Last Update : 17-November-2012, Saturday

 
દિલ્હીની વાત.
 

 

મિશન ૨૦૧૪ ઃ કોંગ્રેસનો આધાર યુવાનો પર
નવીદિલ્હી,તા.૧૬
ગાંધી કુટુંબના ૪૨ વર્ષના વારસ રાહુલ ગાંધીને કોંગ્રેસ પક્ષની ચૂંટણી સંકલન સમિતિના વડાપદે સ્થાપીને પક્ષના ચહેરારૃપે ઉપસાવવાના પક્ષના નિર્ણયનો હેતુ મતદારોનો ૪૦ ટકા હિસ્સો જેનો બનેલો છે એ યુવા મતદારોને આકર્ષવાનો છે. યુવાનો અને વૃધ્ધોના યોગ્ય સંમિશ્રણ જેવી ચૂંટણી ટીમની ચૂંટણીના ૧૮ માસ અગાઉ ઘોષણા કરીને, પક્ષે પોતે યુધ્ધ માટે તૈયાર હોવાનું દર્શાવ્યું છે. આ અગાઉ, કોંગ્રેસે દિલ્હીમાં રેલી યોજી હતી. એણે સૂરજકુંડમાં વિશાળ બેઠક ભરી હતી. વડાપ્રધાન સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘ યાદવને રાત્રિભોજન, જ્યારે બસપનેતા માયાવતીને બપોરના ખાણા પર નિમંત્રીને એમની સાથે બેઠકો યોજી હતી.
ઊંચા ચઢાણ સામે પક્ષની નબળાઈ
કોંગ્રેસનું મોવડીમંડળ સંસ્થાના નટ અને બોલ્ટને ચુસ્ત કરવામાં વ્યસ્ત છે ત્યારે પક્ષના નેતાઓ બે મુદ્દે ચિંતાતુર હોવાનું જણાય છે. પહેલું, રાહુલને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઉપસાવાઇ રહ્યા હોવાથી આ વખતે ચઢાણ ઊંચા છે, જ્યારે બીજુ, કૌભાંડો અને રીટેઇલમાં સીધા વિદેશી રોકાણના મુદ્દે મતભેદોના પગલે પક્ષ નબળો પડયો છે. રાહુલ વિષેની જાહેરાત ઘણી મોડી હોવાની લાગણી પણ આ જૂથમાં છે. જો કે એમને આશા નછે કે પેટાસમિતિઓ પક્ષના પ્રચાર વ્યુહને અસરકારક પણે આકાર આપશે.
ભાજપ અવ્યવસ્થામાં
કોંગ્રેસ દ્વારા પક્ષની ચૂંટણી સંકલન સમિતિની જાહેરાતનો સમય પણ મહત્વપૂર્ણ છે. પક્ષે, પોતે વ્યવસ્થિત હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે, જયારે ભાજપ આંતરિક સત્તાસંઘર્ષ અને ગડકરી વિવાદના લીધે અવ્યવસ્થિત છે. જયારે ગડકરી મુદ્દે ભાજપ અને આરએસએસ વિભાજિત છે ત્યારે ભાજપના બહુમતી નેતાઓ ઇચ્છે છે કે જેમના પર આક્ષેપો થયા છે એ ગડકરીએ આગામી તા.૨૧ નવેન્બરે શરૃ થઇ રહેલા સંસદના શિયાળુ સત્ર અગાઉ પક્ષપ્રમુખપદ છોડી દેવું જોઇએ એમને ચિંતા છઝે કે જો ગડકરી પક્ષપ્રમુખપદે ચાલુ રહેશે તો શિયાળુ સત્ર દરમિયાન શાસક યુપીએ મોરચો ભાજપાને મહેણાં મારશે ગડકરી વિવાદે કૌૈભાંડોના મુદ્દે કોંગ્રેસ વિરોધી એમની ઝુંબેશમાં બાકોરા તો ક્યારના પાડી જ દીધા છે, એમ આ જુથ કહે છે.
ગુરૃ મૂર્તિ- વૈદ્ય ફિઆસ્કો
સંઘવાગી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અન્ય સંઘવાદી વૈદ્યના વિધાન સાથે સંમિલિત યુટર્નથી પક્ષની છબીને નુકશાન કર્યું છે. ગુરૃ મૂર્તિએ પહેલા ગડકારીને કલીનચીટ આપી, પરંતુ જય્રો રાષ્ટ્રીય કારોબારી સભ્ય શેટ્ટિગારે કલીનચીટમાં છીંડા દર્શાવ્યા ત્યારે ગુરૃમૂર્તિએ યુ ટર્ન મારતા કહ્યું કે એક વ્યાપારી ભાજપનું નેતૃત્વ કરે એ વિચાર એમને પસંદગી નથી. વૈદ્યે એમના પક્ષે નરેન્દ્ર મોદીને સાંકળતા કહ્યું કે રામ જેઠમલાણી દ્વારા ગડકારીના રાજીનામાની થયેલી માંગણીનામૂડમાં નરેન્દ્ર મોદી હતા. વૈદ્યના પુત્ર અને મોદી વચ્ચેની શત્રુતા જાણીતી છે. ગડકરી મુદ્દે આ વળાંકોથી ભાજપનું નામ બગડયું છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved