Last Update : 18-November-2012, Sunday

 

જૈન ઉપાશ્રયોમાં જ્ઞાાન પંચમીની ઉજવણી થશે
આજે લાભ પાંચમ ઃ વેપારીઓ શુભ મુહૂર્તમાં પેઢી ખોલશે

શહેરમાં કષ્ટભંજનદેવના અન્નકૂટનાં દર્શન થશે સોનાનાં કળશ સાથે ભગવાનને સુવર્ણ અલંકાર થશે

અમદાવાદ, શનિવાર
તા.૧૮મી નવેમ્બરનાં રોજ કારતક સુદ પાંચમ છે, જેને લાભ પાંચમ કહેવામાં આવે છે. જૈન ધર્મમાં આ પર્વને જ્ઞાાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાાનનાં સાધનોનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ શુભ સમયમાં પેઢી ખોલવાનું મુહૂર્ત કરશે. અનેક મંદિરોમાં વિશિષ્ટ પૂજન પણ થશે. સાથે જ અનેક લોકો શ્રીસૂક્તનું પણ પઠન કરશે.
અમદાવાદમાં શહેરનાં રામબાગ-કાંકરિયા ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે બાલસ્વરુપ કષ્ટભંજનદેવ સમક્ષ અન્નકૂટ દર્શન સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન થશે. અહીં તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, વ્રજેન્દ્રપ્રસાદજીની નિશ્રામાં અન્નકૂટ પૂર્વે ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત્ અભિષેક કરવામાં આવશે. અહીંની વિશેષતા એ છે કે લાભ પાંચમ હોવાથી મોટી સંખ્યામાં વેપારીઓ આ બાલસ્વરુપ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યા બાદ પેઢી ખોલતા હોય છે.
જ્યારે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે ભગવાનને સોનાનાં કળશમાં શ્રીફળ મૂકીને અર્પણ કરાશે. જ્યારે ભગવાન સ્વામિનારાયણને સોનાનાં અલંકાર સાથે વિશિષ્ટ શણગાર થશે. સાથે જ જનમંગલનાં પાઠ અને સત્સંગ પણ થશે. જૈન ઉપાશ્રયોમાં આ દિવસે જ્ઞાાન પૂજન થાય છે, એમ કહી જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે ભગવાન મહાવીરે વર્ષમાં જે ત્રણ દિવસનું મહત્વ સમજાવ્યું છે. તેમાં જ્ઞાાન માટે કારતક સુદ પાંચમ, જ્ઞાાન પંચમીને સૂચવેલી છે. આ દિવસે હસ્તપ્રતો ઉપર વાસક્ષેપ પૂજન થાય છે. આ દિવસે ઉપવાસ સાથે ઓમ્ હ્રીં નમો નાણસ્સ- આ મંત્રનો ૨૦૦૦ વખત જાપ કરવામાં આવે તો જ્ઞાાનમાં વૃદ્ધિ થાય છે અને તેજસ્વીતામાં વધારો થાય છે. આ દિવસની ઉપાસનાથી જ્ઞાાનની અધિષ્ઠાયિકા દેવી-સરસ્વતી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved