પોન્ટી ચઢ્ઢા અને તેના ભાઇનું સામસામા firingમાં મોત

 

-તેઓનાં ફાર્મ હાઉસમાં જ બનેલી ઘટના

 

-તા.5 ઓક્ટોબરનાં રોજ પણ ફાયરિંગ થયું હતું

 

નવી દિલ્હી, તા.17 નવેમ્બર, 2012

 

પ્રોપર્ટીનાં વિવાદમાં દારૂનાં વેપારી પોન્ટી ચઢ્ઢા અને તેના ભાઇ હરદીપનું સામસામા firingમાં મોત નીપજ્યું છે. છતરપુર ખાતેનાં તેઓનાં ફાર્મ હાઉસમાં જ આ ઘટના બની છે. ફાયરિંગમાં એક ગાર્ડનું પણ મોત થયું છે.

 

ઉલ્લેખનીય છે કે તા.5 ઓક્ટોબરનાં રોજ પણ પોન્ટી ચઢ્ઢાનાં મુરાદાબાદ ખાતેના બંગલા ખાતે ફાયરિંગ થયું હતું પરંતુ તે સમયે આ ઘટના છૂપાવવામાં આવી હતી. તે દિવસે પણ પાંચ ફાયરિંગ થયા હતા.

 

તે સમયે પોલીસને એવું કહીને મામલો પતાવી દેવાયો હતો કે પોન્ટીનાં ભત્રીજાએ નવી રિવોલ્વર ખરીદી હતી. જેમાં ટેસ્ટીંગ દરમિયાન ફાયર થયું હતું. આ ફાયરિંગનાં બે દિવસ પહેલા જ બંને ભાઇઓ વચ્ચે પ્રોપર્ટી વચ્ચે વિવાદ થયો હતો.