Last Update : 17-November-2012, Saturday

 

ઈન્સાઈડર ટ્રેડિંગના કેસમાં ગોલ્ડમેનના પૂર્વ ડાયરેક્ટર
રજત ગુપ્તાને ૧.૫ કરોડ ડોલરનો દંડ ફટકારવા અમેરિકી સરકારની વિનંતી

ભારતીય મૂળના ગુપ્તાએ તેની સજા ૨દ કરવા અમેરિકી કોર્ટમાં અરજી કરી

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. ૧૬
ગોલ્ડમેન સાક્સના ભારતીય મૂળના પૂર્વ ડાયરેક્ટર રજત ગુપ્તાને ઈન્સાઈડર ટ્રેડિંગમાં ૧.૫ કરોડ ડોલરનો દંડ અને તેમણે કરેલા વિશ્વાસભંગ બદલ કોઈ પણ જાહેર કંપનીના ડાયરેક્ટર પદે રહેવા પર કાયમી પ્રતિબંધ લાદવાની અમેરિકી સરકારે ન્યૂયોર્કની કોર્ટને વિનંતી કરી છે. બીજી બાજુ ગુપ્તાએ તેને થયેલી સજાને રદ્દ કરવાની કોર્ટમાં અરજી કરી છે. ગુપ્તાને ગયા મહિને બે વર્ષના કારાવાસ અને ૫૦ લાખ ડોલરના દંડની સજા ફટકારવામાં આવી હતી.
ગુપ્તાને સજા જાહેર થયાના આટલા દિવસો બાદ અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)એ જણાવ્યું હતું કે ગુપ્તાને ૧.૫ કરોડ ડોલરનો દંડ ભરવા આદેશ આપવો જોઈએ. ૬૩ વર્ષીય ગુપ્તાની સજા જાન્યુઆરી મહિનામાં શરૃ થવાની છે. ગુપ્તાએ તેની સામેના ષડયંત્ર અને સિક્યોરિટી છેતરપીંડીના આરોપોને રદ્દ કરવાની અમેરિકી કોર્ટમાં અરજી કરી છે. ન્યુયોર્કની જીલ્લા અદાલતમાં ગુપ્તાના વકીલ ગેરી નફ્તામિસે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે આ અરજી માત્ર ગુપ્તાની સજા પર જ કેન્દ્રીત છે.
ગુપ્તા સામે ફોજદારી ઉપરાંત એસઈસીએ પદનો દુરૃપયોગ કરવાના તેમજ ગોલ્ડમેન સાક્સ અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલની ગુપ્ત માહિતી હેજ ફંડના સ્થાપક રાજ રાજરત્નમ્ને આપવાના આરોપો લગાવ્યા છે. એસઈસીએ જણાવ્યું હતું કે વિશ્વાસ ભંગ બદલ ગુપ્તાને ૧.૫ કરોડ ડોલરનો દંડ ફટકારવો જોઈએ. કમિશને ગુપ્તા પર કોઈપણ જાહેર કંપનીના ડાયરેક્ટર પદે રહેવા પર કાયમી પ્રતિબંધ લાદવાની પણ માગણી કરી છે. એસઈસીએ દલીલ કરી હતી કે ગુપ્તા અમેરિકામાં વેપારી સાથીઓ અને મિત્રોનું 'આજીવન' નેટવર્ક ધરાવે છે. આ નેટવર્કની મદદથી ગુપ્તા બિઝનેસ ગૃહોમાં મોટું પદ હાંસલ કરીને કોર્પોરેટ ક્ષેત્રની ગુપ્ત માહિતી મેળવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મેકિન્સના પૂર્વ વડા વોલ સ્ટ્રીટના હાઈપ્રોફાઈલ એક્ઝિક્યુટીવમાં ગણાય છે અને તેમને ઈન્સાઈડર ટ્રેડિંગમાં થયેલી વ્યાપક તપાસના અંતે દોષિત જાહેર કરાયા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved