Last Update : 17-November-2012, Saturday

 

શિવસેનાના તેજાબી વડા
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો

હિટલરના પ્રશંસક ઠાકરેએ મોરારજી દેસાઈથી માંડીને સચીન, વેલેન્ટાઈન ડે અને ઉ.ભારતીયોનો વિરોધ કરેલો

મુંબઈ, તા. ૧૬
શિવસેના પ્રમુખ બાલ ઠાકરેનું જીવન અનેક વિવાદો અને વિશેષતાઓથી ભરેલું હતું. જેમાં મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયોનો વિરોધ, વેલેન્ટાઈન ડેની ઉજવણી સામે દેખાવો, બિનસાંપ્રદાયિક દેશમાં મુસ્લિમ વિરોધી મત વ્યક્ત કરવા, વારંવાર એડોલ્ફ હિટલરની પ્રશંસા કરવી, અને દેશની ટોચની હસ્તીઓને ટીકા કરવા કાર્ટુન બનાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોએ ચોક્કસ સમયે ભારે વિવાદ સર્જ્યો હતો. પ્રસ્તુત છે બાલ ઠાકરેના સાવ જ કેટલાક ચર્ચાસ્પદ બનેલા વિવાદો ઉડતી નજરે...
* ભાગલા પાડો અને રાજ કરોનું રાજકારણ
રોજગારી સહિતના મુદ્દે મુંબઈમાં વસતા ગુજરાતી, મારવાડી અને દક્ષિણ ભારતીયોને બાલ ઠાકરેએ અનેકવાર નિશાન બનાવ્યા હતા. ઉત્તર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મુંબઈમાં આવીને વસ્યા એ બાબત શિવસેના પ્રમુખને પહેલેથી આંખમાં કણાની જેમ ખૂંચતી આવી હતી. તેમનું માનવું હતું કે આ લોકોના કારણે મુંબઈના લોકોની રોજગારી અને આજીવિકા છીનવાઈ છે. ઠાકરેના 'શાસન'માં પ્રદેશો વચ્ચેનો આ ભેદભાવ હંમેશા ચર્ચાસ્પદ રહ્યો હતો.
* વારંવાર એડોલ્ફ હિટલરની પ્રશંસા
જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પ્રત્યેની ચાહના ઠાકરેના જીવનમાં વારંવાર હિટલરની પ્રશંસારૃપે પ્રકાશિત થતી આવી હતી. ઠાકરેએ એક સામયિકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ''હું હિટલરનો બહુ મોટો પ્રશંસક છું અને મને આવું કહેવામાં જરા પણ શરમ અનુભવાતી નથી! હિટલરની તમામ પદ્ધતિથી હું સહમત છું એવું નથી પણ હિટલર સારા આયોજક અને વક્તા હતા. મને લાગે છે કે અમારા બન્નેમાં ઘણું સામ્ય છે... ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૃર છે.'' જોકે હિટલરે ઘણાં ક્રૂર પગલાં ભર્યા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે ''હિટલરમાં સમગ્ર દેશ અને સમાજને સાથે લઈને ચાલવાની કુનેહ હતી.''
* પાક. ટીમના ભારતમાં રમવા સામે ચેતવણી ઃ
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધોનો છડેચોક વિરોધ કરવા માટે બાલ ઠાકરે જાણીતા હતા. તેમણે શિવસેનાના કાર્યકરોને આ બન્ને દેશની ટીમો વચ્ચે આખા ભારતમાં ક્યાંય પણ મેચ ન યોજાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. શિવસેનાના મુખપત્ર સામનામાં ૮૬ વર્ષીય ઠાકરેએ ''ભૂતકાળ ભુલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના'' ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેના નિવેદનની ભારોભાર ટીકા કરી હતી.
* સચીન તેંડુલકરની ટીકા ઃ
મુંબઈ દરેક ભારતીયોનું છે એમ કહેવું માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરને મોંઘું પડી ગયું હતું. બાલ ઠાકરે આ નિવેદન બદલ સચીન પર વરસી પડયા હતા. તેમણે કહ્યું હતું કે ''તમે ચોગ્ગો કે છગ્ગો મારો ત્યારે લોકો તમને સરાહે છે પણ અધિકારોનું હનન કરતાં નિવેદનો 'મરાઠી માનૂસ' ક્યારેય સાંખી લેશે નહીં. ક્રિકેટના મેદાનમાં તમે મેળવેલી ખ્યાતીને રાજકારણના અખાડામાં ગુમાવશો નહીં.''
* વેલેન્ટાઈન ડેનો વિરોધ ઃ
બાલ ઠાકરે અને તેમનો પક્ષ શિવસેના શરૃઆતથી જ વેલેન્ટાઈન ડેની ઉજવણીના વિરોધી રહ્યાં હતાં. જોકે તેમણે આ ઉજવણીના 'ભારતીય વિકલ્પ'ને સમર્થન આપ્યું હતું. ૧૪મી ફેબુ્રઆરી (વેલેન્ટાઈન ડે) ૨૦૦૬ના રોજ શિવસેનાના કાર્યકરોએ મુંબઈમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહેલી મહિલાઓ પર હુમલો કર્યો હતો. જો કે પાછળથી હુમલાની નિંદા કરીને બાલ ઠાકરેએ માફી પણ માગી હતી.
* 'એક બિહારી, સો બીમારી'ની ટિપ્પણી!
બાલ ઠાકરેએ ૨૦૦૮માં તેમના મુખપત્રમાં 'એક બિહારી, સો બીમારી'ના મથાળાવાળો લેખ છાપીને હોબાળો મચાવી દીધો હતો. લેખમાં તેમણે બિહારીઓને મુંબઈમાં ઘુસેલા બિનજરૃરી ટોળાં તરીકે ઉલ્લેખ્યા હતાં. તે જ વર્ષે ભારતમાં રેલવેમાં નોકરી મેળવવા માટે પરીક્ષા આપવા મુંબઈ આવતા બિહારીઓ અને અન્ય ઉત્તર ભારતીયો પર ઠાકરેએ આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે મુંબઈકર અને મહારાષ્ટ્રીયનની ટીકા કરીને બિહારી સાંસદો 'જે થાળીમાં જમે છે તેમાં જ થુંકી રહ્યા છે.' મુંબઈકરો સડેલા મગજવાળા હોય છે તેવું કહીને સળગાવેલી આગમાં બિહારીઓ હવે ઘી રેડી રહ્યાં છે. મુંબઈમાં છઠ્ઠ પુજાની ૬ દિવસની ઉજવણીનો પણ બાલ ઠાકરેએ ભારે વિરોધ કર્યો હતો.
* અફઝલ ગુરૃની દયાની અરજી ઃ
સંસદ પરના આંતકવાદી હુમલામાં ફાંસીની સજા પામેલા અફઝલ ગુરૃની દયાની અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવું બાલ ઠાકરે ઈચ્છતા હતા. સર્વોચ્ચ અદાલતે ગુરૃને સજા ફટકારી છે છતાં તેની દયાની અરજી વર્ષોથી રાષ્ટ્રપતિના ટેબલ પર પડી છે તેવું બાલ ઠાકરે સ્પષ્ટપણે માનતા હતાં. બોલિવૂડના કલાકાર શાહરૃખ ખાનને રાષ્ટ્રધ્વજના અપમાન બદલ દેશદ્રોહના અપરાધમાં સજા કરવાની પણ તેમણે માગણી કરી હતી.
* ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ડ્રેસ પર ટકોર ઃ
શિવસેના પ્રમુખે ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાની 'ડ્રેસીંગ સેન્સ' પર કરેલી ધારદાર ટકોર વિશ્વભરમાં ચર્ચાનો મુદ્દો બની હતી. તેમણે કહ્યું હતું કે ''સાનીયા ટેનીસ કોર્ટમાં તેની રમતના કારણે નહીં પણ તેના ચુસ્ત કપડાં, ફેશન અને લફરાનાં કારણે જાણીતી છે.'' ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ભારત માટે રમવાની સાનીયાની ઈચ્છા હોત તો તેણે પાકિસ્તાનીને પરણવાના બદલે ભારતીય મૂરતીયો શોધ્યો હોત!
* મોરારજી દેસાઈ - માનવભક્ષી!
ફ્રી પ્રેસ જનરલમાં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા બાલ ઠાકરેએ તેમના કાર્ટૂનમાં કોંગ્રેસની અનેકવાર ઝાટકણી કાઢી હતી. સામાજિક કાર્યકર અને દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને નિશાન બનાવતા ઠાકરેએ તેમને કાર્ટૂનમાં નરભક્ષક તરીકે દર્શાવ્યા હતાં. આ કાર્ટૂન ૨૧મી નવેમ્બર, ૧૯૫૫માં ફ્લોર ફાઉન્ટેન ખાતે મોરચા દરમિયાન પોલીસ ગોળીબારમાં ૧૫ વ્યક્તિના મૃત્યુના સંદર્ભે બનાવાયું હતું.
* મુસ્લિમ વિરોધી મંતવ્ય ઃ
ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોને જવાબ આપવા ૨૦૦૨માં ઠાકરેએ હિન્દુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી રચવા હાકલ કરી હતી. મુંબઈ રમખાણોના પગલે ઠાકરેએ વ્યક્ત કરેલા મંતવ્યને મુસ્લિમ વિરોધી વલણ ગણવામાં આવ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ''હું દરેક મુસ્લિમનો વિરોધી નથી પણ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન ન કરતાં મુસ્લિમોનો જ હું વિરોધી છું. હું આવા લોકોને દેશદ્રોહી ગણું છું.''
૨૦૦૮માં તેમણે લખેલું કે વધી રહેલા ઈસ્લામિક આતંકવાદનો જવાબ માત્ર હિંદુ આતંકવાદમાં જ છૂપાયેલો છે. હિંદુ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વૉડની જરૃર છે. ૧૯૬૦ અને '૭૦ના સમયમાં શિવસેનાએ દક્ષિણ ભારતીયોને યંદા ગુંડા અને લુંગીવાળા કહીને ઉતારી પાડયા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved