Last Update : 18-November-2012, Sunday

 

માયાવતીના ખાસ મનાતાં લિકર બેરોન
પોન્ટી ચઢ્ઢા અને તેનો ભાઈ ૬૦૦૦ કરોડની સંપત્તિના વિવાદમાં લડી મર્યા

ફાર્મ હાઉસમાં વિવાદ ઉકેલવા મળેલી બેઠક હિંસક બની ઃ બંને ભાઇઓએ એક બીજાને ૧૦-૧૦ ગોળીઓ ધરબી દીધી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
વિવાદસ્પદ લિકર બેરોન પોન્ટી ચઢ્ઢા અને તેમના ભાઈની મિલ્કતના વિવાદમાં સામ-સામેથી ગોળીઓ ફૂટતાં બંનેનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશમાં માયાવતીના શાસનકાળમાં પોન્ટીનું નામ અનેક કૌભાંડોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. 'જર-જમીન અને જોરુ' આ કજિયાના છોરું આ કહેવત અહીં સાચી પડી છે.
પોન્ટી તેમના ભાઈ હરદીપ સાથે મિલ્કતનો એક વિવાદનો ઉકેલ લાવવા માટે છતરપુર ખાતે આવેલા ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા. ત્યાં આ વિવાદે હિંસક સ્વરૃપ ધારણ કરી લીધું હતું. અને તેમાં સામ-સામે ગોળીઓ ફૂટી અને બંને ભાઈઓ વીંધાઈ ગયા હતા.
સુત્રોનું કહેવું છે કે, બંને ભાઈઓની મુલાકાતની શરૃઆત શાંતિપૂર્ણ થઈ હતી. પરંતુ પછી તે વિવાદ ઉગ્ર થતો ગયો હતો. જેમાં કથિત રીતે હરદીપે ફાયરિંગ કર્યું હતું અને તેમાં પોન્ટી મોતને ભેંટયા હતા. સામે પોન્ટીના ગાર્ડસે પણ ફાયરિંગ કરતાં હરદીપ માર્યો ગયો હતો.
જોકે, સુત્રો આ અંગે એક અન્ય બાબત પણ રજૂ કરે છે જે મુજબ પ્રથમ પોન્ટી ચઢ્ઢા (સાચું નામ ગુરુપ્રીત ચઢ્ઢા) અને હરદીપે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બંનેના ગાર્ડસ પણ જોડાયા હતા અને મોતને ભેંટયા હતા. બન્ને ભાઈઓને તાબડતોડ એઈમ્સમાં દાખલ કરાયા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોન્ટીને છ ગોળીઓ વાગી હોવાનું કહેવાય છે. પોન્ટી ચઢ્ઢાના ઘરે ફાયરિંગની આ બીજી ઘટના છે. પાંચમી ઓક્ટોબરે મુરાદાબાદમાં તેમના ઘરે ગોળીબાર થયો હતો.
માયાવતીના શાસનકાળમાં ચઢ્ઢાનો બહુ દબદબો હતો. મેડમની રહેમનજર હેઠળ ચઢ્ઢાનો વેપાર ઘણો ફુલ્યોફલ્યો હતો, શરાબ, મલ્ટિપ્લેક્સ, ખાંડ અને કાગળ મિલોનો તેનો વેપાર ઉત્તરપ્રદેશમાં માત્ર પોન્ટીના નામથી ચાલતો હતો તેમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી.
ઉત્તરપ્રદેશમાં દારૃના વેચાણની પરમિટ ચઢ્ઢા પાસે જ હતી. તેમણે સન્ની દેઓલ અભિનીત ફિલ્મ 'જો બોલે સો નિહાલ' ફિલ્મ પ્રોડયુસ પણ કરી હતી. મોતની ઘટનાની માહિતી મળ્યા બાદ ફોરેન્સિક અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખાલી કારતૂસો સહિત અનેક વસ્તુઓ ઘટનાસ્થળેથી કબ્જે લેવામાં આવી છે.
આ વર્ષની શરૃઆતમાં પોન્ટી ચઢ્ઢાના અનેક સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પડયા હતા. હરદીપના વકીલ ગૌરાંગ કાંતે કહ્યું હતું કે પિતા કુલવંતસિંહના મોત બાદ મિલ્કતના વિભાજન અંગે બંને ભાઈઓ વચ્ચે ઘણો વિવાદ હતો.
પોલીસના સુત્રોનું કહેવું છે કે ઘટનાસ્થળેથી બે પિસ્તોલ મળી આવી છે. આ ઘટનામાં એક ગાર્ડને પણ ઈજા પહોંચી છે. તેના નિવેદનના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

પોન્ટી બિઝનેસ વર્લ્ડમાં એક વિવાદિત વ્યક્તિત્વ
નવી દિલ્હી, તા.૧૭
ભાઇ સાથે સંપત્તિના વિવાદમાં થયેલી સામ-સામે ફાયરિંગમાં મોતને ભેટેલાં પોન્ટી ચઢ્ઢા બિઝનેસ વર્લ્ડમાં એક વિવાદિત વ્યક્તિત્વ હતો. રાજકારણીઓ સાથે ઘરોબો કેળવીને તેણે લીકરથી માંડીને રીઅલ એસ્ટેટના બિઝનેસ સુધી પોતાનો પગપેસારો કર્યો હતો. એક અંદાજ મુજબ તેના જૂથની હાલની સંપત્તિ રૃ. ૬,૦૦૦ કરોડને આંબે તેટલી છે. શરૃઆતમાં તે સમાજવાદી પાર્ટીને નજીક હતો. પરંતુ ઉત્તર પ્રદેશમાં જ્યારે માયાવતીએ શાસન સંભાળ્યું ત્યારે ચઢ્ઢાએ પાર્ટી બદલી અને તેમનો ખાસ બની ગયો. ઉત્તર પ્રદેશમાં દારૃનું વિતરણ કરવાનો એકમાત્ર પરવાનો ચડ્ઢા પાસે જ હતો. તેના પિતાએ ૧૯૬૮માં એક નાનકડી ખાંડ મિલથી પોતાના વ્યવસાયની શરૃઆત કરી હતી. પછી તેનું અનેક ક્ષેત્રોમાં વિસ્તરણ થયું હતું.
ં તાજેતરમાં તેના જૂથે રીઅલ બિઝનેસ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ં ઝુંકાવીને 'માલ'કમાવાની શરૃઆત કરી હતી. તેણે રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પોતાના મોલ્સ ખોલ્યા હતા. વેવ ઇન્કા. નામની તેના જૂથની મિલ્કતો મોહાલી, મોરાદાબાદ, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં છે. આ ઉપરાંત તેની અનેક કંપનીઓ કાર્યરત છે. તેની કંપનીએ દિલ્હી અને યુપીમાં ફિલ્મ વિતરણના હક્કો પણ મેળવતી થઇ ગઇ હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved