Last Update : 18-November-2012, Sunday

 

ગડકરીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં દિગ્વિજય સિંહને અદાલતનું સમન્સ

સિંહે ગડકરી પર અજય સાંચેતી સાથે બિઝનેસ સંબધો હોવાના આરોપો મૂકયા હતાં

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
દિલ્હીની એક અદાલતે આજે ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી દ્વારા દાખલ કરાયેલા ફોજદારી બદનક્ષીનાં કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને સમન્સ જારી કર્યા છે. અદાલતે બદનક્ષીના કેસમાં સિંહને ૨૧ ડિસેમ્બરે અદાલતની સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુદેશકુમારે જણાવ્યું હતું કે દિગ્વિજય સિંહને ભારતીય દંડસહિતાની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ સમન્સ જારી કરવામાં આવ્યા છે. બે સાક્ષીઓના નિવેદન લીધા પછી ભાજપ પ્રમુખની ફરિયાદને આધારે અદાલતે ૧૬ ઓક્ટોબરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલતે ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યસભાના સાંસદ ભુપિન્દર યાદવનાં નિવેદનો નોંધ્યા હતાં. ઉલ્લેખનીય છે કે દિગ્વિજયસિંહે ગડકરી પર આરોપ મૂક્યો હતો કે તે પોતાના પક્ષના સાંસદ અજય સાંચેતી સાથે બિઝનેસ સંબધો ધરાવે છે. ગડકરી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કોલસા બ્લોકની ફાળવણીમાં સાંચેતી દ્વારા તેમને ૪૯૦ કરોડ રૃપિયા મળ્યા હતાં. ગડકરીએ અદાલતને જણાવ્યું હતું કે સિંહ દ્વારા મૂકવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. આ ખોટા આરોપો મૂકી સિંહ એવી છાપ ઉભી કરવા માંગે છે કે કોલસા બ્લોકની ફાળવણી માટે હું જવાબદાર છું.
વકીલ અજય દિગપોલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગડકરીએ સિંહની વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૪૯૯(બદનક્ષી) અને ૫૦૦(બદનક્ષી માટેની સજા) હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોતાની ફરિયાદમાં ગડકરીએ જણાવ્યું હતું કે કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા(કેગ)એ કોલસા બ્લોકના ફાળવણીમાં થયેલી અનિયમિતતા જાહેર કરતા કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકાર ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. લોકોનું ધ્યાન આ કૌભાંડ પરથી હટાવવા માટે સિંહ દ્વારા આ પાયાવિહોણા આરોપો મૂકવામાં આવ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved