Last Update : 17-November-2012, Saturday

 

જેમ્સ બૉન્ડની ફિલ્લમ...ભોજપુરીમાં !

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જેમ્સ બોન્ડની ફિલ્મ જો ભોજપુરીમાં બને તો ? ''આ ગઈલ બબુઆ...જૈમ્સ બંધુઆ સૂન-સૂન સાત !''

 

આજકાલ યુપી અને બિહારમાં ભોજપુરી ફિલ્મોનું જબરદસ્ત જોર છે ! ત્યાં સુધી કે 'સન ઑફ સરકાર' અને 'એક જાન હૈં હમ' જેવી ૧૦૦ કરોડ ટાઇપની હિન્દી ફિલ્મોને પણ રીલિઝ કરવાનાં ફાંફાં છે.
અને વાત માત્ર સિંગલ સ્ક્રીન થિયેટરોની નથી. હવે તો પટના, લખનૌ, ફીરોઝાબાદ અને રાંચી જેવાં શહેરોનાં મલ્ટીપ્લેકસમાં પણ ભોજપુરી ફિલ્મો ચાલે છે ! દેશી પ્રેક્ષકો પહોળા સોફા પર પલાંઠી મારીને બેસે છે, પાનની પિચકારીઓ મારે છે અને 'કોકાકોલા'ના પેપર-કપમાં બિન્દાસ બિયર પીએ છે...''હાઁ બબુઆ ! હમારા હી તો ઠેટરબા હઇલ !''
પણ એ બધું છોડો. જરા વિચારો કે જેમ્સ બોન્ડની ફિલ્મ ભોજપુરીમાં બને તો ?
* * *
''બંધુઆ હૈ હમરા નામ...''
સરસ મઝાનો સૂટ પહેર્યો હોય, લાખ રૃપિયાની ઘડિયાળ બાંધી હોય, સાંઠ-સિત્તેર હજારના ડિઝાઇનર ગોગલ્સ ટટકાવ્યા હોય, અને દોઢ-બે કરોડની સફેદ લિમોઝીન કારમાંથી ઉતરીને જેમ્સ બોન્ડ ગળામાં ફૂલ-પત્તીની ડિઝાઈનવાળો રૃમાલ ફરકાવીને હોઠ પર બે આંગળી મુકી વચ્ચેથી પિચકારી મારતાં કહેશે ઃ
''બંધુઆ હૈ હમરા નામ...જેમ્સ બંધુઆ ! બરતાનિયા કે ખૂફિયા સરબિસવા કે હમ ટાપ કિલાસ દલ્લાલ (એજન્ટ !) હઈલ !... નંબર વા હૈં સૂન્ય સૂન્ત સાત ! સમજલ કા ?''
* * *
ટાઈટલવા કે સિકબન્સવા
બૉન્ડ ફિલ્મોની પરંપરા છે કે શરૃઆતમાં ટાઈટલ્સ પડતાં હોય ત્યારે સેક્સ બૉમ્બ જેવી કન્યાઓ પોતાના શરીરનાં જાતજાતનાં વળાંકો બતાડતી ડાન્સ કરતી હોય..ક્યાંક ક્યાંક જેમ્સ બોન્ડ ગન ચલાવતો હોય...બોમ્બ ફૂટવાના પ્રકાશધોધ વછૂટતા હોય અને નાચતી કન્યાઓના તાલે બેક ગ્રાઉન્ડમાં માદક અવાજે ટાઈટલ સોન્ગ ચાલતું હોય ઃ
''સ્કાઆઆય, ફોઓઓલ... સ્કાય.. ફોલ... યેયેયે... એએએ...''
પણ આપણા ભોજપુરીમાં આવું બધું ના ચાલે. અહીં તો મસ્ત મઝાનું ભોજપુરી ઠેકાવાળું હાર્મોનિયમ, ઢોલક અને ખંજરીના ઓરકેસ્ટ્રાવાળું ગાયન જ જોઈએ ઃ
''બન્ધુવા કે મનવા
મોહ લિયા રે...
બિકિનીવાલી મુનિયા !''
''ઉડ ઉડ બઈઠી
રશિયા કે દુકનવા...
વૉડકા કે સબ રસ
ચૂસ લિયા રે...
બિકનીવાલી મુનિયા !''
''ઉડ ઉડ બઈઠી
ઈટલી કે દુકનવા...
માફીઆ કે સબ ગન
ઠૂસ લિયા રે...
બિકીનીવાલી મુનિયા !''
''ઉડ ઉડ બઈઠી
દૂબઈ કે દુકનવા...''
દાઉદ કે સબ સુપારી
ઠોક દિયા રે...
બિકીનીવાલી મુનિયા !''
''ઉડ ઉડ બઈઠી
ઈન્ડિયા કે દુકનવા...'''
કૌભાંડ કે સબ પૈસા
ઘૂસ લિયા રે...
બિકિનીવાલી મુનિયા !''
* * *
ભોજપુરી બિગ્યાન !
આ બધું તો ઠીક છે, પણ જ્યારે ફિલમ શરૃ થાય તો અટપટી વૈજ્ઞાાનિક વાતો ભોજપુરીમાં કેવી રીતે સમજાવવાની ? ઉપાય સિમ્પલ છે, દરેક ચીજને ''ભોજપુરીફ્રાય'' કરી નાંખવાની....
''અરે જૈમ્સ બંધુઆ, એક ઠો જરૃરી બાત સુનો. હમરે પૃથ્વીલોક પર એક ભયંકર મુસીબત આન પડ ગઈલા બબુઆ ! ઉંહાં અંતરીક્ષવા મેં બઇઠન એક વિલનબા બાયુયાન સે પટના સહર પે બહુતૈ બડા બન ગિરાઈ કે સબૌ બંટાધાર કર દઈલવા કે કૌનું બડી તરકીબવા બનઈલા !''
''અરીરી દદૂઆ...ઈ તો ગજબ ભઈલ, રામા ! અબ કા કરી ?''
''સૂન્ય સૂન્ય સેવનવા ! ઝટ સે ઈ અંતરીક્ષ સૂટવા પહિન લ્યો ઔર અપના છૂટકલ બાયુયાન લઈ કે આકાસમાં જઈકે વિલનબા કે સુસરે બાયુયાનમાં પિછવાડે સે ઘૂસઈ જાબો !''
''ઉ સબ તો ઠીક હૈ, દદૂઆ...'' ભોજપુરી જેમ્સ બોન્ડ મોંમાં પાનનું બીડું ખોસતાં કહેશે 'પહિલે ઈ બતાઈબા કિ જૉન હમ ઈ કાંચ કા હેલમિટીયા ટોપા પહિને રહિલ, તો પાન કી પિચકારી કહાં સે લગઈ બો ?''
(તમે યાર, આમ હસ્યા ના કરો ? બૉન્ડ ફિલ્મોમાં પણ ઘણો હ્યુમર હોય છે, પણ એ તો આપણને ટાપ્પી ના પાડે એટલે બમ્પર જતો હોય છે)
* * *
ભોજપુરી ઇંગ્લીસ કોમ્મેડી
એમ તો આ ભોજપુરી બૉન્ડ ફિલ્મમાં થોડા અંગ્રેજી સંવાદો પણ હશે.
વિલન ઃ ''આઈ એમ ડૉક્ટર નો.''
જેમ્સ ઃ ''યુ નો ? આઈ નો યોર બ્યુટિફૂલ નર્સ !''
* * *
એમ ઃ ''બોન્ડ, પ્લીજ ચેક યોર ઈ-મેલ.''
જેમ્સ ઃ ''સૉરી બૉસ, આઇયમ બિજી ચેકીંગ ફિ-મેલ.''
* * *
હિરોઇન ઃ ''આર યુ ટેકીંગ મિ ફોર એ ડેટ ?''
જેમ્સ ઃ ''વૉટ ડેટ ? આઇ ડાયરેકટ ટેક હોલ કેલેન્ડર !''
* * *
ભોજપુરી કલાઇમેક્સ
ફિલ્મના કલાઇમેકસમાં આપણો જેમ્સ બંધુવા એની છમિયા સાથે (છમિયા એની હિરોઇનનું નામ છે, યાર !) વિલનના અંતરીક્ષયાનમાં ઘૂસી ગયો હશે. પણ અહીં એક રૃમમાં ઢગલાબંધ ડાયલ્સમાં ફરતા આંકડાઓ અને ઘડિયાળના કાંટાઓ જોઈને કહેશે ઃ
''ઓરી છમિયા ! ઈ કા દેખબો ? ઈત્તી સારી ઘડિયાં ?...જોન મેં સે કૌન ઘડીમાં રાઈટ ટાઈમ ચલ રહીલ રે, છમિયા ?''
આખરે એક મોટા પરમાણુ બોમ્બ ઉપર ગોઠવેલી ડીજીટલ ઘડિયાળને જોઈ તે બોલી ઊઠશેઃ
''છમિયા ! ઈ તો સૂસરી ઉલ્ટી ચલેઈબો ! હમ કા ઈ વિલનબા બહુત ઉલ્ટી ખુપડીયા કે લાગેબો !''
છેવટે જેમ્સ બોન્ડના બોમ્બ ધડાકાઓથી વિલનનું આખું અવકાશયાન ધમાકાઓ સાથે આકાશમાં ભૂક્કો ભૂક્કા થઈ જાય ત્યારે પેરેશૂટ વેડ ઉતરી રહેલો જેમ્સ બંધુઆ પોતાની બાંહોમાં ઉઠાવેલી છમિયાના હોઠ આગળ પોતાના હોઠ લાવતાં કહેશે ''અબ જાકે આઈલ રહા સહી ટેમ... હમરી છમિયા કે ચુમ્મા લેને કા ! ચલ રે બબુઆ, ક્રેડીટ ટાઇટલ્સ ગિરઈબા...''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 

 

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved