Last Update : 17-November-2012, Saturday

 
 

પુજારાનો પ્રથમ કક્ષામાં ૯મી વખત ૧૫૦થી વધુનો સ્કોર
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

 

 

અમદાવાદ,શુક્રવાર
છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ સેહવાગને ફરી વખત અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ ફળ્યું હતુ અને તેણે સદી ફટકારતાં ફોર્મ પાછું મેળવ્યું હતુ. સેહવાગે ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં શરૃ થયેલી ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચમાં ૧૧૭ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧૭ રન નોંધાવ્યા હતા. નોંધપાત્ર છે કે સેહવાગની છેલ્લી ટેસ્ટ સદી અમદાવાદમાં જ નોંધાઇ હતી. અમદાવાદમાં નવેમ્બર,૨૦૧૦માં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં સેહવાગે ૧૯૯ બોલમાં ૨૪ ચોગ્ગા અને૧ છગ્ગા સાથે ૧૭૩ રન ફટકાર્યા હતા. જો કે ત્યાર બાદ તે એક પણ સદી નોંધાવી શક્યો નહતો.
સેહવાગ-ગંભીરની ૧૧મી ઓપનીંગ શતકીય ભાગીદારી
સેહવાગ અને ગંભીરની ઓપનીંગ જોડીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને શતકીય ભાગીદારી સાથે મજબુત શરૃઆત અપાવી હતી અને ગાવસ્કર-ચેતન ચૌહાણનો રેકોર્ડ તોડયો હતો. સેહવાગ અને ગંભીરે અમદાવાદમાં શરૃ થયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી હતી. આ તેમની વચ્ચેની ૧૧મી શતકીય ભાગીદારી હતી. ગાવસ્કર અને ચેતન ચૌહાણની ઓપનીંગ જોડીએ ૧૦ શતકીય ભાગીદારીનો ભારતીય રેકોર્ડ નોંધાવ્યો હતો. જે હવે સેહવાગ-ગંભીરના નામે છે.
પુજારાનો અનોખો રેકોર્ડ
ગુજરાતના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે અણનમ બેવડી સદી ફટકારીને અનોખો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. તે આ મેદાન પર આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો ગુજરાતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં નવમી વખત ૧૫૦ કે તેથી વધુનો સ્કોર નોંધાવ્યો હતો.
ભૂતપૂર્વ ક્રિકેટરોની કોમેન્ટ્રી ટીમ
અમદાવાદ ટેસ્ટમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ તો ભારે આકર્ષણ જમાવી જ રહ્યા છે તેની સાથે સાથે ભૂતપૂર્વ ક્રિકેટરો પણ કોમેન્ટેટર તરીકેની સેવા આપવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીની સાથે સાથે તાજેતરમાં નિવૃત્તિ લેનારો દ્રવિડ પણ કોમેન્ટ્રીના સંદર્ભે અંહી આવી પહોંચ્યો છે. આ ઉપરાંત ભૂતપૂર્વ દિગ્ગજો ગાવસ્કર, અરૃણ લાલ, પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજા પણ કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.
એથરટોન અને પ્રિંગલ પણ પત્રકાર
ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન માઇક એથરટોન તેમજ પૂર્વ ક્રિકેટર ડેરેક પ્રિગ્લ પણ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના કવરેજ માટે અમદાવાદના મહેમાન બન્યા છે. આ સાથે ઈંગ્લેન્ડથી આશરે ૭૨ જેટલા પત્રકારનો કાફલો અમદાવાદમાં આવી પહોંચ્યો છે.
પ્રેક્ષકોમાં ફેસ્ટીવલનો માહૌલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ નિહાળવા માટે મોટા પ્રમાણમાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાઇબીજના દિવસે જ શરૃ થયેલી મેચમાં તેંડુલકરને બેટિંગ કરતો જોવાની આશાએ લંચ બાદ સ્ટેડિયમમાં સારા એવા પ્રમાણમાં ક્રિકેટ ચાહકો આવી પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં બાળકો તેમજ યુવા ચાહકોએ પોતાના આગવા મિજાજથી રંગ જમાવ્યો હતો.
ફેસ્ટિવલના મુડમાં દેખાતા પ્રેક્ષકોએ પ્રથમ દિવસે સેહવાગ અને બીજા દિવસે ચેતેશ્વર પુજારાએ ખુશ કરી દીધા હતા. આવતા મહિને ચૂંટણી આવી રહી છે અને જીસીએના પ્રમુખ અને ઉપપ્રમુખ એક જ પક્ષના હોવાથી તેઓએ કાર્યકર્તાઓને ખુશ કરવા માટે સ્ટેડિયમમાં એન્ટ્રીના પાસ આપ્યા હોવાની ચર્ચા પણ ક્રિકેટ વર્તુળોમાં ચાલતી હતી.
પ્રેસ બોક્સનો ફિક્કો મિજાજ
આ વખતે દેશ-વિદેશના આશરે ૧૨૦થી વધુ પત્રકારો અમદાવાદમાં ચાલી રહેલી ટેસ્ટને કવર કરવા માટે આવી પહોંચ્યા હતા. જો કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી કરવામાં આવેલી ભોજન તેમજ ચા-કોફી કે સોફ્ટ ડ્રિક્સ જેવી અન્ય સગવડો અગાઉ કરતાં ઉતરતી કક્ષાની હોવાનું મોટાભાગના વર્તુળોએ અનુભવ્યું હતુ. પત્રકારોમાં છાની ચર્ચા ચાલી હતી કે, ભોજનમાં તેમજ અન્ય સુવિધાઓમાં અગાઉ કરતાં ઉણપ જણાઇ રહી છે. અમારા માટે તો આ બાબત ગૌણ છે પણ આવી વ્યવસ્થાથી જીસીએનું સ્તર ઊંચુ જવાને બદલે નીચે જઇ રહ્યું હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.

પૂજારા ઈંગ્લેન્ડ સામે બેવડી સદી
ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન
પૂજારા ઈંગ્લન્ડ સામે બેવડી સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટસમેન બન્યો છે. જો પૂજારાને વધુ ૧૯ રનની તક મળી હોત તો તે ઈંગ્લેન્ડ સામેનો સૌથી વધુ વ્યક્તિગત રનની ઈનિંગનો કામ્બલીનો રેકોર્ડ તોડી શક્યો હોત.

બેટસમેન

રન

વર્ષ

સ્થળ

પટોડી

૨૦૩*

૧૯૬૩-૬૪

દિલ્હી

ગાવાસ્કર

૨૨૧

૧૯૭૯

ઓવલ

વિશ્વનાથ

૨૨૨

૧૯૮૧

ચેન્નાઈ

કામ્બલી

૨૦૪

૧૯૯૨-૯૩

મુંબઈ

દ્રવિડ

૨૧૭

૨૦૦૨

ઓવલ

પૂજાર

૨૦૬*

૨૦૧૨

અમદાવાદ

ાદ

અમદાવાદમાં બેવડી સદી ફટકારનાર પૂજારા પાંચમાે

બેટસમેન

રન

વર્ષ

હરિફ

જયવર્દને

૨૭૫

૨૦૦૯

ભારત

દ્રવિડ

૨૨૨

૨૦૦૩

ન્યુઝી.

ડી'વિલીયર્સ

૨૧૭*

૨૦૦૮

ભારત

તેંડુલકર

૨૧૭

૧૯૯૯

ન્યુઝી.

પૂજારા

૨૦૬*

૨૦૧૨

ઈંગ્લેન્ડ

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved