Last Update : 18-November-2012, Sunday

 

બાળ ઠાકરે પર તેમના પિતા અને પત્નીનો પ્રચંડ પ્રભાવ હતો

બોમ્બેનું નામ મુંબઈ થયું તેને પોતાની જિંદગીની સૌથી યાદગાર પળ ગણતા હતા

અમદાવાદ, તા. ૧૭,
બાળાસાહેબ ઠાકરે આમ તો ફક્ત મહારાષ્ટ્રના જ નેતા હોવા છતાં તેમની લોકપ્રિયતાની આભા પાડોશી ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં ફેલાયેલી હતી. સાંઠના દાયકામાં તેમણે આમચી મુંબઈ આંદોલન અંતર્ગત દક્ષિણ ભારતીયો ઉપરાંત ગુજરાતીઓને પણ નિશાન બનાવ્યા હોવા છતાં જલદ જબાન અને બિન્ધાસ્ત વર્તણૂંકને લીધે તેઓ ગુજરાતીઓમાં પણ લોકપ્રિય હતા. ૮૬ વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન પામેલા બાળાસાહેબની જિંદગીની કેટલીક ઓછી જાણીતી વાતો.
* જિંદગીભર મહારાષ્ટ્ર અને મુંબઈ માટે કાર્યરત રહેલા બાળાસાહેબ પોતે જોકે મધ્યપ્રદેશના બાળઘાટમાં જન્મ્યા હતા. તેમના પિતા કેશવ ઠાકરે પ્રાચીન મરાઠી પધ્ધતિ મુજબની ખગોળવિદ્યાના નિષ્ણાત હતા અને સંયુક્ત પ્રાંતની ચળવળના પ્રખર સમર્થક હતા.

* બાળ ઠાકરે પણ તરૃણાવસ્થા સુધી પિતાના ટેકેદાર તરીકે સંયુક્ત પ્રાંતના આંદોલનોમાં સક્રિય હતા. પરંતુ યુવાનીમાં પગ માંડતા જ બાળ ઠાકરેના વિચારો બદલાઈ ગયા હતા અને તેમણે પ્રાંતવાદી, મરાઠાવાદી વલણ અપનાવ્યું હતું. જોકે આજીવન તેઓ પિતા પ્રત્યે અપાર આદર ધરાવતા રહ્યા હતા.
* બાળ ઠાકરેની જિંદગીમાં એવો જ પ્રભાવ તેમના પત્ની મીનાતાઈનો હતો. શિવસેનાના સંઘર્ષના સમયમાં જ્યારે બાળ ઠાકરે દિવસો અને મહિનાઓ સુધી પ્રવાસમાં હોય ત્યારે મીનાતાઈએ જ તેમનો ઘરસંસાર સંભાળ્યો હતો.
* નેવુના દાયકાથી બાળ ઠાકરેનો સુરજ સોળે કળાએ ખિલ્યો ત્યારે તેમણે પત્નીના આ મૌન સમર્પણને અનેકવાર જાહેરમાં બિરદાવ્યું હતું. મીનાતાઈ શિવસૈનિકોના પરિવારની કાળજી લેવા માટે ભારે લોકપ્રિય હતા. કરજત ખાતે તેમનું અવસાન થયું ત્યારે લાખો શિવસૈનિકો ચોધાર આંસુએ રડયા હતા.
* બાળ ઠાકરે રોજ સવારે માતોશ્રી ખાતે લોક દરબાર ભરતા, જેમાં સેંકડો લોકો પોતાની ફરિયાદ નોંધાવવા આવી જતા. દરેકની ફરિયાદની અહીં વ્યવસ્થિત નોંધ રાખવાનો ધારો હતો અને બાળાસાહેબ દરેક ફરિયાદની સામે ડેડલાઈન મૂકે એટલા સમયમાં શિવસેનાના કાઉન્સિલર કે ધારાસભ્ય, સંસદસભ્યે તેનું નિરાકરણ લાવી દેવું પડતું.
* સવારનો સમય માતોશ્રીમાં લોક દરબારનો હોય તો સાંજે બાળાસાહેબના અંગત દોસ્તોની મહેફિલ જામતી, જેમાં ફિલ્મ અભિનેતા દિલિપકુમારથી માંડીને સુનિલ દત્ત, રાકેશ રોશન, સંગીતકાર ખૈયામ અને મરાઠી સાહિત્યકારોની નિયમિત હાજરી રહેતી હતી. આ બેઠકની વિશેષતા એ કે અહીં હાજર રહેનારાએ શરાબ પીવો હોય તો પોતાના ઘરેથી લાવવો પડતો. કારણ કે માતોશ્રીમાં કોઈને બિયર સિવાય શરાબની બીજી કોઈ આઈટમ આપવામાં આવતી ન હતી.
* ખુદ બાળાસાહેબ બિયરના શોખીન હતા પરંતુ શરદી અને કફની કાયમી પ્રકૃતિને લીધે તેઓ ચિલ્ડ બિયરને બદલે હુંફાળી બિયર પીવાનું પસંદ કરતા.
* બાળ ઠાકરે ૧૫ વર્ષના હતા ત્યારથી તેમના એક પાઠશાળાના સહાધ્યાયી સાથે તેમની દોસ્તી આજીવન ટકી હતી. તેમનું નામ મોહન વાઘ. મરાઠી નાટયકાર તરીકે મશહુર મોહન વાઘ સાથેની દોસ્તીને સંબંધમાં જોડવા માટે બાળ ઠાકરેએ તેમની દીકરીના વિવાહ પોતાના લાડકા ભત્રીજા જોડે કર્યા. તેનું નામ રાજ ઠાકરે! રાજ શિવસેનાથી છૂટા પડયા એ પછી પણ મોહન વાઘ અને તેમની દીકરી પ્રત્યે બાળાસાહેબની લાગણીમાં કોઈ ફરક પડયો ન હતો.
* બાળાસાહેબ અચ્છા કાર્ટુનિસ્ટ હોવા ઉપરાંત એટલા જ સારા મિમિક્રી આર્ટિસ્ટ પણ હતા. શરદ પવારની ચાલવાની સ્ટાઈલ, વાજયેપીની ભાષણ કરવાની સ્ટાઈલ ઉપરાંત અનેક નેતાઓની તેઓ આબાદ મિમિક્રી કરી શકતા હતા.
* જિંદગીભર અનેક મુદ્દાઓ પર લડત આપનાર બાળાસાહેબને જ્યારે એક વિદેશી પત્રકારે તેમની કોઈ એક ગમતી ઉપલબ્ધિ વિશે પૂછ્યું ત્યારે તેમણે બોમ્બેમાંથી મુંબઈ નામ કરવાની સરકારને ફરજ પાડી એ આંદોલનને પોતાની શ્રેષ્ઠ ઉપલબ્ધિ ગણાવી હતી.

રાજ પક્ષ છોડી ગયા ત્યારે બાળા સાહેબે કહેલું
હું કાળા ચશ્મા પહેરું છું પણ ધૃતરાષ્ટ્ર નથી
(પી.ટી.આઇ.) મુંબઇ, તા. ૧૭
'હું કાળા ચશ્મા પહેરું છું. પરંતુ હું ધૃતરાષ્ટ્ર નથી' તેમ શિવ સેના સુપ્રિમો બાળ ઠાકરેએ પોતાના ભત્રીજા રાજ ઠાકરે દ્વારા પક્ષમાંથી અલગ થયા બાદ એક નિવેદનમાં કહ્યું હતું.
સેનાના મુખપત્ર 'સામના'માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે આ તમામ પ્રકરણમાં તમને ધૃતરાષ્ટ્ર તરીકે બોલવવામાં આવી રહ્યો છે ત્યારે તેમણે કહ્યું કે હું કાળા ચશ્મા પહેરું છું પણ હું ધૃતરાષ્ટ્ર નથી.
આમ કહીને તેમણે રાજ સાથેના મામલામાં પોતે પુત્ર મોહમાં નથી તેમ કહેવાનો આડકતરો સંકેત આપ્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે રાજ પાર્ટીને છોડી ગયા છે તેનાથી દુખી નથી. પરંતુ એક દિવસ પછી કહ્યું કે જેઓ પાર્ટી છોડી ગયા છે તેમણે પાછા આવવા જોઇએ.
'મને આઘાત લાગ્યો છે. મને રાજ પાસેથી આવી અપેક્ષા નહતી. રાજ આવું કરશે તેવી મને સપનામાં પણ કલ્પના ન હતી. રાજને જે જોઇતું હતું તે આપવા માટે હું અને ઉદ્ધવ સંમત હતા. હું એમ નથી કહી શકતો કે ક્યો 'ગુરૃ'તેને મળી ગયો છે અને તેના મગજમાં ઝેર ભેળવી દીધું છે.' તેમ તેમણે ઉમેર્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved