Last Update : 18-November-2012, Sunday

 
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો

બે જાહેરનામા પ્રસિધ્ધ ઃ ૨૪ ડિસેમ્બર સુધી જાહેરનામા અમલમાં રહેશે

 

ભાવનગર, શનિવાર
ધાર્મિક કાર્યક્રમોમાં ચૂંટણી પ્રચાર પર અને ચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડી ફરમાવેલ છે કે કોઈપણ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે એ સ્થળોએ કોઈપણ જાતના ચુંટણી પ્રચાર માટેના બેનર લગાવવા નહિં. ચોપાનીયા વહેંચવા નહીં કોઈપણ રાજકિય નેતાઓ કે આયોજકોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નહીં. સભ્યો નોંધણી કરવા નહીં. ચૂંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહીં કે, ચુંટણી સબંધી કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ કરવી નહીં. અને આદર્શ આચાર સહિતાનું ઉલ્લંધન થાય તેવું કોઈ કૃત્ય કરવુ નહીં. સદરહુ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામુ તા.૨૪-૧૨-૨૦૧૨ સુધી અમલમાં રહેશે.
ભારતનાં ચુંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૨ નો ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાન તા.૧૩-૧૨-૨૦૧૨ તેમજ મતગણતરી તા.૨૦-૧૨-૨૦૧૨ ના રોજ થનાર છે. તે મુજબ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચુંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૃર છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.એચ.ત્રિવેદીએ તેમને મળેલી સત્તાની રૃઈએ ફરમાવેલ છે કે, કોઈપણ મંદીર, મસ્જીદ, ચર્ચ, ગુરુધ્વારા અથવા કોઈપણ ધાર્મિક - પ્રાર્થના સ્થળોનો ચુંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં. ધાર્મિક સંસ્થાઓ (દૂર ઉપયોગ નિવારણ) અધિનિયમ ૧૯૮૮ હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી. તેથી તે કાયદાનું અસરકારક રીતે પાલન કરવાનું રહેશે. આ માટે ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે.
આ હુકમનો ભંગ - ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ભાવનગર જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમ તા.૨૪-૧૨-૨૦૧૨ સુધી અમલમાં રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved