયોન્ડ રિઝન મિરેકલ્સ કેન ચેન્જ યોર લાઈફ'માં આવી જ એક અન્ય ઘટના જણાવી છે. બાર્બરા કાસ્કી નામની એક કિશોરી છ વર્ષ જેટલા લાંબા સમયથી 'મલ્ટીપલ સ્કરોસિસ' નામની મોટી બીમારીથી પીડાતી હતી. એનો ઈલાજ અમેરિકાના ઈલિનોઈસ રાજ્યની એક મોટી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. ડો. થોમસ માસેલ નામના નિષ્ણાત તબીબ તેની સારવાર કરી રહ્યા હતા. રોગ એટલો બધો વધી ગયો હતો કે તેના બચવાની કોઈ શક્યતા ડો. થોમસને દેખાતી ન હોતી. પણ તેમ છતાંય એ છોકરીમાં જબરદસ્ત જિજીવિષા દેખાતી હતી. ડોક્ટરે એની આંખોમાં બચવાનું કિરણ જોયું. એમણે બાર્બરાના માતા પિતાને કહ્યું, તબીબી વિજ્ઞાાનની દૃષ્ટિએ બાર્બરાને સારું થાય એવી કોઈ સંભવિતતા નથી. તેમ છતાં હું અંતિમ સત્તા-ઈશ્વરની શક્તિમાં માનું છું. જો ઈશ્વરીય શક્તિની સહાય મળે તો 'મેડિકલ મેરીકલ' પણ બની શકે છે. તમે બધા સાચા હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરો. ડો. પેટ રોબર્ટસને જ ઈલિનોઈસમાં 'કલબ ૭૦૦' નામની એક સંસ્થા ખોલી છે જે સામુહિક પ્રાર્થનાના માધ્યમથી બીમાર વ્યક્તિનો ઈલાજ કરે છે. એ સંસ્થામાં પણ બાર્બરા માટે પ્રાર્થના થકી વિચાર-ઊર્જા સંવહનનો ઉપચાર શરૃ થયો. એમાં સેંકડો લોકો સામેલ થયા. એક ચોક્કસ સમયે એક સાથે તે ઉપચાર પ્રાર્થના કરતા અને એમની 'પરિવર્તિત ચેતનાની સ્થિતિ' થકી બાર્બરાના સૂક્ષ્મ દેહમાં દૈવી ચેેેતનાનો સંચાર કરવાની ભાવના કરતા.
ડોક્ટરોના ભારેખમ ઉપચાર પછી પણ મલ્ટીપલ સ્કેલરોસિસમાં કોઈ સુધારો થયો ન હોતો. બાર્બરાનું આખું શરીર જકડાઈ ગયું હતું. એ પથારીમાંથી ઊભી પણ થઈ શકતી નહોતી. જેમ કોઈ વીજ ઉપકરણમાં તાર દ્વારા વીજળી પહોંચાડવામાં આવે છે. તેના પર ચડાવવામાં આવેલ રબરની ખોળ બળી જાય તો બે તાર એકબીજાને અડકતા હોય ત્યાં શોર્ટ સર્કિટ થવા લાગે છે અને ઊર્જા સંબંધ તૂટી જવાને કારણે તે વિદ્યુત ઉપકરણ નકામું થઈ જાય છે તેમ મસ્તિષ્કથી જુદા જુદા અંગોને નિયંત્રિત રાખવાના સંકેત સ્નાયુ મડળના માધ્યમથી અપાય છે. એ સ્નાયુ તંતુઓ પર પણ 'માઈલિન'નું પડ ચડેલું હોય છે. આ રોગને કારણે એ પડ ઓગળવા લાગે છે તેથી હાથ-પગથી માંડીને બધા અવયવોની કામગીરી એક પછી એક નકામી થઈ જાય છે. બાર્બરાની બાબતમાં પણ આવું જ થયું હતું . એ શ્વાસ પણ માંડ લઈ શકતી હતી. એટલે એને વેન્ટિલેટર પર રાખી કૃત્રિમ શ્વાસથી જીવિત રાખવામાં આવી હતી.
સમૂહ પ્રાર્થના અને સમૂહ ધ્યાનની શક્તિ એના સૂક્ષ્મ શરીરમાં સંચારિત કરવામાં આવી તેના થોડા સમય બાદ એનું માન્યામાં ન આવે એવું અદ્ભૂત ચમત્કારિક પરિણામ જોવામાં આવ્યું. સૌથી પહેલાં એના ફેફસાની શક્તિ વધવા લાગી, પછી એના સ્નાયુઓ પર માઈલિનના પડ ફરી ચડવા લાગ્યા અને સ્નાયુતંત્ર મજબૂત થવા લાગ્યું. શરીરના અવયવો વેન્ટિલેટર કે કેથેટર વગર ફરી કામ કરવા લાગ્યા. પેટ રોબર્ટસને બાર્બરાના શબ્દો ટાંકતા લખ્યું છે, '૭ જૂન ૧૯૭૧ના રોજ જ્યારે ડો. થોમસ મને જોવા આવ્યા ત્યારે તેમણે મારા જીવવાની આશા છોડી દીધી હતી. તે એકલા જ નહીં, બધા ડોક્ટરો મારી સ્થિતિ જોયા પછી એવું જ કહેતા. પણ મેડિકલ ટ્રીટમેન્ટ સાથે તેમણે પ્રાર્થના અને ધ્યાન પ્રક્રિયા પણ જોડી એનાથી આ ચમત્કાર સર્જાયો.' થોડા સમય બાદ બાર્બરા પૂર્ણ સ્વસ્થ થઈ ગઈ અને હરવા-ફરવા લાગી અને બધા કામ પોતાની જાતે જ કરવા લાગી. ડો. પેટ રોબર્ટસન અને ડો. થોમસ કહે છે કે રોગ ઉપચાર માટે 'મેડિક્લ સાયન્સ' સાથે 'સ્પિરિચ્યુઅલ સાયન્સ'નો પણ સમાવેશ કરવામાં આવે તો માન્યામાં ના આવે એવા ચમત્કારિક પરિણામો આવી શકે છે. માર્ગારેટ અને બાર્બરા આના જીવતા-જાગતા ઉદાહરણો છે.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved