Last Update : 17-November-2012, Saturday

 

આઈરિશ રાજદૂતને પત્ર પાઠવીને
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી

કેથલિક દેશમાં મનાઈ હોવાથી ડોક્ટરોએ ગર્ભપાત ન કરતાં મૃત્યુ થયું હતું

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૬
ભારતે આજે ડેન્ટિસ્ટ સવિતા હલપ્પનવારના અપમૃત્યુ બદલ આઈરિશ રાજદૂતને નારાજગી દર્શાવતો પત્ર પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને આયર્લેન્ડના ડોક્ટરોએ સવિતાનો ગર્ભપાત કરવાની ના પાડતા કથિત રીતે એવું કહ્યું હતું કે આ કેથલિક દેશ છે અને અહીંયા ગર્ભપાત કરવાની પરવાનગી નથી. જેના પરિણામે બ્લડ પોઈઝનિંગથી સવિતાનું મૃત્યુ થયું હતું.
વિદેશ મંત્રાલયના સચિવ મધુસુદન ગણપતિએ આઈરિશ રાજદૂત ફેલિમ મેકલાફલિનને આ સમન્સ પાઠવ્યું હતું. પ્રત્યુત્તરમાં આઈરિશ રાજદૂતે સવિતાનું જે સંજોગોમાં મૃત્યુ થયું એ અંગેની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર આઈરિશ રાજદૂત સાથેની બેઠકમાં ગણપતિએ સવિતાના કરૃણ મૃત્યુ બદલ ભારતની નારાજગી પ્રગટ કરી હતી અને કહ્યું હતું કે એક યુવાન જીવનનો અકાળે અંત આવ્યો એ અત્યંત દુઃખદ બાબત છે.
ગણપતિએ આશા વ્યક્ત કરી હતી કે સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને એ અંગેની તમામ જાણકારી અને નિષ્કર્ષ ડબ્લીન ખાતેના ભારતીય રાજદૂતને પૂરી પાડવામાં આવે. આયરિશ રાજદૂતે તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી ઉચ્ચારી હતી. તેમણે એવો નિર્દેશ પણ કર્યો હતો કે તપાસ અંગેના નિયમો ટૂંક સમયમાં જ ઘડીને જાહેર કરવામાં આવશે.
દરમિયાન આયર્લેન્ડ ખાતેના ભારતીય રાજદૂતે પણ આ મુદ્દો આયરિશ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૩૧ વર્ષીય સવિતા હલપ્પનવારના ૧૭ સપ્તાહના ગર્ભનો નિકાલ કરવાની ડોક્ટરોએ કથિત રીતે એમ કહીને ના પાડી હતી કે આ કેથલિક દેશ છે. સવિતાના પતિ પ્રવિણે આ અંગે આઈરિશ મીડિયાને એવું જણાવ્યું હતું કે તેની પત્નીએ ત્રણ દિવસ સુધી ડોક્ટરોને વારંવાર ગર્ભપાત કરવાની વિનંતી કરી હતી. પ્રવિણના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ એમ કહીને ગર્ભપાત કરવાની ના પાડી હતી કે ગર્ભના ધબકારા હજુ ચાલુ છે અને આ કેથલિક દેશ હોવાથી ગર્ભપાત ન કરી શકાય. બાદમાં ગર્ભના ધબકારા અટકી ગયા બાદ ગર્ભપાત કરવામાં આવ્યો હતો. જો કે સવિતાના કુટુંબીજનોનું માનવું છે કે ગર્ભપાતમાં વિલંબ કરવાના કારણે, બ્લડ પોઈઝનિંગ થયું અને એના પરિણામે સવિતાનું મૃત્યુ નીપજ્યું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved