Last Update : 18-November-2012, Sunday

 

દિવાળીના સપરમા તહેવારોમાં જ
ખેડા જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણનાં મોત

નડિયાદ, સણસોલી અને ફાગવેલની ઘટના

નડિયાદ, તા. ૧૭
ખેડા જિલ્લામાં વાહન અકસ્માતના ત્રણ બનાવોમાં એક યુવતી સહિત ત્રણજણ મોતને ભેટયા છે. જ્યારે ત્રણ જણને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી છે. ફેટલ અકસ્માતના આ બનાવોમાં નડિયાદ સણસોલી તથા ફાગવેલ ગામે બનેલા બનાવોનો સમાવેશ થાય છે.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ પાસે આવેલ હથજની નવી મુવાડીમાં રહેતા અજિતભાઈ ચતુરભાઈ સોઢા દિવાળીની રાત્રે પોતાના ઘર પાસે ભાથીજીના મંદિરમાં પૂજા હોવાથી રાત્રે પૂજાનો સામાન લેવા માટે નડિયાદ આવ્યા હતા. પોતાની સીએનજી રીક્ષા નં. જીજે-૭ વીબી ૬૧૬૮ લઈને નડિયાદ આવ્યા બાદ સાંજે પોણા છ વાગ્યાના સુમારે રિક્ષા હંકારીને ભૈરવનાથ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર એકાએક ગાય આવી જતા તેઓએ રીક્ષાને શોર્ટ બ્રેક મારી હતી આથી રીક્ષા પલ્ટી જતાં અજિતભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યાં શુક્રવારે સાંજે તેઓનું કરુણ મૃત્યુ થતાં નડિયાદ ટાઉન પોલીસે આ બનાવમાં કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવની વિગત એવી છે કે, ઉમરેઠ તાલુકાના ખંભાતપુરના તાબેના મહુડિયામાં રહેતા કલ્યાણસિંહ ફૂલસિંહ ચાવડા ભુવાને મળવા માટે સણસોલી ગામે ગયા હતા આ માટે શુક્રવારે બપોરે તેઓ મહુધા પાટિયાથી સીએનજી રીક્ષા નં. જી.જે.-૭ વીબી ૧૫૯૨માં બેઠા હતા. આ રિક્ષા સણસોલીની સીમમાંથી પસાર થતી હતી ત્યારે રસ્તો બનાવવા બાજુમાં કપચીનો કરેલા ઢગલા ઉપર આ રીક્ષા ચઢી ગઈ હતી. આથી રીક્ષામાં બેઠેલ કલ્યાણસિંહ ચાવડા (ઉ.વ.-૪૦) નીચે પટકાતા માથામાં તેમજ બંને હાથે ગંભીર ઇજાઓ પહોચી હતી. આથી આ જ રીક્ષામાં તેનો ચાલક તથા વણસોલીના પૂનમભાઈપટેલ તેઓને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ત્યારે વણસોલીના બસ મથક પર ઇજાગ્રસ્તને પાણી પીવડાવવા માટે રિક્ષા ઉભી રાખી હતી ત્યાં જોતજોતામાં જ કલ્યાણસિંહનું મૃત્યુ થતા ગ્રામજનોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. બનાવની જાણ થતાં મહેમદાવાદના પો.સ.ઇ. એલ. કે. પઠાણ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈ સીએનજી રીક્ષાના ચાલક કમલેશભાઈ પુનમભાઈ ભોઈ (રહે. સણસોલી) સામે ગુનો નોંધી તેની અટક કરી છે.
જ્યારે દિવાળીના દિવસોમાં ફાગવેલ દર્શન માટે ગયેલા એક પરિવારને નડેલા અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ થયું છે. કેરીઆવીમાં રહેતા પદ્માબેન હીરાભાઈ તથા તેમના સંબંધીઓ નવા વર્ષ નિમિત્તે શુક્રવારે ફાગવેલ દર્શનાર્થે ગયા હતા. ફાગવેલ ગામે તેઓ રિક્ષા નં. જી.જે-૭ વીડબલ્યુ ૩૧૯૧મા બેસીને જતા હતા. ત્યારે પુરઝડપે આવતી એક્સ ગાડી નં. જી.જે.-૨૩ એસ ૩૧૨૧ના ચાલક કમલેશ દિનેશભાઈ શર્મા (રહે. ફાગવેલ)એ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા તે તે રિક્ષા સાથે અથડાઈ હતી. આથી અંદર બેઠેલા ચાર મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા પદ્માબેન (ઉ.વ.-૧૯)નું કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઇજાગ્રસ્તોમાં મૃતક યુવતીની માતાનો પણ સમાવેશ થાય છે આ બનાવમાં કઠલાલ પોલીસે કમલેશ શર્મા વિરૃદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved