Last Update : 17-November-2012, Saturday

 

ઇઝરાયેલના ગાઝાપટ્ટીમાં ત્રાસવાદીઓ પર ભીષણ હુમલો

આતંકવાદીઓના ૩૫૦થી વધુ મથકોનો સફાયો ઃ મોટા પાયે સૈન્ય ખડકાયું

તેલ અવીવ, તા. ૧૬
ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ ગાઝા આતંકવાદીઓના રોકેટમારાનો જડબાતોડ જવાબ આપ્યો છે. પેેેલેસ્ટાઇનની સરહદ પાસે સૈન્ય દળો, ટેંકો અને સશસ્ત્ર દળો એકત્રિત થવા માંડયા છે જેના કારણે હવે જમીનમાર્ગે સૈન્ય કાર્યવાહી સઘન બનવાના સંકેતો મળ્યા છે.
પેેેલેસ્ટાઇનના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મૃત્યુઆંક વધીને ૧૯ થયો છે જેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આતંકવાદીઓના શસ્ત્રાગારો અને રોકેટ લોન્ચિંગ સાઇટને નિશાન બનાવીને ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ મિસાઇલ હુમલો સઘન કર્યો છે. સવારના સમયે ગાઝા શહેરમાં ૪૫ મિનિટ જેટલા સમયગાળામાં ૮૫થી વધુ મિસાઇલના વિસ્ફોટો થયા હતા. જેના કારણે શહેરમાં કાળા ધુમાડના વાદળો જેવું દ્રશ્ય ખડું થયું હતું.
ઇઝરાયેલી સૈન્યે જણાવ્યું હતું કે, હમાસ સામેની કાર્યવાહીમાં સૈન્યએ ૩૫૦થી વધારે આતંકવાદી મથકોને નિશાન બનાવ્યા છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ હમાસ સાથે જોડાયેલા મથકોનો સફાયો બોલાવવા માટે અભિયાન સઘન બનાવ્યું હતું. જેના કારણે આખો દિવસ બોમ્બ ધડાકાના પ્રચંડ અવાજો સંભળાયા હતા. નાશ કરાયેલા મથકોમાં ગાઝાના ૭૦ જેટલા અન્ડરગ્રાઉન્ડ રોકેટ લોન્ચિંગ સાઇટનો સમાવેશ થાય છે.
બીજી બાજુ દક્ષિણ ઇઝરાયેલ પર ૪૦૦થી વધુ રોકેટથી હુમલો પણ થયો હતો. તેમણે પહેલીવાર ઇરાની બનાવટના ફજ્ર પાંચ રોકેટથી હુમલો કર્યો હતો. આ રોકેટ સમગ્ર તેલઅવીવ શહેરને ધમરોળવા સક્ષમ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યા હુએ જણાવ્યું હતું કે, સૈન્યએ હમાસ ઉપર ભીષણ હુમલો કર્યો છે અને ગાઝા ઓપરેશનને સઘન બનાવવાની ચેતવણી પણ આપી છે. ઇઝરાયેલ તેની પ્રજાના રક્ષણ માટે કોઈ પણ પગલા ભરતા ખચકાશે નહિ તેવી સ્પષ્ટતા પણ વડાપ્રધાને કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved