Last Update : 18-November-2012, Sunday

 

ગોલ્ડ લોનના ખોટા દસ્તાવેજ લખાવી લાખોની ઉચાપત કરી

આણંદની કંપનીમાં ટેરેટરી મેનેજર અને વેલ્યુઅરની રૃા. ૫૦થી ૬૦ લાખની ઠગાઈ

આણંદ,તા.૧૭
જિલ્લાના વડા મથક આણંદ શહેર ખાતે આવેલ ઈન્ડીયા ઈન્ફોલાઈ કંપનીની બ્રાન્ચમાં ટેરેટરી મેનેજર તરીકે અને વેલ્યુઅર તરીકે ફરજ બજાવતા બે શખ્સોએ કંપનીમાં ગોલ્ડ લોનના ખોટા દસ્તાવેજ તૈયાર કરી તેમજ કંપનીના ચોપડાઓમાં અધિકારીઓની ખોટી સહીઓ કરી તેમજ અન્ય ગ્રાહકોેએ કંપનીમાં મુકેલ સોનામાંથી થોડુ-થોડુ સોનું કાઢી લઈ તેની જગ્યાએ નકલી સોનું મુકી ડમી ગ્રાહકના નામે કંપનીમાંથી લોન લઈ કંપનીમાંથી ૫૦ થી ૬૦ લાખ રૃપિયાની ઉચાપત કરી હોવાના બનાવ અંગે ગુરૃવારના રોજ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાંથી કરેલી ઉચાપતના નાણાં કઢાવવા માટે આઠ જેટલા શખ્સોએ ગત શુક્રવારે બ્રાન્ચ મેનેજરનું આણંદની બ્રાન્ચ ઓફિસમાંથી અપહરણ કર્યું હતું અને તેઓ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ ગુરૃવારે ઉચાપતની ફરિયાદ શહેર પોલીસ દફતરે નોંધાઈ હતી.
આ બનાવ અંગે શહેર પોલીસ સૂત્રોના વધુમાં જણવ્યા મુજબ આણંદ શહેરમાં રેલ્વે ગોદી પાસે આવેલી ઈન્ડીયા ઈન્ફોલાઈ કંપનીમાં ટેરેટરી મેેનેજર તરીકે ફરજ બજાવતા ડેન્ઝલ ટી.પરેરા અને વેલ્યુઅર તરીકે ફરજ બજાવતા જાવેદ શેખ (રહે.વડોદરા, વાઘોડીયા રોડ, સરદાર એસ્ટેટ)એ કંપનીમાં પોતાની ફરજ દરમ્યાન તા.૧૮-૬-૧૨થી ૯-૧૧-૧૨ના સમયગાળા દરમ્યાન કંપનીમાં ચોપડાઓ પર અધિકારીઓની ખોટી સહીઓ કરી તેમજ ગોલ્ડ લોનના ખોટા દસ્તાવેજ તૈયાર કરી તેમાં પણ ખોટી સહીઓ કરી ચકાસણી થઈ ગયેલા ગ્રાહકોના સોનાના પેકેટોમાંથી થોડુ-થોડુ અસલી સોનું કાઢી લઈ તેમાં નકલી સોનું મુકી દઈ આ રીતે ગ્રાહકોના સોનાના પેકેટમાંથી એકત્ર થયેલા સોના પર કંપનીમાંથી ડમી ગ્રાહકના નામે લોન લઈ કંપનીમાંથી આશરે ૫૦ થી ૫૫ લાખની ઉચાપત કરી હતી અને નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. ત્યારબાદ આ ઉચાપત અંગે કંપનીના સંચાલકોને જાણ થતાં તેઓએ ઉચાપત થયેલ કંપનીના નાણાં કઢાવવા માટે તા.૯-૧૧-૧૨ના રોજ સાંજે ૪ઃ૦૦ કલાકે ઈન્ડીયા ઈન્ફોલાઈના કર્મચારીઓ મયંક શર્મા, કમલ આહુજા, એસ.વેણુ, અનિલ જોષી, વિશાલ શર્મા, શ્યામકુમાર ક્રિશ્ચયન, નોએલ રાઠોડ, જયેશ એડી સહિત ૮ જણાંએ કંપનીમાં રાખેલ સોનામાંથી લૂંટ કરી તેમજ ટેરેટરી મેનેજર ડેન્ઝલ ટેલીનર પરેરા અને જાવેદ શેખના હાથ-પગ બાંધી દઈને માર મારી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી તેમજ જાવેદ શેખના પિતાજી પાસેથી ફિક્સ ડીપોઝીટનું સર્ટી લઈ તેમના ઘરેથી મોબાઈલ ફોન, ટીવી વગેરેની લૂંટ કરી નાણાં-કપડાં વગેરે ઈનોવા કારમાં લઈ જઈ તેમજ ડેન્ઝલ અનેે જાવેદનું અપહરણ કરી તેઓને અમદાવાદ ખાતેની ઓફિસમાં લઈ જઈ ત્રણ દિવસ સુધી ગોંધી રાખતા આ અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં તેઓએ ગત મંગળવારે ડેન્ઝલ અને જાવેદ શેખને અપહરણકારો પાસેથી મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ ડેન્ઝલ પરેરાની ફરિયાદના આધારે આઠ અપહરણકારો વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ કંપનીના પ્રશાંતકુમાર રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ (રહે.મંગળપુરા રોડ, આણંદ)એ આણંદ શહેર પોલીસ મથકે ડેન્ઝલ પરેરા અને જાવેદ શેખ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉચાપત અને અપહરણના બંને ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved