Last Update : 18-November-2012, Sunday

 

૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે

સેનાપ્રમુખની વિદાયથી શિવાજી પાર્ક સૂના !

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧૭
૪૬ વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ એક પણ વ્યક્તિને તમાચો નહિ માર્યો હોય પરંતુ તેમની એક ત્રાડથી સમગ્ર દેશમાં ઝંઝાવાત ઊભો થતો હતો. હિંદુ હૃદય સમ્રાટની પદવી મેળવનારા સેના પ્રમુખ બાળ ઠાકરે મહારાષ્ટ્રિયનો માટે નિશ્ચિતપણે યુગપુરુષ હતા. ૧૯૬૬માં મુંબઇના મરાઠીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટે શિવસેનાની સ્થાપના કરનારા કાર્ટૂનિસ્ટ બાળકેશવ ઠાકરેની શિવસેનાની ધાક એવી હતી કે તેમની મરજી વિના મુંબઇમાં પાંદડું પણ ફરકતું ન હતું.
વ્યક્તિગત રીતે ઉદાર હૃદય ધરાવતાં સેના પ્રમુખ બાળ ઠાકરે પોતાના વિચારો બેફામ વ્યક્ત કરતા હતા અને ક્યારેય મુંબઇ ન છોડનારા બાળ ઠાકરેને મળવા રાષ્ટ્રપતિ પણ છેક 'માતોશ્રી' સુધી પહોંચતા હતા. એકવડિયો બાંધો ધરાવતાં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનું સૌથી અસરકારક શસ્ત્ર તેમના શિવસૈનિકો હતા અને તેના પીઠબળથી તેઓએ માત્ર મુંબઇ નહિ સમગ્ર દેશમાં ઝંઝાવાત ઉભો કર્યો હતો.
મુંબઇના સૌથી વિશાળ શિવાજી પાર્ક મેદાનને ખીચોખીચ ભરવાની ક્ષમતા એક માત્ર બાળ ઠાકરેમાં હતી. પાકિસ્તાનની આકરી ટીકા કરનારા તેમજ કોંગ્રેસના ચુસ્ત વિરોધી સેના પ્રમુખ બાળ ઠાકરેએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બે વેળા કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો હતો.
બાબરી ધ્વંસ બાદ ૧૯૯૨-૯૩માં મુંબઇમાં કોમી રમખાણો ફેલાયા ત્યારે જાહેરમાં હિંદુઓની તરફેણ કરનારા સેના પ્રમુખે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતના કોમી રમખાણોની ભૂમિકા માટે ચોમેર ટીકા થતી હતી ત્યારે તેઓને ટેકો આપ્યો હતો પરંતુ જરૃર પડયે તેમની ટીકા પણ કરી હતી.
ભલભલાં તિસમારખાં પણ બાળ ઠાકરેના ઘૂંટણિયે પડતા હતા! નોકરીઓ અપાવવાથી માંડી દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા અને ગરીબ યુવાનોને વડા પાઉં વેચતા કરી કરોડપતિ બનાવનારા સેના પ્રમુખ બાળ ઠાકરેના એક ઇશારે મુંબઇના વાનખેડે મેદાનની પીચ શિવસૈનિકોએ ખોદી કાઢી હતી.
મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને સંજય દત્તથી માંડી અનેક નેતા-અભિનેતાઓ માટે આશ્રય સ્થાન બની રહેલાં સેના પ્રમુખની ચિર વિદાયથી મહારાષ્ટ્રમાં ખાલીપો સરજાયો છે. કોઇપણ રાજકીય નેતા જાહેરમાં ધર્મ વિશે બોલતાં અચકાતો હતો ત્યારે સેના પ્રમુખ જાહેરમાં પોતે હિંદુ છે અને હિંદુઓનું રક્ષણ કરશે એવી જાહેરાત કરતા હતાં.
શિવાજી પાર્ક હોય કે અન્યત્ર તેમની જાહેર સભાના પ્રથમ શબ્દોમાં તેઓ કહેતા કે ભેગા થયેલાં મારા તમામ હિંદુ ભાઇ બહેનોને હું પ્રણામ કરું છું.
માત્ર આ શબ્દો ઉપર જે તાળીઓનો ગડગડાટ થતો હતો તેવો ગડગડાટ હવે શિવાજી પાર્કના આકાશમાં ક્યારેય ગૂંજશે નહિ!
સહયોગી ભાજપ હોય કે પક્ષ છોડી નવો પક્ષ સ્થાપનારા ભત્રીજા રાજ ઠાકરેને પણ ઠપકો આપવાનું તેઓ ચૂક્યા નથી. જીવનના ઉતરાર્ધમાં રાજ ઠાકરેએ સાથ છોડતાં વ્યથિત થયેલાં બાળ ઠાકરેએ પોતે ભલે ગોગલ્સ પહેરતાં હોય પરંતુ ધૃતરાષ્ટ્ર નથી એમ જણાવ્યું હતું.
૧૯૯૨-૯૩ના રમખાણો બદલ શ્રી કૃષ્ણ પંચે શિવસેનાને જવાબદાર ઠેરવી હતી તેનાથી પણ તેઓ અટક્યા ન હતા. ૨૦૦૦માં તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે માત્ર કાગળ પર જ રહી હતી.
અનેક ઝંઝાવાતી નિવેદનો કરવા છતાં મહારાષ્ટ્રની સરકાર કે મહારાષ્ટ્રની એક પણ કોર્ટ તેમને આંગળી સુદ્ધાં લગાડી શકી ન હતી એ તેમનો દબદબો હતો અને આ રાજકીય વારસો હવે કોઇ નેતાને મળશે નહિ એ નિશ્ચિત છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved