Last Update : 18-November-2012, Sunday

 

રીઢા ચોરને 'બોણી'માં પોલીસ સામે મળી!
ચોરેલું LCD માથે ઉપાડીને જતો તસ્કર રંગેહાથ પકડાયો

સી.જી. રોડની ઓફિસનું તાળું મધરાતે તોડી ચોરીઃ એક પકડાયો, સાગરિત પલાયન

અમદાવાદ, શનિવાર
આમ તો, એવું કહેવાય છે કે ચોરી, લૂંટ કે ગૂનો બન્યા પછી જ પોલીસ આવે છે. પણ, ભાઈબીજની રાતે સી.જી. રોડની એક ઓફીસનું તાળું તોડી એલ.સી.ડી.ની ચોરી કરીને નાસતો શખ્સ રંગેહાથ પકડાયો હતો. નશાની કૂટેવ પૂરી કરવા ચોરી કરતા રીઢા તસ્કરને 'બોણી'માં પોલીસ સામે મળી હતી.
ભાઈબીજની મોડીરાતે સી.જી. રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટ ઉપર પેટ્રોલીંગમાં રહેલી પી.સી.આર. વાને એક શખ્સને એલ.સી.ડી. ટી.વી.નું બોક્સ માથા ઉપર લઈને જતાં જોયો હતો. તેની સાથે બીજો એક શખ્સ ચાલ્યો જતો હતો. શંકાના આધારે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ હીરાબુવાએ બન્નેને અટકાવતાં એક શખ્સ નાસી ગયો હતો. પણ, ટી.વી. લઈને જતો બીજા શખ્સને રંગેહાથ પકડી પાડયો હતો. નવરંગપુરાના પી.એસ.આઈ. આર.એન. ગઢવીની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, મૈત્રી ફલેટમાં સંદિપભાઈ શાહની ઓફીસનું તાળું તોડી તા. ૧૬ની વહેલી સવારે ૩-૩૦ વાગ્યાના અરસામાં દિવાલ ઉપર લગાવેલું ૩૨ ઈંચનું એલ.સી.ડી. કાઢી બોક્સમાં પેક કરી બે ચોર સાથે લઈ જતા હતા. પકડાયેલો શખ્સ કૈલાસ ઉર્ફે દાંતયો પોપટભાઈ દાતણિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, નાસી ગયેલા જેંતિ નામના તેના સાગરિતની શોધખોળ હાથ ધરાઈ છે. પકડાયેલો, કૈલાસ અગાઉ બે વખત પકડાઈ ચૂક્યો હોવાનું પોલીસ કહે છે. નાસી ગયેલો જેંતિ દેવીપૂજક પણ નવરંગપુરાના એક ગુનામાં વોન્ટેડ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved