Last Update : 18-November-2012, Sunday

 

સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૦૫૫થી ૧૮૫૫૫, નિફ્ટી ૫૪૮૮થી ૫૬૪૪ વચ્ચે અથડાતાં જોવાશે

૭૫% પ્રમોટર હોલ્ડિંગની K.P.R. MILL ૨૪૬% નફામાં ઉછાળો, અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૧૯૦, અપેક્ષીત ઇપીએસ રૃા. ૩૪.૬૩ સામે માત્ર ૩.૮૯ના પી/ઇએ રૃા. ૧૩૫ ભાવે ઉપલબ્ધ ઃ ૧૦૦% સુગર સબસીડીયરીની ૫૦૦૦ ટન ટીસીડી, ૩૦ મેગાવોટ પાવર કોજેનનું ઉત્પાદન આ અઠવાડિયાથી ચાલુ થઇ જશે
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
સંસદનું શીયાળુ સત્ર આગામી સપ્તાહમાં ૨૨, નવેમ્બર ૨૦૧૧ ગુરુવારથી શરૃ થતાં પૂર્વે યુપીએ સરકારને બહુચર્ચિત ટેલીકોમ ક્ષેત્રે ટુજી સ્પેક્ટ્રમ ઓક્શન- લિલામને મળેલા નબળા પ્રતિસાદની પછડાટને યુપીએ સરકારે 'કેગ'ના અબજો રૃપિયાની નુકસાનીના દાવાને નિરર્થક ખપાવવાના કરેલા પ્રયાસ સામે વિરોધ પક્ષોએ યુપીએની નિષ્ફળતા લેખાવીને દેશની આર્થિક હાલત કથળેલી હોવાનું ઠરાવવાના પ્રહાર કરીને યુપીએની વિફળતાને ફરી ચગાવી રાજકીય ચરૃ ઉકળતો રાખવાના પ્રયાસ કર્યો ત્યારે નાણા પ્રધાન પી. ચિદમ્બરમના પુનરાગમન બાદ વડાપ્રધાન મનમોહન સિંગના સરકારે પાછલા દિવસોમાં લેવાયેલા એકાએક અનેક મહત્વના આર્થિક સુધારા રીફોર્મ્સના પગલાં પૈકી સંસદ્ની મંજૂરીની આવશ્યક્તા ધરાવતા પગલાં પસાર કરાવવાનું કઠિન રહેશે એ સ્પષ્ટ છે.
સવંત ૨૦૬૯ની ઇન્ડેક્ષ બેઝડ નબળી શરૃઆત ઃ હવે આર્થિક સુધારા મંજૂરી મામલે શીયાળુ સત્ર પર નજર
સવંત ૨૦૬૯ની મુંબઇ શેર બજારોમાં ગત અઠવાડિયે સેન્સેક્ષ- નિફ્ટી બેઝડ શરૃઆત નબળી થઇ બે દિવસમાં સેન્સેક્ષે ૩૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે. અલબત આ નરમાઇ પાછળ રાષ્ટ્રીય પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય પરિબળો વધુ નિમિત બન્યા છે. રાજકીય મોરચે ટુજી સ્પેક્ટ્રમ લિલામને નબળા પ્રતિસાદે માત્ર રૃા. ૯૪૦૦ કરોડની બીડને લઇ સરકારનું રાજકોષીય ખાધ ઘટાડવાનું લક્ષ્ય છેટુ બનવાના સંકેત અને બેંકિંગ લાઇસન્સ મામલે નાણા પ્રધાન ચિદમ્બરમ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર સુબ્બારાવ વચ્ચે વાકયુદ્ધની સપ્તાહના અંતિમ બે દિવસમાં નેગેટીવ અસર અને જાન્યુઆરીમાં રિઝર્વ બેંક દ્વારા પ્રમુખ દરો ઘટાડવાના સંકેતમાં પણ પીછેહઠના અંદાજોએ બેંકિંગ, રીયાલ્ટી શેરો ગબડયા હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.માં બરાક ઓબામા ફરી ચૂંટાઇ આવ્યા છતાં રાજકોષીય ખાધના મોટા પડકાર સાથે ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન પર ફરી હુમલાએ ગાઝા સરહદે તનાવની પરિસ્થિતિ અને યુરો ઝોનના જીડીપી-આર્થિક વૃદ્ધિના આંકડા માત્ર ૦.૪ ટકા વૃદ્ધિના આવતા યુરો ઝોનમાં ડબલ ડીપ મંદીના ભણકારાએ વૈશ્વિક બજારો સાથે મુંબઇ શેરબજારોમાં પણ ફંડોને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે.
FII ફરી અનિશ્ચિતતાના દોર છતાં અર્થતંત્રની લાંબાગાળાની ઉંચી ઉડાનને ધ્યાનમાં લઇ સારા શેરો કોર્નર કરશે
આર્થિક સુધારાને આગળ વધારવાના યુપીએ સરકાર ખાસ વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમના નિર્ધાર અને હવે વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૃ થઇ ગઇ હોઇ શક્ય બને એટલા આર્થિક સુધારાઓ આગળ વધારવાના પ્રયાસો થકી અર્થતંત્રને પુનઃ ઝડપી વૃદ્ધિના પંથે લઇ જવાના નિર્ધાર શક્ય છે, કે સવંત ૨૦૬૯ની નબળી શરૃઆત છતાં અંત ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે શેરબજારોમાં ઝળહળતી તેજીનો બની રહે. આર્થિક સુધારાની દિશામાં સુગર ડીકંટ્રોલના આપેલા કેન્દ્ર સરકારે સંકેત અને રાજ્યની સરકારના મંગાવેલા મંતવ્યો પણ દેશના અર્થતંત્રને પુનઃ ઝડપી વૃદ્ધિના પંથે લઇ જવાની દિશામાં મહત્વનું કદમ બની શકે. સરકારના આ પ્રયાસો શક્ય છે કે એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના અત્યારે આકર્ષક વેલ્યુએશને મળતા શેરોમાં રોકાણ કરવા પ્રેરશે અને લાંબાગાળાની ઉંચી ઊડાન સાથે અર્થતંત્ર પુનઃ ઝડપી વૃદ્ધિ કરતું થતાની સાથે આ શેરોમાં રોકાણ પર ઉંચુ વળતર મેળવી જશે. જેથી એફઆઇઆઇ અને કંપનીઓના પ્રમોટરો અનિશ્ચિતતાના દોરમાં પોતાનો રોકાણ પોર્ટફોલિયો- હોલ્ડિંગ મજબૂત કરતા હોય ત્યારે આવી કંપનીઓના શેરોમાં આપણે રોકાણકારોએ રોકાણની તક ઝડપીને શા માટે ટૂંકા કે મધ્યમગાળામાં રોકાણ પર વળતરની સાથે લાંબાગાળાએ ઉંચા વળતરની અપેક્ષા ન રાખવી. સારી કંપનીઓ પ્રમોટરોના આકર્ષક વેલ્યુએશને મળતા શેરોમાં રોકાણ કરી શકાય.
ડાર્ક હોર્સ ઃ K.P.R MILL
રૃા. ૧૦ પેઇડ અપ, બીએસઇ લિસ્ટેડ- ૫૩૨૮૮૯, એનએસઇ- KPRMILL, વર્ષ ૨૦૦૮માં પ્રમોટરોએ ૨૯.૨૫ ટકા શેરો પબ્લિક ઇસ્યુ થકી ૫૯,૧૨,૦૦૦ શેરો શેરદીઠ રૃા. ૨૧૫ના પ્રીમિયમ સાથે રૃા. ૨૨૫ ભાવે ઇસ્યુ કરીને પોતાનું હોલ્ડિંગ ૭૦.૭૫ ટકા રાખેલ. ઓક્ટોબર ૨૦૦૮થી ડિસેમ્બર ૨૦૦૮ દરમિયાન ૦.૭૪ ટકા હોલ્ડિંગ ૬,૦૬,૪૪૨ શેરો બજારમાંથી બજાર ભાવે ખરીદી પોતાનું હોલ્ડિંગ ૭૨.૩૬ કર્યા પછી ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૦૯માં ૦.૭૪ ટકા હોલ્ડિંગ ૧,૨૬,૬૧૫ શેરો બજારમાંથી બજાર ભાવે ખરીદીને હોલ્ડિંગ ૭૩.૧૦ ટકા કર્યા બાદ એપ્રિલથી જૂન, ૨૦૧૦ દરમિયાન ૫,૨૩,૧૩૯ શેરો ફરી બજાર ભાવે ખરીદીને ૧.૩૮ ટકા હોલ્ડિંગ વધારીને ૭૪.૪૮ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ કર્યું છે. હાલમાં જ બે મહિના પહેલા જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ૧,૭૪,૯૦૦ શેરો બજારમાંથી ખરીદી સેબી ગાઇડલાઇન્સ મુજબ મહત્તમ જેટલા ખરીદી શકાય એટલા શેરો ખરીદી ૦.૪૭ ટકા હોલ્ડિંગ વધારી પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૯૫ ટકા કર્યું છે. કહેવાનો સારાંશ દર વર્ષે પ્રમોટર્સ પોતાનું હોલ્ડિંગ વધારતી હોય, તે પણ સેબીની માર્ગરેખા-ગાઇડલાઇન્સ પ્રમાણે વધુમાં વધુ ખરીદી શકાય ત્યાં સુધી ખરીદે એ પ્રમોટર્સને પોતાને કંપનીનું ભવિષ્ય ખૂબ ઉજળું દેખાતું હોય ત્યારે જ ખરીદે, નહિંતર તો વેંચે.
કે.પી.આર. મિલ લિમિટેડના કંપની સેક્રેટરી આર. કાંડાસ્વામીએ 'ગુજરાત સમાચાર' સાથે મુલાકાતમાં શનિવારે ૧૭, નવેમ્બર ૨૦૧૨ના જણાવ્યું હતું કે કંપની ટેક્સટાઇલમાં (૧) સ્પિનિંગ ઃ ૪ સ્પિનિંગ મિલની કુલ ક્ષમતા ૩,૩૬,૯૬૦ સ્પિન્ડલ થકી વાર્ષિક ૯૦,૦૦૦ ટન કોટન યાર્નનું ઉત્પાદન (૨) નીટિંગ ઃ આ ડિવિઝન ૨૦૫ હાઇસ્પિડ ઓટોમેટીક સર્ક્યુલર નીટીંગ મશીન થકી વાર્ષિક ૨૧૦૦૦ ટન ફેબ્રિક- કાપડની ઉત્પાદન ક્ષમતા (૩) રેડીમેઇડ ગાર્મેન્ટસ ઃ વાર્ષિક ૬૩૦ લાખ નંગ ટી-શર્ટ, પોલોશર્ટ્સ નાઇટ શર્ટસ, પાયજામા, લેગીંગ, સ્પોર્ટસ વૅર શોર્ટ અને ટુ પીસ સેટ્સ (૪) પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી (૫) પ્રિન્ટિંગ ઃ વાર્ષિક ૯૦૦૦ ટન પ્રિન્ટિંગ સાથે ડાઇંગ, બ્લીચીંગ, કોપેક્ટીંગ ક્ષમતા (૬) ૬૬ વિન્ડ મિલ થકી કુલ ૪૦ મેગાવોટ પાવર ઉત્પાદનની ક્ષમતા, જેને ટર્નકી પ્રોજેક્ટ થકી વધુ ૨૨ મેગાવોટ વધારીને ૬૨ મેગાવોટ કરી છે. જે કંપનીની ૭૫ ટકા પ ાવર જરૃરીયાત પૂરી કરી રહી છે. કુલ આવકમાંથી ૫૭% પાવર જરૃરીયાત પૂરી કરી રહી છે. કુલ આવકમાંથી ૫૭% યાર્ન, ૨૪% ગાર્મેન્ટસ, ૧૦% ફેબ્રિક અને ૯% અન્યમાંથી મેળવે છે. કંપનીના સૂત્રો મુજબ કંપનીની ૧૦૦% સબસીડીયરી KPR Sugar MILL જેની દૈનિક ૫૦૦૦ ટન શેરડી પિલાણ ક્ષમતા અને ૩૦ મેગાવોટ કોજેન કમ સુગર પ્રોજેક્ટનું વિસ્તરણ પૂર્ણ થઇ ગયું છે, અને કર્મશીયલ ઉત્પાદન આ અઠવાડિયે ચાલુ થઇ જશે. કંપનીના બધા વિસ્તરણ પ્રોજેક્ટો પૂર્ણ થઇ ગયા છે. જેના ફાયદા ડિસેમ્બર ૨૦૧૨ના પૂર્ણ થનારા ત્રિમાસિકમાં મળવાનું ચાલુ થઇ જશે. KRR સુગર મિલ્સલિમિટેડ ૧૦૦ ટકા સબસીડીયરીની કેપિટલ રૃા. ૨૯ કરોડની છે, જેની રીઝર્વ રૃા. ૨૨ કરોડ છે અને કુલ અસ્કયામતો રૃા. ૧૧૭ કરોડની છે. કંપનીની ચાલુ વર્ષમાં રૃા. ૪૦૦ કરોડ મૂડી ખર્ચની યોજના છે.
સર્ટિફિકેશન ઃ (૧) ISO 9001 : ૨૦૦૦ ક્વોલિટી મેનેજમેન્ટ માટે (૨) ISO 14001 : 2004 એન્વાયમેન્ટ મેનેજમેન્ટ માટે (૩) SA 8000: 2001 સામાજીક જવાબદારી અદાયગી માટે (૪) એપેરલ મેન્યુફેક્ચરીંગ માટે ઇન્ટરનેશનલ એસોસીયેશન ફોર રીસર્ચ એન્ડ ટેસ્ટિંગ સર્ટિફાઇડ (૫) ટ્રેડીંગ હાઉસ માટે ઇન્ડિયન મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ સર્ટિફાઇડ (૬) GOTS- ઓર્ગેનિક કોટન પ્રોડક્ટસ માટે ગ્લોબલ ઓર્ગેનિક ટેક્સટાઇલ સ્ટાન્ડર્ડ (૭) OEKO-TEX એન્વાયરમેન્ટલ એન્ડવીયર્સ (૮) કામદારો માટે કામ કરવાના શ્રેષ્ઠ માહોલ માટે એથીકલ ટ્રેડ ઇનીશીયેટીવ (ઇટીઆઇ) (૯) WRAP- વર્લ્ડવાઇડ રીસ્પોન્સીબલ અપેરલ પ્રોડક્શન ફોર લોફુલ, હ્યુમનઅને એથીકલ સ્ટાન્ડર્ડ (૧૦) TUV-SIMA- એક્સીલન્સ ઇન કોડ ઓફ ડીસીપલ ફોર પ્રોવાઇડીંગ વૂમન એમ્લોયમેન્ટ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર મશીનરી ઃ વિશ્વના પ્રતિષ્ઠિત મશીનરી ઉત્પાદકો પાસેથી (૧) Rieter Unifloc - Germany (2) Jossi Vision Shield- Germany (3) Comber- Germany (4) Draw Frames Germany (5) Zinser Simple- Germany (6) Schlafhorst Auto Comber- Germany (7) Uster Guantum Clearer Switzerland (8) Godrej- India (9) Gerber & Lectra U.S.A (10) Siemens - Germany (11) Barudan Embroidiary- Japan (12) Hebbekker Printing- Germany.
ગ્રાહકો ઃ (1) Carrefour- France (2) C & A- Germany (3) Ethel Alustin- U.K. (4) Kiabi- France (5) Bandrs AG- Switzerland (6) Mothal Care- U.K (7) Innovation Club- Germany (8) Gruppo Industry Moda spa- Italy (9) vetier France (10) Primark- U.K વગેરે...
ટર્નઓવર ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૫૭૩ કરોડ, વર્ષ ૨૦૦૯માં રૃા. ૭૧૮ કરોડ, વર્ષ ૨૦૧૦માં રૃા. ૮૦૩ કરોડ, વર્ષ ૨૦૧૧માં રૃા. ૧૧૦૭ કરોડ, વર્ષ ૨૦૧૨માં રૃા. ૧૨૬૮ કરોડ, વર્ષ ૨૦૧૩માં અપેક્ષીત ટર્નઓવર રૃા. ૧૪૯૨ કરોડ.
નેટવર્થ ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૫૦૮ કરોડ, વર્ષ ૨૦૦૯માં રૃા. ૫૧૦ કરોડ, વર્ષ ૨૦૧૦માં રૃા. ૫૩૬ કરોડ, વર્ષ ૨૦૧૧માં રૃા. ૫૯૬ કરોડ, વર્ષ ૨૦૧૨માં રૃા. ૬૩૦ કરોડ, વર્ષ ૨૦૧૩માં અપેક્ષીત રૃા. ૭૨૫ કરોડ (પ્રતિ શેર રૃા. ૧૯૨.૩૯)
ફિકસ્ડ એસેટસ ગ્રોસ બ્લોક ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૯૪૯ કરોડ વર્ષ ૨૦૦૯માં રૃા. ૯૯૨ કરોડ, વર્ષ ૨૦૧૦માં રૃા. ૧૦૧૦ કરોડ, વર્ષ ૨૦૧૧માં રૃા. ૧૧૮૦ કરોડ, વર્ષ ૨૦૧૨માં રૃા. ૧૫૫૦ કરોડ (પ્રતિ શેર રૃા. ૪૧૧)
ડિવિડન્ડ પે-આઉટ રેશીયો ઃ છેલ્લા પાંચ વર્ષની સરેરાશ ૫૪.૭૪% વર્ષ ૨૦૧૨ નેટ પ્રોફીટના ૭૩%
બુકવેલ્યુ ઃ વર્ષ ૨૦૧૨ના રૃા. ૧૫૬, વર્ષ ૨૦૧૩માં અપેક્ષીત રૃા. ૧૯૦
નાણાકીય પરિણામ ઃ સપ્ટેમ્બર ૨૦૧૨ અંતના બીજા ત્રિમાસિકમાં વેચાણ રૃા. ૨૯૮ કરોડથી ૨૬ ટકા વધીને રૃા. ૩૭૬ કરોડ, કરવેરા, વ્યાજ પૂર્વે નફો (પીબીઆઇટી) રૃા. ૨૧.૮૩ કરોડથી ૨૩૦ ટકા વધીને રૃા. ૭૨.૨૨ કરોડ, ચોખ્ખો નફો ૯.૯૨ ટકા એનપીએમ (નેટ પ્રોફીટ માર્જીન) રૃા. ૧૧.૨ કરોડથી ૨૪૬ ટકાના ઉછાળે રૃા. ૩૭.૮૭ કરોડ નોંધાવ્યો છે. સંપૂર્ણ વર્ષ ૨૦૧૨-૧૩માં વેચાણ અપેક્ષીત રૃા. ૧૪૯૨ કરોડ, સંપૂર્ણ વર્ષ ૨૦૧૨-૧૩માં ચોખ્ખો નફો અપેક્ષીત રૃા. ૧૩૦.૫૧ કરોડ, સંપૂર્ણ વર્ષ ૨૦૧૨-૧૩માં ઇપીએસ (શેરદીઠ આવક) અપેક્ષીત રૃા. ૩૪.૬૩.
કંપનીના ઉપરોક્ત આંકડા માત્ર ટેક્સટાઇલ બિઝનેસના છે, કોન્સોલિડેટેડ સુગર ૧૦૦ ટકા સબસીડીયરીના અલગ રહેશે, ભારતના ટોચના ૧૦ રીસર્ચ હાઉસ પૈકી એક દ્વારા સુગર સાથે ટેક્સટાઇલ મળી વર્ષ ૨૦૧૩-૧૪ની ઇપીએસ રૃા. ૪૮.૫૦ અંદાજી છે.
સારાંશ ઃ વાર્ષિક ૯૦,૦૦૦ ટન કોટન યાર્ન, ૨૧૦૦૦ ટન ફેબ્રિક્સ, ૬૩૦ લાખ નંગ રેડીમેઇડ ગાર્મેન્ટસ, ૯૦૦૦ ટન પ્રોસેસીંગ - પ્રિન્ટિંગ ક્ષમતા અને ૯૬ મેગાવોટ સ્વવપરાશી પાવર ઉત્પાદક (૧) રૃા. ૨૨૫ પ્રતિ-શેર પબ્લિક ઇસ્યુમાં શેરો ઇસ્યુ કરેલ કંપની (૩) પ્રમોટર્સે લિસ્ટિંગ બાદ ૪.૨૧ ટકા હોલ્ડિંગ એટલે કે ૧૪.૩૨ લાખ શેરો બજારમાંથી બજાર ભાવે ખરીદીને પ્રમોટર્સ સેબી ગાઇડલાઇન્સ પ્રમાણે ૭૪.૯૫ ટકા સુધી લઇ જનાર, જેમાં ૧,૭૫,૦૦૦ શેરો હાલ બે મહિનામાં જ ખરીદયા છે. (બે મહિના અગાઉ શેરનો ભાવ રૃા. ૧૧૭થી રૃા. ૧૩૦ હતો.) (૩) રૃા. ૨૯ કરોડની કેપિટલ, રૃા. ૨૨ કરોડનું રીઝર્વ અને રૃા. ૧૧૭ કરોડની એસેટસ ધરાવતી, ૧૦૦ ટકા સબસીડીયરી KPR સુગર મિલ્સ ૫૦૦૦ ટન દૈનિક પિલાણ ક્ષમતા અને ૩૦ મેગાવોટ પાવર પ્રોજેક્ટની શરૃઆત ચાલુ અઠવાડિયામાં થશે, જેથી ૯૬ મેગાવોટ પાવર ઉત્પાદન ક્ષમતાથી બહારથી પાવર ખરીદવાની જરૃર નહીં પડે. કંપનીનું સુગર અને પાવર યુનિટ કાર્યરત થઇ રહ્યું છે. ત્યારે જ કેન્દ્ર સરકાર સુગર ડીકંટ્રોલની દિશામાં આગળ વધી રહી હોઇ એના કંપનીને ફાયદા મળશે એ અલગ. (૪) પ્રતિષ્ઠિત બધા પ્રકારના સર્ટિફિકેશન (૫) વિદેશમાં પ્રતિષ્ઠિત ગ્રાહકે અને દેશમાં ૧૨૫થી વધુ રીપીટેડ ગ્રાહકો (૬) ચૂકતે આયાત કરેલ વિશ્વની પ્રખ્યાત પ્રતિષ્ઠિત કંપનીઓની મશીનરી દ્વારા ઉત્પાદન (૭) શેર દીઠ રૃા. ૧૯૩ની નેટવર્થ (૮) પ્રતિ શેરદીઠ રૃા. ૪૧૧ની ફિકસ્ડ એસેટસ ગ્રોસ બ્લોક (૯) નેટ પ્રોફીટના સરેરાશ ૫૫ ટકા ડિવિડન્ડ પે-આઉટ કરતી કંપની (૧૦) ચાલુ વર્ષની અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૧૯૦ (૧૧) અપેક્ષીત શેરદીઠ આવક રૃા. ૩૪.૬૩ સામે રૃા. ૧૩૫ ભાવે માત્ર ૩.૮૯ના પી/ઇએ તથા બુક વેલ્યુથી રૃા. ૫૫ શેર દીઠ ઓછા ભાવે બીએસઇ-એનએસઇ પર ઉપલબ્ધ છે. ટેક્સટાઇલ પ્રોડક્ટસ ઉદ્યોગના સરેરાશ પી/ઇ ૨૮ સામે ખૂબ જ મર્યાદિત રહી માત્ર ૧૦નો પી/ઇ આપીએ તો પણ રૃા. ૩૪૫ને આંબી શકનાર, તે પણ સુગર ફેક્ટરીના નફાને ગણ્યાં વિના હાલ રૃા. ૧૩૫ ભાવે ઉપલબ્ધ છે. જે લાંબા, મધ્ય અને ટૂંકાગાળાના રોકાણ સાથે ટ્રેડીંગ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે.

સેન્સેક્ષ ૧૮૦૫૫થી ૧૮૫૫૫, નિફ્ટી ૫૪૮૮થી ૫૬૪૪ વચ્ચે અથડાશે ઃ ૧૮૦૫૫, ૫૪૮૮ મહત્વની સપાટી
નવા આગામી સપ્તાહમાં સંસદનું શીયાળું સત્ર શરૃ થઇ રહ્યું હોઇ આ સત્ર સરકાર, વિપક્ષોના અપેક્ષીત વાકયુદ્ધે તોફાની બની રહેવાની પૂરી શક્યતા સાથે રીટેલ એફડીઆઇ મુદ્દે હજુ અનિશ્ચિતતાએ વિપક્ષોના વધુ પ્રહારો શક્ય છે કે આપણા બજારને બે-તરફી અથડાવશે, અલબત્ત બજાર ઇન્ડેક્ષ બેઝડ મોટા ઘટાડા કે ઉછાળાની શક્યતા નહિવત રહેશે. રાષ્ટ્રીય પરિબળોથી વિશેષ આંતરરાષ્ટ્રીય ખરાબ કારણ સમાચારના સંજોગોમાં સેન્સેક્ષ ૧૮૦૫૫ નીચે બંધ આવવાના અને નિફ્ટી ૫૪૮૮ નીચે બંધ આવવાના સંજોગોમાં જ બજારમાં વધુ ખરાબી થશે, અન્યથા આગામી અઠવાડિયામાં સેન્સેક્ષ ૧૮૦૫૫થી ૧૮૫૫૫ વચ્ચે અને નિફ્ટી ઇન્ડેક્ષ ૫૪૮૮થી ૫૬૪૪ વચ્ચે અથડાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved