Last Update : 17-November-2012, Saturday

 

નવા વર્ષના અઘરા સંકલ્પો !

- મન્નુ શેખચલ્લી


હજી આજના જમાનામાં અમુક લોકો નવા વરસે સંકલ્પો લેતા હોય છે!
‘‘કાલથી રોજ સવારે વહેલા ઉઠવું છે’’ કે ‘‘આ વરસે ખાંડ ખાવી જ નથી’’ એવા અઘરા સંકલ્પોથી માંડીને ‘‘સાલી, આ વરસે તો નવી શેવરોલેટ કાર લેવી જ છે...’’ અથવા ‘‘સાલી, આ વરસે તો પેલાની પથારી ફેરવી નાંખવી છે...’’ જેવા ‘‘સહેલા લાગતા’’ સંકલ્પો લઈ નાંખે છે.
અમે આ વરસે એવા સંકલ્પોનું લિસ્ટ બનાવ્યું છે જે દેખીતી રીતે સહેલા છે પણ અમલમાં મુકવા માટે ખરેખર અઘરા છે...
* * *
સ્ટુડન્ટનો સંકલ્પ
આ વરસે પોકેટ મનીમાંથી પૈસા બચાવીને એક જીન્સ લેવું છે! (સહેલું નથી, ભાઈ!)
* * *
ગર્લફ્રેન્ડનો સંકલ્પ
આ વરસે મારા બોયફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીનો તમામ ખરચ હું જ આપવાની છું ! (નોટ ઈઝી...)
* * *
બૉયફ્રેન્ડનો સંકલ્પ
દર મહિને મારી ગર્લફ્રેન્ડને હિસાબ બતાડીશ કે જો તારી પાછળ મેં આટલા ખર્ચી નાંખ્યા! (ટફ છે ડૂડ... ટફ!)
* * *
સરકારી કર્મચારીનો સંકલ્પ
આ વરસે મને સરકાર જેટલો પગાર આપે છે ‘એટલું જ’ કામ કરીશ! (વાઉ! એટલું બઘું ? મરી જશો યાર!)
* * *
પોલીસ કોન્સ્ટેબલનો સંકલ્પ
જે થાય તે, આ વરસે દારૂ તો પૈસા આપીને જ પીવો છે. (જોક સારી છે. અડ્ડાવાળાને કહેજો!)
* * *
સન્તા બન્તાનો સંકલ્પ
હમેં ના, ઈસ સાલ મેં એક બાર, જુરુર કોઈ વડ્ડી સી ઈન્ટેલિજૈન્ટ ગલ કરની હૈ જી... (ઓલ ધ બેસ્ટ!)
* * *
રજનીકાન્તનો સંકલ્પ
અયૈયો! યે નરેશ કન્નૌડીયા કૌન જી ? વુસ કો ઢૂન્ઢને કા જી! (નરેશભાઈ, જાગતા રહેજો!)
* * *
નરેશ કનોડીયાનો સંકલ્પ
આવવા દ્યે ઈ રઝનીડાને! હાળાને મારું એક આખ્ખું ગુજરાતી પિચ્ચર દેખાડી દેવું છે! પછી જોઉં છું, ઈ હું કરી લ્યે છે... (રજનીભાઈ, ચેતજો!)
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved