-દ્રષ્ટિ પણ જોખમાઇ હતી
-બે વર્ષ સતત રીબાતી રહી
જયપુર તા.17 નવેમ્બર 2012
બે વર્ષ પહેલાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષકે કરેલી મારપીટના પગલે દ્રષ્ટિ ગુમાવનારી નવ વર્ષની બાળા આખરે મરણ પામી હતી.
૨૦૧૦ની એક સવારે હોમવર્ક પૂરું નહીંં કરી લાવેલી પિયા ચૌધરીને એના ટીચરે મારપીટની સજા કરી હતી. એ મારપીટના પગલે એની એક આંખમાં ઇજા થઇ હતી અને એ આંખની દ્રષ્ટિ છીનવાઇ ગઇ હતી. બીજી આંખે પણ દેખાતું ઓછું થઇ ગયું હતું. ‘એ બાળા પર એક કરતાં વઘુ ઓપરેશન કરાયા છતાં એની ગુમાવેલી દ્રષ્ટિ પાછી આવી નહોતી. એટલે બીજી આંખ પરનું કામનું દબાણ વધી ગયું હતું. જયપુર અને દિલ્હીની હૉસ્પિટલમાં થોડાક મહિના સારવાર લીધા છતાં એને લાભ થયો નહોતો. આખરે એણે ભણતર છોડી દેવું પડ્યું હતું’ એમ માહિતગાર વર્તુળોએ કહ્યું હતું.
એ બાળાનું ગુરુવારે મરણ નીપજ્યુ હતું.