w

Last Update : 18-November-2012, Sunday

 

૧૧મી ડિસેમ્બરે લેજન્ડરી અભિનેતા દિલીપકુમાર ૯૦ વરસના થશે

આ પ્રસંગે બે પાર્ટી સાથે ઊજવણી કરવાની તૈયારીઓ પૂરજોશમાં

મુંબઈ, તા.૧૭
ભારતીય સિનેમાના એક સીમાચિહ્નને માંડ એક મહિનો બાકી રહ્યો છે અને પોતે આ માટેની તૈયારી કરી રહી હોવાનું સાયરા બાનુએ કહ્યું હતું.
૧૧મી ડિસેમ્બરે દિલીપ સા'બનો જન્મદિવસ છે અને આ તેમનો ૯૦મો જન્મદિવસ હોવાથી અમારા બધા માટે ખાસ છે અને અમે હમણાં જ એની તૈયારીઓ શરૃ કરી હોવાથી આ વિશે વધુ માહિતી આ તબક્કે આપી શકાય તેમ નથી.' એમ ભૂતપૂર્વ અભિનેત્રી અને લેજન્ડ અભિનેતાની પત્ની સાયરાએ કહ્યું હતું. સાયરા અને દિલીપકુમારના લગ્નને પણ ૪૬ વર્ષ થયા છે. તેમણે ૧૯૬૬માં લગ્ન કર્યાં હતા. આ પ્રસંગની ઉજવણી માટે ઈવેન્ટ મેનેજરોને મળવાની સાયરાએ શરૃઆત કરી છે. આ ઉપરાંત અભિનેતા સ્વસ્થ છે અને તેમની વર્ષગાંઠની રાહ જુએ છે, એમ પણ સાયરાએ ઉમેર્યું હતું.
અલ્લાની કૃપાથી તેઓ સ્વસ્થ છે. તેમના માટે શુભકામના અને પ્રાર્થના કરવા માટે હું તેમના બધા પ્રશંસકોની આભારી છું. મને લાગે છે કે બધા આ ઉજવણીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રસંગની ઉજવણીની બધી તૈયારીઓ પૂરી થઈ ગયા પછી હું આ વિશે જાહેરાત કરીશ. હું એ પણ જાણું છું કે ગયા વર્ષની જેમજ બધા આ પ્રસંગ ઉજવવા અમારી સાથે જોડાશે.' એમ અભિનેતાની પત્નીએ ઉમેર્યું હતું.
જાણવા મળ્યા મુજબ વર્ષગાંઠની પાર્ટી માટે કોઈ હોટેલ બુક કરવામાં આવી નથી. મહેમાનોને વાંદરા સ્થિત તેમના બંગલોમાં આવવા માટે આમંત્રણ અપાશે. 'એકાદ-બે દિવસ પહેલાં અમને જણાવવામાં આવ્યું હતું કે જન્મ દિવસની પાર્ટી તેમના બંગલોમાં યોજવામાં આવશે અને આ માટે કોઈ હોટેલ બુક કરવામાં આવી નથી. મેડમ હજુ સુધી મહેમાનોની યાદી પર કામ કરી રહ્યા છે. ડિસેમ્બરની ૧૧મી તારીખની રાતે અહીં એક દાવત યોજવામાં આવશે અને ઈન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ મોકલવામાં આવશે.' એમ તેમના સ્ટાફના એક સભ્યે કહ્યું હતુ.ં
સાયરા આ વિશે વાત કરવા તૈયાર નથી પણ, જાણવા મળ્યા મુજબ કેન્દ્ર સરકાર એ દિવસે એક 'સત્તાવાર' ઉજવણી કરવાની યોજના બનાવે છે. આ દરમિયાન આ પીઢ કલાકારનું સન્માન કરવામાં આવશે. આ વાતે દિલીપકુમારની સંભાળ લેતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે. તેમને લાગે છે કે આ પીઢ કલાકાર આ બે સમારોહમાં ભાગ લેવા સક્ષમ નથી. 'તેમનું સ્વાસ્થ્ય સારું છે પરંતુ આ બંને સમારોહમાં તેઓ ભાગ લઈ શકશે કે નહીં એની અમને ખાતરી નથી. તેમને સન્માનિત કરનારો સમારોહ કોઈ બીજે દિવસે રાખવામાં આવે એ બાબતે વાતચીત ચાલે છે' એમ સૂત્રે વધુમાં કહ્યું હતું.
વર્ષગાંઠની પાર્ટીના મેનુમાં દિલીપકુમારને ભાવતી બિરિયાની જરૃર સામેલ હશે. વાચકોને યાદ દેવડાવી દઈએ કે તેમના ૮૯માં જન્મદિવસે દિલીપકુમારને શુભકામના આપવા સંપૂર્ણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમને ઘરે આવી હતી અને શાહરૃખ ખાને એક નૃત્ય પણ કર્યું હતું.
ગયા વરસ કરતાં આ વર્ષની પાર્ટી વધુ ભવ્ય હશે એની ખાતરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved