Last Update : 18-November-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૧૧-૨૦૧૨, રવિવાર
કારતક સુદ પાંચમ - લાભ પાંચમ
જૈન જ્ઞાાનપંચમી, શ્રીપંચમી, સૌભાગ્ય પાંચમ.
નવા વર્ષના મુહરત, મુહરતના કામ ઉત્તમોત્તમ

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૪૪ મિ. (સૂ) ૭ ક. ૪૦ મિ. (મું) ૭ ક. ૩૭ મિ.
જન્મરાશિ ઃ આજે આપના ૭ ક. ૩૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ઉત્તરાષાઢા રાત્રે ૧૨ ક. ૩૪ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલામાં ૨૭-૧૩થી, ગુરૃ-વૃભષ, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન.
ચંદ્ર ઃ સવારના ૭ ક. ૩૮ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંતઋતુ, રા.દિ./૨૭
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ પાંચમને રવિવાર (લાભ પાંચમ)
- આજે લાભ પાંચમ છે. સૌભાગ્ય પંચમી છે.
- જૈન જ્ઞાાનપંચમી છે. પાંડવ પંચમી છે. શ્રીપંચમી છે.
- બુધ તુલામાં રાત્રે ૨૭ ક. ૧૩ મિ.થી વક્રી.
- ગાંધીનગર, દિલ્હી - અક્ષર પુરૃષોત્તમ, 'અક્ષરધામ' સ્મારક પ્રતિષ્ઠાદિન
- કાંકરિયા (અમદાવાદ) સ્વા. મંદિરમાં બાલ સ્વરૃપ કષ્ટભંજન દેવનો સમૈયો.
- ડાકોર સ્વા. મંદિરનો પાટોત્સવ
- સોનામાં તેજી! વેપારમાં ગભરાટ ભય? તીડ, જીવાતનો ભય!
- હવામાનમાં ફેરફારી? કોઈસ્થળે ઠંડી વધે! વરસાદ થાય! અનાજના ભાવ વધે!
- પવન ફૂંકાય! તાવ, બિમારી પ્રજામાં જણાય! ધનનો, ધન, રસકસનો ક્ષય થાય!
- પૃથ્વી પર કલહ-યુધ્ધ થાય! શાંતિ જણાય નહીં.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૩ રોજ અર્દીબહેસ્ત

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ લાભ પાંચમના શુભ પર્વે હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના તેમજ સગા સંબંધી, મિત્રવર્ગના કારણે વ્યસ્ત રહો.

 

વૃષભ ઃ આજે લાભ પાંચમના શુભ પર્વે યાત્રા પ્રવાસ, મુલાકાતથી આનંદ રહે. ધર્મકાર્ય, શુભકાર્ય, પત્ની સંતાનનું કામ થાય.

 

મિથુન ઃ લાભ પાંચમે નોકરી-ધંધાના કામમાં, નાણાંકીય વ્યવહારમાં, ખાવાપીવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે.

 

કર્ક ઃ સૌભાગ્ય પંચમીએ આપ આપના નોકરી-ધંધાના, સગા સંબંધી મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. જુના સંબંધો તાજા થાય.

 

સિંહ ઃ જૈન જ્ઞાાન પંચમીએ કાર્યસફળતા, પ્રગતિથી આપનું હૃદયમન પ્રફુલ્લિત રહે. જ્ઞાાનમાં, ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

કન્યા ઃ શ્રી પંચમીએ પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના, ઘર પરિવારના, સગા સંબંધી-મિત્રવર્ગના ધર્મકાર્ય, શુભકાર્ય, મીલન મુલાકાતથી આનંદ રહે.

 

તુલા ઃ પાંડવ પંચમીએ સગા સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ થાય. નોકરી ધંધાના કામમાં, મુહરતના કામમાં સંતાનના કામમાં ધ્યાન આપી શકો.

 

વૃશ્ચિક ઃ લાભ પાંચમે નોકરી-ધંધામાં સાનુકૂળતા, આનંદ રહે. જુના સંબંધો તાજા થાય. સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. બહાર જઈ શકો.

 

ધન ઃ જૈન જ્ઞાાન પંચમીએ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ-મુલાકાતથી આનંદ અનુભવો. નિકટના સ્વજન-સ્નેહીને મળવાનું થાય. નોકરી ધંધાનું કામ થાય.

 

મકર ઃ લાભ પાંચમે આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ંધંધાના, વ્યવહારિક, સામાજીક કૌટુંબીક કામમાં, ધર્મકાર્યમાં આનંદ અનુભવો.

 

કુંભ ઃ જૈન જ્ઞાાન પંચમીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય.

 

મીન ઃ શ્રીપંચમીએ યશ-ધનની પ્રાપ્તિ થાય. પુત્ર પૌત્રાદિકથી આનંદ રહે. નોકરી ધંધાના, મુહરતના કામમાં ધ્યાન આપી શકો. આનંદ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૧૧-૨૦૧૨, રવિવાર

 

લાભ પાંચમે આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ કાર્યસફળતા-પ્રગતિનું, ભાગ્યોદયનું રહે. આ વર્ષમાં ધર્મકાર્ય-શુભકાર્ય થાય, ખર્ચ ખરીદી, યાત્રા પ્રવાસ થાય. પરદેશનું કામ થાય. * નોકરી-ધંધામાં કામમાં સારી તક પ્રાપ્ત થાય. બઢતી, સ્થળાંતર, નવા આયોજન અંગેની રચના થાય. આવકમાં, સુખસંપત્તિમાં વધારો થાય. જેમને આવક ન હોય તેમને આવક શરૃ થાય. * પુત્ર પૌત્રાદિકને વિદ્યા ભણતર કે વિવાહ-લગ્ન, નોકરી-ધંધા માટે સ્થળ-સ્થાનની ફેરફારી થાય. સારી તક પ્રાપ્ત થવાથી સંતાનની ચિંતા હળવી થાય. * વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્યની કાળજી રાખવી તેમજ નોકરી-ધંધાના કામમાં જોખમી નિર્ણય કરવા નહીં. * સ્ત્રીવર્ગને વર્ષ આનંદ ઉત્સાહનું રહે. આ વર્ષ પતિ-સંતાન-પરિવારની પ્રગતિનું રહે પરંતુ પિયર પક્ષની ચિંતા રહે. - વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં સાનુકૂળ પ્રગતિ રહે.

 

સુપ્રભાતમ્

- ન કરવા જેવાં કે ન કરી શકાય તેવાં કામો કરવા જે માણસ ઈચ્છા કરે છે, તે (અર્ધા વહેરેલા) લાકડામાંથી ફાચર કાઢી નાખનાર વાંદરા માફક મૃત્યુ પામે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીને ચંપા ઘણા દિવસ પછી મળી. ચંપાએ પૂછ્‌યું, ‘‘લગ્ન પછી તું તો પહેલીવાર મળી... લગ્ન પછી ખુશીમાં તો છો ને?’’
‘‘અરે, બહેન, શું વાત કરું?’’ લીલી બોલી, ‘‘હું તો દુઃખી થઈ ગઈ. મને છેતરી આ તો!’’
‘‘કેમ શું થયું?’’ ચંપાએ પૂછ્‌યું.
‘‘અરે, મને લગ્ન પછી ખબર પડી કે,’’ લીલી બોલી, ‘‘એ તો પરણેલો મૂઓ છે અને ત્રણ છોકરાનો બાપ છે.’’
‘‘એ તો મોટો દગો કહેવાય,’’ ચંપાએ કહ્યું.
‘‘જો કે હું તો ગમે તેમ સહી લઉં છું,’’ લીલી બોલી, ‘‘પણ મારા ત્રણ દિકરાઓને નથી ફાવતું...’’

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોમાં અતિથિનો સત્કાર કરો અવનવી વાનગીઓથી

દિવાળીના રમકડા

 


દિવાળીમાં બનાવેલા નાસ્તો-ચોરાફળી, ફાફડા, મઠિયા, સેવ, ચેવડો, ગાંઠિયા વગેરે કડક વસ્તુઓ થોડી થોડી લેવી, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટૂકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટુકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો અખરોટના ટુકડા, બે ચમચા ખાંડ, બે લીંબુ, એક ચમચો લાલ મરચું, એક ચમચો કાચી વરિયાળી, એક ચમચો શેકેલા તલ, ૫૦૦ ગ્રામ મેંદો, મીઠું તેલ.

 

રીત ઃ બધા ફરસાણનો મિક્સીમાં ભૂકો કરવો. તેમાં ખાંડ, લીંબુ, ગરમ મસાલો, સૂકોમેવો, મરચું, વરિયાળી, તલ બઘું નાખી હલાવી સરસ પૂરણ તૈયાર કરવું. કોરું લાગે તો તેલ થોડું નાખવું. મેંદાને ચાળી તેમાં મીઠું તથા મુઠ્ઠી પડતું મોણ તથા લીંબુ નાખી કણક બાંધવી. થોડીવાર પછી એકદમ મસળી તેના નાના નાના લૂવા પાડવા. પછી તેની પુરીઓ વાળી તેમાં તૈયાર કરેલ પૂરણ ભરી તેના ધુઘરા, કચોરી, ઘડિયાળ (ચાર આંકડામાં ઇલાયચીના દાણા તથા કાંટાની જગ્યાએ લવંિગ) દાડમ, બેડા, સફરજન વગેરે ઘણી જાતના રમકડા બને છે. તે બનાવવા જાત-સૂઝથી ડેકોરેશન કરી તળી લેવો. દરેક ઉપર બ્રશથી જુદા-જુદા કલર કરી શકાય છે. આ રમકડા કોરો મસાલો હોવાથી લાંબો સમય સારા રહી શકે છે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved