Last Update : 18-November-2012, Sunday

 

દિવાળી વેકેશનને પગલે દમણનો દરિયાકિનારો પર્યટકોથી ઉભરાયો

તમામ હોટલો હાઉસફુલ ઃ ખાણી-પીણીના મોજીલા સુરતીલાલાઓની સંખ્યા વિશેષ ઃ સહેલાણીઓના ભારે ધસારાને કારણે ટ્રાફિકની સમસ્યા

વાપી,શનિવાર
દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન કુદરતી સૌંદર્ય અને પર્યટક સ્થળ માટે ખ્યાતિ પામેલા દમણમાં ગુજરાત સહિત અન્ય રાજયોના પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. પર્યટકોના ધસારાને લઈ શનિ-રવિ દરમિયાન દમણની નામાંકિત સહિતની તમામ હોટલો ફુલ થઈ ગઈ છે. ખાણી-પીણીના મોજીલા ગણાતા સુરતીલાલાઓના ધસારાને કારણે દમણનો દરિયા કિનારો ઉભરાઈ રહ્યો છે
ગુજરાતના પાડોશી અને કુદરતી સૌદર્યથી ભરપુર એવા દમણમાં વીક એન્ડ, વાર-તહેવાર તેમજ વેકેશનની રજા માણવા લોકોનો ભારે ધસારો જોવા મળે છે. દમણમાં વર્ષ દરમિયાન દેશ સહિત વિદેશમાંથી પણ સહેલાણીઓ આવે છે. ખાસ કરીને ઉનાળુ અને દિવાળી વેકેશન દરમિયાન સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળે છે. મોંઘવારીને કારણે આ વર્ષે દિવાળી પર્વના શરૃઆતના દિવસોમાં દમણમાં પર્યટકોનો જોઈએ તેટલો ધસારો રહ્યો ન હતો. સાથે દમણની હોટલોમાં પણ જોઈએ તેટલું બુેકિંગ થઈ શકયું ન હતું. પરંતુ દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર રાજયના પર્યટકોનો ભારે ધસારો રહેતા હોટલ સંચાલકોને તડાકો પડયો હતો.
દિવાળી અને નવા વર્ષ બાદ હાલમાં શનિ-રવિની રજાને લઈ દમણમાં પર્યટકોનો ભારે ધસારો જોવા મળે છે. બે દિવસની રજાને કારણે દમણની તમામ હોટલો ફુલ થઈ ગઈ છે. દમણના દેવકા, જંમ્પોર બીચ તથા જેટી કિનારે પર્યટકોનો ભારે ધસારાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ છે. જો કે પોલીસ વિભાગે તમામ સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે.
દિવાળી વેકેશન અને વીક એન્ડની રજા દરમિયાન ખાણી-પીણીના શોખીન ગણાતા સુરતીઓ પર્યટક સ્થળ એવા દમણ પર જ પસંદગી ઉતારતા હોય છે. સહેલાણીના ધસારાથી દમણનો દરિયા કિનારો ઉભરાઈ રહ્યો છે. દમણના એક હોટલ સંચાલકે જણાવ્યું કે, આ વર્ષે ૫ણ ગત વર્ષની જેમ ગુજરાત સહિત અન્ય રાજયોમાંથી પર્યટકોએ અગાઉથી જ હોટલનું બુકીંગ કરાવી દીધું હતું. જો કે દિવાળી પૂર્વે જોઈએ તેટલું બુકીંગ મળી શકયું ન હતું. પરંતુ દિવાળી અને નવા વર્ષ તથા શનિ-રવિની જાહેર રજાને લઈ સારૃ એવું થયું હોવાનું જણાવ્યંુ હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved