Last Update : 17-November-2012, Saturday

 

વન મિનિટ... પ્લીઝ

 

રાષ્ટ્રીય
* જાણીતા કોર્પોરેટ લોબિઇસ્ટ નીરા રાડિયાની વિભિન્ન જાહેર પ્રતિભાઓ વચ્ચેના સંબંધો વિશે હજુ ફિલ્મ બની નથી અને તે હિટ થાય કે ન થાય પરંતુ તેમની વાતચીતના લીક થયેલાં અંશોને આવરી લેતો એક સ્ક્રીનપ્લે હીટ થઇ ગયો છે અને રૃ. ૧૦ લાખના સ્કોડા આર્ટ પ્રાઇઝ ૨૦૧૨ માટે તેની પસંદગી થઇ છે. 'પલ, પલ, પલ, પલ...' ટાઇટલ સાથેના આ આર્ટવર્કમાં રાડિયા ટેપ્સના લીક થયેલાં વાર્તાલાપને આવરીને અલગરીતે રજૂ કરવામાં આવી છે. જે લોકોને બહુ ગમી હતી અને એવોર્ડ માટે નોમિનેશન મેળવી છે.
* લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પ્રચાર ઝંબેશની સુકાન આપ્યા બાદ સમગ્ર કોંગ્રેસ ખુશ હોય તેમ લાગે છે. સૌથી પહેલાં આ ખુશી હાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલાં કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 'હવે એ નક્કી થયું કે લડાઇમાં અમારો કમાંડર અને સિપહસાલાર કોણ રહેશે. હવે અમારે તેમના જ પગલે ચાલવાનું છે.' જે રીતે ખુર્શીદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના ભક્ત તરીકે જાણીતા છે. તેમના મોઢેથી આવી વાત સાંભળવા મળે તો નવાઇ નહિ.
* કોમી હિંસાએ હૈદરાબાદને તેના ભરડામાં લીધો હોય તેમ લાગે છે. શુક્રવારની બપોરની નમાજ બાદ કોમીરીતે સંવેદનશીલ ઓલ્ડ સિટીમાં હિંસા ભડકી ઉઠી હતી. જોકે રાજ્યસરકારે પરિસ્થિતિ અંકુશમાં હોવાનો દાવો કર્યો હતો. આ અંગે આંધ્રના ગૃહ પ્રધાન સાબિતા ઇન્દિરા રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુનેગારો સામે પગલાં લેવામાં આવશે. ઐતિહાસિક ચારમીનાર વિસ્તાર પાસે બપોરે હિંસા પર ઉતરી આવેલાં લોકોએ પથ્થરમારો શરૃ કર્યો હતો. જેમને વિખેરવા માટે પોલીસે ટીઅરગેસનો મારો ચલાવવાની ફરજ પડી હતી.
* શીખ સમુદાયના ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા જઇ રહેલી દિલ્હી સરકારને આ 'ખતરનાક પગલાં ' લેવાથી અટકાવવા માટે વડાપ્રધાન મનમોહન સિંહની વ્યક્તિગત દરમિયાનગીરીની પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે માગણી કરી છે. વડાપ્રધાનને પત્ર મોકલીને બાદલે વિનંતી કરી છે કે દિલ્હી શીખ ગુરૃદ્વારા મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી સુપ્રિમના આદેશ મુજબ યોગ્યરીતે થાય તેવા પગલાં લેવા જોઇએ. ચૂંટણી પહેલાં ગુરૃદ્વારાની અંદર થયેલી અથડામણના અહેવાલ બાદ આ બાદલે પોતાની નૈતિક જવાબદારી માની આ પગલું ભર્યું છે.
* માંસાહારીઓ ઝુટ્વું બોલે છે, છેતરપિંડી કરે છે અને સેક્સ સંબંધી ગુનાઓ આચરે છે તેમ ધોરણ ૬ની એક ટેક્સ્ટબુકમાં લખેલું હોવાનું એક ટેલિવિઝન ચેનલે દર્શાવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) સફાળા જાગ્યું છે. પરંતુ તે હાથ ખંખેરવાના મૂડમાં હોય તેમ લાગે છે. તેણે કહ્યું છે કે દેશભરમાં વપરાતી સ્કૂલ બુક્સમાં શું લખાય છે તેના પર તેની દેખરેખ નથી. અમે માત્ર બૂક્સની ભલામણ કરીએ છીએ. દરેક સ્કૂલો વ્યક્તિગતધોરણે તેને પસંદ કરે છે.

 

આંતરરાષ્ટ્રીય
* આજના સાઈબર યુગમાં ઈઝરાયલ અને હમાસે યુદ્ધનો નવો મોરચો ખોલ્યો છે. અને આ મોરચો છે સોશિયલ મીડિયા. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અને હમાસ આતંકવાદીઓ ટ્વીટર પર એકબીજા પર શાબ્દિક હુમલા કરી રહ્યાં છે. ઈઝરાયેલી મિલિટરીના ટ્વીટર એકાઉન્ટ પર તો ૨૪ કલાકમાં ૫૦ હજાર ફોલોઅર્સ મળ્યાં હતાં.
* ઈઝરાયલ અને હમાસના આ સોશિયલ મીડિયા-વોરથી નવો મુદ્દો એ ચર્ચાઈ રહ્યો છે કે યુદ્ધના અહેવાલોથી સમાચાર માધ્યમોને દૂર રાખવા જોઈએ? હાલમાં તો ઈઝરાયેલના સશસ્ત્રદળો ચાલુ યુદ્ધે જ સૈનિકોની સાથે સાથે જર્નાલિસ્ટનો રોલ ભજવી રહ્યાં છે. અને ગાઝાપટ્ટી પર હમાસ આતંકવાદીઓ પરના હુમલાના વીડિયો અપલોડ કરી રહ્યાં છે.
* બ્રિટનની કર્ન્ઝેવટિવ પાર્ટીના ૭૦ વર્ષીય એલિસ્ટર મેકઆલ્પાઈનને બાળજાતિય શોષણ કૌભાંડમાં ખોટી રીતે સંડોવવા બદલ બીબીસીએ ૧ લાખ ૮૫ હજાર પાઉન્ડમાં સમાધાન કર્યું છે. અગાઉ આ મુદ્દે બીબીસી મેકઆલ્પાઈનની માફી પણ માંગી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે બ્રિટીશ રાજકારણી વિરુદ્ધના ખોટા અહેવાલ બદલ બીબીસીના વડાએ રાજીનામું આપવું પડયું છે.
* લાહોરના એક ચોકને શહીદ ભગતસિંહનું નામ આપવાની લાહોર હાઈકોર્ટે મનાઈ ફરમાવી છે. ઉલ્લેખનીય છે કે લાહોરના શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહ ચોક કરવાના લાહોરના સત્તાવાળાઓના નિર્ણય સામે જમાત-ઉદ્-દાવાએ અદાલતમાં વિરોધ નોંધાવતી અરજી કરી છે.
* બ્રિટનના એક બૌદ્ધ સાધુએ ફ્રાન્સમાં આત્મવિલોપન કરી લીધું છે. ફ્રાન્સના લાબાસ્ટાઈડ-સેઈન્ટ-જ્યોર્જિસ ગામ પાસેના નાલંદા મઠ ખાતે છેલ્લાં પાંચ વર્ષથી રહેતા આ ૩૮ વર્ષીય સાધુએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ચીનના વિરોધમાં તિબેટમાં છેલ્લાં થોડા સમયથી આત્મવિલોપનના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ચીનના દમન પ્રત્યેનો તિબેટીયનોના વિરોધનો જુવાળ હવે વિદેશમાં પણ પ્રસરી રહ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved